તુનિષા શર્મા આત્મહત્યા કેસમાં શીઝાન ખાનની ધરપકડ, જાણો કોણ છે શીઝાન ખાન ?
તુનિષા શર્મા અને શીઝાન ખાને (Sheezan Khan) તેમના સંબંધો અંગે ક્યારેય કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર તુનિષા શર્માએ, શીજાન સાથેના ઘણા ફોટા પોસ્ટ કર્યા છે.

ટેલિવિઝનની એક્ટ્રેસ તુનિષા શર્માએ માત્ર 20 વર્ષની ઉંમરે ગઈકાલે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. પોલીસે તુનિષા શર્માના આત્મહત્યાના મામલે તમામ અપડેટ મીડિયા સાથે શેર કરી છે. પોલીસે કહ્યું છે કે “સિરિયલ ‘અલી બાબા – દાસ્તાન એ કાબુલ’ની અભિનેત્રી તુનીષા શર્માએ ગઈકાલ 24 ડિસેમ્બરની સાંજે તેના શૂટિંગ શેડ્યૂલ દરમિયાન સેટ પર જ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આત્મહત્યા અંગેના કેસ અને અન્ય કાયદાકીય ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ, તેની માતાની ફરિયાદને પગલે તુનીશાના કો-સ્ટાર શીજાન ખાન વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. તુનીષા શર્માને આત્મહત્યા કરવા માટે પ્રેરવાના આરોપસર શીઝાન ખાનની પોલીસે ધરપકડ કરી છે.”
Maharashtra | Waliv police arrested actress Tunisha Sharma’s co-star Sheezan Khan by registering a case of abetment to suicide
Tunisha Sharma died by suicide on the set of a TV serial. Her mother has registered a complaint. We are investigating this: ACP Chandrakanth Jadhav pic.twitter.com/QtOubRiU16
— ANI (@ANI) December 24, 2022
પોલીસે વધુમાં જણાવ્યું છે કે “તુનીષા શર્માની માતાએ કહ્યું હતું કે શીઝાનને તુનીષા સાથે પ્રેમ સંબંધ હતો. શીઝાને તુનીષા શર્માની સાથે સંબંધ તોડ્યા બાદ ડિપ્રેશનમાં આવીને આત્મહત્યા કરી હતી, તુનીષા શર્માની માતાની ફરિયાદના આધારે શીજાન ખાન વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.” પોલીસે શીઝાન ખાનની ધરપકડ કરી છે અને હાલ તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે.”
View this post on Instagram
આજે કરાશે પોસ્ટ મોર્ટમ
અત્રે ઉલ્લેખનીય છે કે, તુનીષાના મૃતદેહને હવે નાલાસોપારામાં રાખવામાં આવશે. આજે રવિવારે સવારે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ કર્યા બાદ તુનીષાના મૃતદેહને તેના પરિવારને સોંપવામાં આવશે.
જાણો કોણ છે શીઝાન ખાન
શીઝાન ખાન અભિનેત્રી ફલક નાઝનો ભાઈ છે અને ટીવી જગતનો જાણોતી કલાકાર છે. શીઝાન ખાને 2013માં ઐતિહાસિક ડ્રામા જોધા અકબરથી તેના અભિનયની કારકિર્દીની શરૂઆત કરી હતી. 2016 માં, તેણે સિલસિલા પ્યાર કા માં વિનય સક્સેનાની ભૂમિકા શિન દાસ સાથે કરી હતી. ત્યારબાદ તે 2017માં ઐતિહાસિક નાટક ચંદ્ર નંદિની અને 2018માં પૃથ્વી વલ્લભમાં રાજકુમાર કાર્તિકેય યુવરાજ ભોજન તરીકેના રોલમાં દેખાયો હતો.