Kapil Sharma Instagram Video : કોમેડિયન કપિલ શર્માએ હાલમાં જ પોતાના બિઝી શેડ્યૂલમાંથી સમય કાઢીને અમૃતસર અને તેના ગામની મુલાકાત લીધી હતી. કપિલ તેની પત્ની ગિન્ની અને પુત્ર-પુત્રી સાથે ગોલ્ડન ટેમ્પલ પણ ગયો હતો અને માથું ટેકવ્યું હતું. કપિલ શર્મા તેની આ ટ્રિપમાં બાળપણની યાદો તાજી કરી હતી. કપિલ શર્મા તેની ફેમિલી સાથે તેની શાળા, કોલેજ અને યુનિવર્સિટી પણ ગયો હતો, જ્યાં તે ટીચર અને મિત્રોને પણ મળ્યો હતો. કપિલ શર્માએ પત્ની ગિન્ની સાથે છોલે ભટુરેની મજા માણી હતી. કપિલે તેની શાનદાર અને મજેદાર ટ્રિપનો એક વીડિયો શેયર કર્યો છે, જે ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
કપિલ શર્માએ શેયર કરેલા આ વીડિયોમાં તેણે મુંબઈથી અમૃતસર સુધીની તેની ટ્રિપની સંપૂર્ણ ઝલક બતાવી છે. કપિલ તેના પરિવાર સાથે ફ્લાઈટમાં બેસે છે અને પછી પછી ગોલ્ડન ટેમ્પલમાં પુત્રી અનાયરાને ખોળામાં લઈને આસપાસ ફરે છે, છોલે ભટુરે ખાય છે, તેની શાળા અને કોલેજની ગલીઓમાં ફરે છે. આ વીડિયોમાં કપિલ તેના ટીચરને પગે લાગે છે અને તેના મિત્રોને ગળે લગાવી રહ્યો છે. પરંતુ કપિલ શર્મા દર વર્ષે એકવાર ગોલ્ડન ટેમ્પલ એટલે કે ગુરુદ્વારા શ્રી હરમિંદર સાહિબ જાય છે. કપિલે આ વખતે બાળપણની યાદો પણ તાજી કરી હતી.
કપિલ શર્માએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની ટ્રિપનો વીડિયો શેયર કરતા કેપ્શન લખ્યું- ‘મારી કોલેજ, મારી યુનિવર્સિટી, મારા ટીચર્સ, મારી ફેમિલી, મારું શહેર, ભોજન, આ ફિલિંગ અને ગોલ્ડન ટેમ્પલ. તમારા આશીર્વાદ માટે ખૂબ આભાર બાબા જી. કપિલ શર્માના ફેન્સ આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે. ફેન્સ તેના ‘ડાઉન ટુ અર્થ’ નેચરના વખાણ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Shocking Video : હે માં માતાજી ! કેમ આવી હાલત થઈ દયાબેનની, રડતી જોવા મળી દિશા વાકાણી, જુઓ Video
કપિલ શર્મા એક મોટો સેલિબ્રિટી બની ગયો છે. તેના શો ‘ધ કપિલ શર્મા શો’માં એક પછી એક મોટા સ્ટાર્સ આવે છે. કપિલના શોને દેશ અને દુનિયામાં લોકો પસંદ કરી રહ્યા છે. કપિલ શર્માએ ફિલ્મોમાં પણ શાનદાર એક્ટિંગ કરી છે. બોલિવૂડના મોટા સ્ટાર્સ સાથે કપિલ શર્માએ એવોર્ડ શો હોસ્ટ કર્યા છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રી, ક્રિકેટ અને દેશની મોટી હસ્તીઓ કપિલ શર્માના શોમાં આવી છે.