Breaking News : નેટફ્લિક્સે લોક અપ સીઝન 2 ની જાહેરાત કરી, ફરાહ ખાન અને રિતેશ દેશમુખ જેલર તરીકે એન્ટ્રી કરશે
લોક અપ સચ યા સજાની સીઝન 2ની જાહેરાત કરવામાં આવી છે. નેટફ્લિકસના આ શોને ફરી એક વખત ફરાહ ખાન અને રિતેશ દેશમુખ હોસ્ટ કરતા જોવા મળશે.હોસ્ટ રિતેશ દેશમુખે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા કહ્યું કે, લોકઅપ સચ યા સજા 2 ટુંક સમયમાં પરત આવશે.

FICCI ફ્રેમ્સ 2026માં Netflix પર “લોક અપ: ટ્રુથ ઓર ડેર” ની બીજી સીઝનની જાહેરાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શોના હોસ્ટ ફરાહ ખાન અને રિતેશ દેશમુખ પણ હાજર હતા. ફરાહ ખાને આ રિયાલિટી શો હોસ્ટ કરવાનો પોતાના અનુભવ વિશે વાત કરી હતી. તેમણે કહ્યું કે, શાનદાર ફોર્મેટ છે. સ્પર્ધકો પોતાની પર્સનલ લાઈફ વિશે ખુલીને વાત કરવાની તક આપવામાં આવે છે. તેમજ લોકઅપની ક્રિએટર એકતા કપૂરે જણાવ્યું કે, નેટફ્લિકસ પર શોની પહેલી સીઝન મેકર્સની આશા પર સાચી સાબિત થઈ છે. તેમણે આવનાર લોકઅપ સીઝન 2માં નવી સ્ટોરી અને નવા લોકો અને સરપ્રાઈઝની પણ વાત કરી હતી.
લોકઅપની બીજી સીઝનની જાહેરાત
લોકઅપ સચ યા સજાની બીજી સીઝન નેટફ્લિકસ પર આવવાની છે. બાલાજી ટેલિફિલ્મસની જોઈટ મેનેજિંગ ડાયરેક્ટર અને લોકઅપની ક્રિએટર એકતા કપૂરે કહ્યું કે, પહેલી સીઝન આશા કરતા વધારે સારી હિટ ગઈ હતી. તેમજ ચાહકોને પસંદ પણ આવી હતી. આશા છે કે, આવનારી સીઝ પણ પસંદ આવે. હોસ્ટ રિતેશ દેશમુખે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરતા કહ્યું કે, લોકઅપ સચ યા સજા 2 ટુંક સમયમાં પરત આવશે.
View this post on Instagram
ફરાહ-રિતેશની જોડી કરશે હોસ્ટિંગ
એકતા કપૂરે જણાવ્યું રે, ફરાહ ખાન અને રિતેશ દેશમુખ લોકઅપ સચ યા સજા સીઝન 2ને હોસ્ટ તરીકે વાપસી કરશે. શોની શાનદાર જેલર જોડી રહેશે. ફરાહ ખાન અને રિતેશદેશમુખે એફઆઈસીસીઆઈ ફ્રેમ્સ 2026માં હાજર રહ્યા હતા. અહી લોક અપ સચ યા સજાની વાપસીની જાહેરાત કરવામાં આવી છે.
લોકઅપ 2માં નવા કેદી એન્ટ્રી કરશે
નવા કેદીઓ, નવો ટાસ્ક અને નવા રાજની સાથે શોની નવી સીઝન જલ્દી શરુ થશે. મેકર્સે રિલીઝની તારીખની પણ જાહેરાત કરી નથી પરંતુ આશા છે કે, લોકઅપ સચ યા સજા સીઝન 2 ટુંક સમયમાં આવશે. ગત સીઝનમાં ગૌરવ ખન્નાની પત્ની રહી ચૂકેલી આકાંક્ષા ખન્નાએ પર્સનલ લાઈફને લઈ અનેક ખુલાસા કર્યા હતા. જેને જાણી બધા ચોંકી ગયા હતા.
