AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Haasan Family : કમલ હાસને તેમના પરિવાર સાથે કરી મુલાકાત, જાણો તેની આગામી તમિલ ફિલ્મ “વિક્રમ” વિશે

સુહાસિની મણિરત્નમે મંગળવારે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram Account)પર કમલ હાસન, અનુ હાસન અને ચારુ હાસન સહિતના પરિવારજનો સાથે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીર શેર કરી હતી.

Haasan Family : કમલ હાસને તેમના પરિવાર સાથે કરી મુલાકાત, જાણો તેની આગામી તમિલ ફિલ્મ વિક્રમ વિશે
Image Credit (PTI)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 18, 2021 | 12:04 PM
Share

Haasan Family :  અભિનેતા અને ફિલ્મ નિર્માતા સુહાસિની મણિરત્નમે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખાસ પરિવારજનોની કેટલીક તસવીરો શેર કરી હતી. જેમાં તે કમલ હાસન, અનુ હાસન, ચારુ હાસન અને અક્ષરા હાસન સહિત પરિવારના નજીકના સભ્યો સાથે પોઝ આપતી જોવા મળી રહી છે.આ તસવીર શેર કરીને તેણે લખ્યું કે, “Going back home to the family house in eldams road,All the bright Haasan”

સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરમાં પરિવારના સભ્યો ગ્લેમરસ પોશાકમાં સજ્જ જોવા મળી રહ્યા છે.આપને જણાવી દઈએ કે, આ અગાઉ પણ ગયા વર્ષના અંતમાં કમલ હાસને (Kamal Haasan ) તેમનો 65 મો જન્મદિવસ તેમના વતન પરમકુડીમાં ઉજવ્યો હતો. જેની તસવીરો પણ સોશિયલ મીડિયા (Social Media)પર વાયરલ થઈ હતી, જેમાં તે તેની પુત્રીઓ, મોટા ભાઈ અને પરિવારના અન્ય સભ્યો સાથે જોવા મળ્યા હતા.

વિક્રમ ફિલ્મ એક એક્શન થ્રિલર હશે

તમને જણાવી દઈએ કે,તાજેતરમાં કમલ હાસન તેની આગામી તમિલ ફિલ્મ વિક્રમ પર કામ કરી રહ્યા છે,જે રાજ કમલ ફિલ્મસ ઈન્ટરનેશનલના બેનર હેઠળ આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવશે. ઉપરાંત આ ફિલ્મ એક એક્શન થ્રિલર હશે અને 1986 માં રિલીઝ થયેલી નામના જાસૂસ રોમાંચક ફિલ્મની સિક્વલ (Sequel to the film) હોવાની સંભાવના છે.

હાસનની આગામી વિક્રમ ફિલ્મ લોકેશ કનાગરાજ દ્વારા લખવામાં આવી છે અને તેના દ્વારા જ આ ફિલ્મનું દિગ્દર્શન કરવામાં આવશે. ઉપરાંત આ ફિલ્મમાં હાસન વિજય સેતુપતિ અને ફહાદ ફૈસિલ સાથે સ્ક્રીન શેર (Screen) કરતા જોવા મળશે. આ ત્રણેયને સાથે જોવાની રાહ જોઈ રહેલા તમિલ સિનેમાના (Tamil Cinema) ચાહકોની આતુરતાનો અંત આવ્યો છે.

ફિલ્મના પોસ્ટરનો ફર્સ્ટ લુક થયો જાહેર 

તાજેતરમાં ફિલ્મ નિર્માતાઓએ આ ફિલ્મના પોસ્ટરનો ફર્સ્ટ લુક જાહેર કર્યો છે. આ પોસ્ટરમાં (Poster) કમલ હાસન, વિજય સેતુપતિ અને ફહદ ફૈસિલ એમ ત્રણ કલાકારો જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત ફિલ્મમાં એન્ટની વર્ગીસ, નારાયણ અને અર્જુન દાસ પણ જોવા મળશે.

વિક્રમ ફિલ્મ પ્રોડક્શન કંપનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Instagram Account) પર વિક્રમના શૂટિંગના પ્રથમ દિવસે એક તસવીર તેના સતાવાર એકાઉન્ટ પર શેર કરી હતી.જે દરમિયાન હાસને જણાવ્યું કે, તેમની કારકિર્દીમાં સૌથી વધારે લાંબા સમય માટે આ ફિલ્મનું શુટિંગ કરવામાં આવશે.

આ પણ વાંચો: Vaani Kapoorએ અનુભવી હતી આર્થિક સંકટની પીડા, પોતાની વાર્તા વર્ણવતા કહી આ વાત

આ પણ વાંચો: Janhvi Kapoor આ સાઉથના સ્ટાર સાથે કરશે રોમાન્સ, નામ જાણીને ચાહકો થઈ જશે હેરાન

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">