AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shanaya Kapoor યેલો લહેંગામાં લાગી ખુબજ સ્ટનિંગ, કિમત જાણીને ઉડી જશે હોશ

શનાયા કપૂર (Shanaya Kapoor) તેની બહેન રિયાના લગ્નમાં ખૂબ જ સ્ટાઇલિશ અને સ્ટનિંગ લાગી રહી હતી. આ દરમિયાન તેણે પીળા રંગનો લહેંગો પહેર્યો હતો. તેના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયા છે. હવે આ લહેંગાની કિંમતને લઈને બજાર ગરમ છે.

Shanaya Kapoor યેલો લહેંગામાં લાગી ખુબજ સ્ટનિંગ, કિમત જાણીને ઉડી જશે હોશ
Shanaya Kapoor
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 7:10 PM
Share

બોલિવૂડ અભિનેતા સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર (Shanaya Kapoor) ઘણી વખત પોતાની અદભૂત ફેશન સેન્સ માટે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. શનાયા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે, તે ઘણીવાર તેના ફોટા અને વીડિયો શેર કરે છે. તાજેતરમાં, શનાયાએ તેના ઇન્સ્ટાગ્રામ પર પીળા રંગનો લહેંગા પહેરેલી કેટલીક તસ્વીરો શેર કરી છે. આ તસ્વીરોમાં શનાયા ખૂબ જ સુંદર લાગી રહી છે.

શનાયાએ પીળા રંગના પોલકા ડોટ લેહેંગા પહેર્યો છે. આ લહેંગાની ચોલીમાં ભરતકામ ખૂબ કરવામાં આવ્યું છે. આ સાથે, ઓર્ગેન્ઝા દુપટ્ટો કૈરી કર્યો છે. તેના દેખાવને સિંપલ રાખીને, શનાયાએ લહેંગા સાથે ઝુમકા કૈરી કર્યા છે. આ દરમિયાન, તેણે મિનમલ મેકઅપ રાખીને લાઇટ શેડ ઓરેન્જ લિપસ્ટિક, પિંક બ્લશ, ગાલોને હાઈલાઈટ કરતા આંખોને બોલ્ડ લુક આપ્યો છે. શનાયાએ કેમેરા માટે શાનદાર પોઝ આપ્યા છે. તેના ફોટોઝ સોશિયલ મીડિયા પર છવાયેલા છે.

શનાયાની લહેંગાને પ્રખ્યાત ડિઝાઇનર અર્પિતા મેહતાએ ડિઝાઇન કરી છે. ડિઝાઈનરની સત્તાવાર વેબસાઈટ મુજબ, આ લહેંગાની કિંમત 78 હજાર રૂપિયા છે. જો તમે આ લહેંગા ખરીદવા માંગતા હો, તો તમે તેને સત્તાવાર વેબસાઇટ પર જોઈ શકો છો. શનાયા તેની બહેન રિયા કપૂરના લગ્નમાં જોવા મળી હતી. ચાહકોને તેનો અદભૂત લુક પસંદ આવ્યો છે. શનાયાએ તેની સૌથી સારી મિત્ર અનન્યા પાંડે, સુહાના ખાન અને બહેનો સાથે ઘણી પોઝ આપી છે.

તમને જણાવી દઈએ કે અભિનેતા અનિલ કપૂરની નાની પુત્રી રિયા કપૂરે શનિવારે તેના બોયફ્રેન્ડ કરણ બુલાની સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નમાં નજીકના મિત્રો અને પરિવારના સભ્યોએ હાજરી આપી હતી. શનાયા ટૂંક સમયમાં જ ધર્મા પ્રોડક્શન્સનાં બેનર હેઠળ તેનું ડેબ્યું કરવા જઈ રહી છે. તેની જાહેરાત ખુદ કરણ જોહરે કરી હતી. આવી સ્થિતિમાં, આ સ્ટાઇલિશ ડિવાના ડેબ્યુની રાહ તેના ચાહકો આતુરતાથી જોઈ રહ્યા છે. આ સિવાય શનાયા કપૂરે જ્હાનવી કપૂરની ફિલ્મ ‘ગુંજન સક્સેના’માં સહાયક દિગ્દર્શક તરીકે પણ કામ કર્યું છે.

આ પણ વાંચો :- Kareena Kapoor એ માલદીવમાં ઉજવ્યો સૈફ અલી ખાનનો જન્મદિવસ, તૈમુર અને જહાંગીર આ સ્ટાઇલમાં દેખાયા

આ પણ વાંચો :- Good News: સૈફ અલી ખાનના ચાહકોને મળી અનોખી ભેટ, સપ્ટેમ્બરની આ તારીખે OTT પર રિલીઝ થશે ‘ભૂત પોલીસ’

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">