સ્વરા ભાસ્કરના વિવાદાસ્પદ ટ્વિટ પર ગુસ્સે થયા યુઝર્સ, #ArrestSwaraBhasker થઈ રહ્યું છે ટ્રેન્ડ

TV9 GUJARATI

|

Updated on: Aug 18, 2021 | 1:19 PM

સ્વરા ભાસ્કરનો બેબાક અંદાજ ક્યારેક તેના પર જ ભારે પડી જાય છે. તાજેતરમાં સ્વરાએ એક ટ્વિટ કર્યું હતું, જે બાદ સોશિયલ મીડિયા (Social Media) પર તેની ખુબ ટીકા થઈ રહી છે.

સ્વરા ભાસ્કરના વિવાદાસ્પદ ટ્વિટ પર ગુસ્સે થયા યુઝર્સ, #ArrestSwaraBhasker થઈ રહ્યું છે ટ્રેન્ડ
Swara Bhaskar (File Photo)

Follow us on

બોલિવૂડ અભિનેત્રી સ્વરા ભાસ્કર સોશિયલ મીડિયા (Social Media)પર ખૂબ એક્ટિવ છે. તે દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવાના તેના બેબાક અંદાજથી જાણીતી છે. પરંતુ આ વખતે સ્વરા ભાસ્કરને તેનો આ અંદાજ ભારે પડી ગયો છે. સ્વરાએ તાજેતરમાં તાલિબાન આતંકવાદીઓ વિશે ટ્વિટ કર્યું હતું, જે બાદ ટ્વિટર પર ‘Arrest Swara Bhasker’ટ્રેન્ડ થઈ રહ્યુ છે.

સ્વરા ભાસ્કરની વધી મુશ્કેલી

તમને જણાવી દઈએ કે, સ્વરા ભાસ્કરે અફઘાનિસ્તાનની સ્થિતિ વિશે ટ્વિટ કર્યું હતુ. અફઘાનિસ્તાનની (Afghanistan)રાજધાની કાબુલ પર તાલિબાનીઓએ કબજો કરી લીધો છે. ત્યારે સ્વરાએ અફઘાનિસ્તાનની આ સ્થિતિની તુલના ભારત સાથે કરી છે, જેના કારણે સોશિયલ મીડિયા પર તેની ધરપકડ કરવાની માગ ઉઠી રહી છે.

સ્વરા ભાસ્કરે ટ્વિટ (Tweet) કરીને લખ્યુ હતુ કે, “અમે હિન્દુત્વના આતંકથી ઠીક ન હોઈ શકીએ અને તાલિબાનના (Taliban)આતંકથી દરેકને આઘાત લાગ્યો છે. વધુમાં લખ્યું કે, અમે તાલિબાનના આતંક સાથે શાંત બેસી શકતા નથી અને પછી હિન્દુત્વના આતંક વિશે ગુસ્સે થઈએ છીએ. આપણા માનવીય અને નૈતિક મૂલ્યો પીડિતોની ઓળખ પર આધારિત ન હોવા જોઈએ.”

સોશિયલ મીડિયા પર ટ્રોલ

આ ટ્વીટ બાદ સ્વરા ભાસ્કરની (Swara Bhasker)મુશ્કેલીઓ વધી છે. સોશિયલ મીડિયા પર લોકો આ ટ્વીટને લઈને ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, “સ્વરા ભાસ્કરની ધરપકડ કરો, તેમણે અમારી ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.”

અન્ય એક યુઝરે લખ્યું કે,સ્વરા ભાસ્કરની હિંદુત્વના અપમાન બદલ ધરપકડ કરો. કારણ કે હિન્દુઓએ ક્યારેય કોઈ આતંકવાદી કૃત્ય કર્યું નથી.

તમને જણાવી દઈએ કે, કેટલાક યુઝર્સ સ્વરાનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવાની માગ કરી રહ્યા છે. તો કેટલાક લોકો સ્વરા સામે FIR નોંધવાની માગ કરી રહ્યા છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો સ્વરા ભાસ્કરની ઘણી વેબ સિરીઝ રિલીઝ થઈ છે. તે છેલ્લે ભાગ બીની ભાગ સિરીઝમાં જોવા મળી હતી, જે નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી.

આ પણ વાંચો: Haasan Family : કમલ હાસને તેમના પરિવાર સાથે કરી મુલાકાત, જાણો તેની આગામી તમિલ ફિલ્મ “વિક્રમ” વિશે

આ પણ વાંચો: બહેન રિયાના લગ્નમાં ભાવુક થઇ સોનમ કપૂર, સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati