સની દેઓલ (Sunny Deol) વર્ષોથી દર્શકોના દિલમાં અલગ જગ્યા બનાવીને રાજ કરે છે. પરંતુ તેમના દીકરાને તે સ્થાન પર પહોંચવામાં કદાચ હજુ ઘણી મહેનત લાગે. સનીનો પુત્ર કરણ દેઓલ (Karan Deol) વર્ષ 2019 માં ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મથી તેમણે બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. જો કે આ ફિલ્મ બહુ ખરાબ રીતે ફ્લોપ રહી. સનીના સન કરણને પણ ખાસ પ્રતિભાવ મળ્યો નહીં. હવે તેમની નજર ટકી છે આગામી પ્રોજેક્ટ પર.
રોમેન્ટિક ફિલ્મમાં નિષ્ફળ થયા બાદ કરણ હવે અલગ અવતારમાં જોવા મળશે. જી હા આ વખતે તેઓ ટ્રાય કરી રહ્યા છે એક ક્રાઈમ કોમેડી ફિલ્મમાં પોતાની અદાકારી બતાવવાનો. આ ફિલ્મનું નામ છે વેલે ઇન દેલ્હી (Velley In Delhi).
અહેવાલો અનુસાર દિલ્હીમાં ફિલ્મનું શૂટિંગ શરુ થઇ ચૂક્યું છે. શૂટિંગ માટે કરણ દિલ્હી માટે રવાના પણ થઇ ગયા છે. કરણ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આ ફિલ્મ દેવેન મુંજાલ ડાયરેક્ટ કરવામાં છે. જેમાં 3 મિત્રોની વાર્તા બતાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે દેવેને આ પહેલા ચલતે ચલતે અને ઓમ શાંતિ ઓમમાં પણ કામ કરેલું છે.
કરણનો નવો લૂક
સનીના સન કરણે ફેન્સ સાથે પોતાનો આ ફિલ્મનો પહેલો લૂક શેર કર્યો છે. એકદમ સિરિયસ લૂક વાળી તસ્વીરમાં કરણે લખ્યું છે કે ‘નવો લૂક, નવી શરૂઆત.’ નવો લૂક તો કરણના ફેન્સને પસંદ આવી જ રહ્યો છે. પરંતુ જોવું એ રહ્યું તેની નવી ફિલ્મ કેટલા દર્શકોના દિલ જીતવામાં સફળ રહે છે.
નવી ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત કરણ
તાજેતરમાં કરણે કહ્યું હતું કે ‘લોકડાઉન દરેક માટે મુશ્કેલ રહ્યું છે. પરંતુ હવે ધીરે ધીરે સેફટી સાથે ફરીથી કામ તો શરુ કરવું પડશે. હવે ફિલ્મની શૂટિંગને લઈને કરણે કહ્યું છે કે, ‘હું શૂટિંગને લઈને ખૂબ જ ઉત્સાહિત છું. આ વખતે હું એક શાનદાર ટીમ સાથે કંઈક અલગ જ કરવા જઈ રહ્યો છું. બાકીની માહિતી જલ્દી તમે બધાને આપીશ.’
અપને 2 (Apne 2) માં આવશે દેઓલ પરિવાર
આ ઉપરાંત કરણની અન્ય ફિલ્મની વાત કરીએ તો તેઓ દેઓલ પરિવારની ફિલ્મ અપનેની આગામી ફિલ્મમાં પણ જોવા મળશે. જી હા અહેવાલો અનુસાર આ ફિલ્મમાં ત્રીજી પેઢી સહીત દેઓલ પરિવાર જોવા મળશે. જેમાં ધર્મેન્દ્ર, સની દેઓલ, બોબી દેઓલ અને કરણ સાથે આવશે.
અપને માટે કરણને અપાશે ટ્રેનીંગ
ફિલ્મ અંગે ડિરેક્ટર અનિલ શર્માએ કહ્યું હતું કે ‘હું દેઓલ પરિવારની ત્રીજી પેઢીને ડાયરેક્ટ કરવા જઇ રહ્યો છું. દેઓલ પરિવારની ત્રણ પેઢીઓને આ મારું સ્પેશિયલ ટ્રીબ્યુટ હશે. તેમજ અનિલે જણાવ્યું કે ફિલ્મને લઈને કરણને ટ્રેનીંગ આપી શકે તે માટે તેઓ ઇન્ટરનેશનલ એક્શન ડાયરેક્ટર શોધી રહ્યા છે. કોરોનાના કારણે હાલ શૂટિંગમાં મોડું થયાના અહેવાલ પણ સામે આવ્યા છે.
આ પણ વાંચો: Bhoot Police Release Date: આ દિવસે રિલીઝ થશે સૈફ અને અર્જુનની ફિલ્મ ‘ભૂત પુલિસ’, ભૂતોની આવશે આફત