AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Good News: સૈફ અલી ખાનના ચાહકોને મળી અનોખી ભેટ, સપ્ટેમ્બરની આ તારીખે OTT પર રિલીઝ થશે ‘ભૂત પોલીસ’

સૈફ અલી ખાન આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે, એવામાં આ ખાસ દિવસે અભિનેતાની આગામી ફિલ્મ ભૂત પોલીસની રિલીઝની જાહેરાત કરવામાં આવી છે.

Good News: સૈફ અલી ખાનના ચાહકોને મળી અનોખી ભેટ, સપ્ટેમ્બરની આ તારીખે OTT પર રિલીઝ થશે 'ભૂત પોલીસ'
Saif Ali Khan (Bhoot Police)
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 4:41 PM
Share

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન (Saif Ali Khan) વર્ષોથી ચાહકોના દિલ પર રાજ કરી રહ્યા છે. સૈફ એક એવા અભિનેતા છે જેમણે વિવિધ પ્રકારની ફિલ્મો કરીને ચાહકોમાં પ્રભુત્વ જમાવ્યું છે. આજે સૈફ અલી ખાન પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ સ્થિતિમાં અભિનેતાના ચાહકોને આ ખાસ દિવસે એક અનોખી ભેટ મળી છે. હવે સૈફની આગામી ફિલ્મ ભૂત પોલીસ (Bhoot Police) ની રિલીઝ તારીખ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી છે.

સૈફ અલી ખાન અને અર્જુન કપૂર અભિનીત ‘ભૂત પોલીસ’ ના ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે. હવે આખરે સૈફના જન્મદિવસ નિમિત્તે મેકર્સે સ્પષ્ટ કર્યું છે કે ફિલ્મ OTT પર રિલીઝ થવા જઈ રહી છે.

જાણો ક્યારે રિલીઝ થશે ભૂત પોલીસ

તમને જણાવી દઈએ કે ફિલ્મ વિવેચક તરણ આદર્શે એક પોસ્ટમાં સ્પષ્ટ કર્યું છે કે ફિલ્મનું ટ્રેલર બે દિવસ પછી રિલીઝ થવા જઈ રહ્યું છે. હા, સૈફ અને અર્જુન અભિનીત ફિલ્મ ભૂત પોલીસનું ટ્રેલર 18 ઓગસ્ટના રોજ ચાહકોની સામે રજૂ કરવામાં આવશે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન, અર્જુન કપૂર (Arjun Kapoor), જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez), યામી ગૌતમ (Yami Gautam), જાવેદ જાફરી (Jaaved Jaaferi) મુખ્ય ભૂમિકામાં દેખાવા જઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે ભૂત પોલીસ પવન કૃપલાની (Pawan Kripalani) ના નિર્દેશનમાં બની રહી છે. આ ખાસ ફિલ્મ 17 સપ્ટેમ્બરે ડિઝની હોટસ્ટાર પર રિલીઝ થશે. ભૂત પોલીસને રમેશ તોરાની પ્રોડ્યુસ કરી રહ્યા છે. હવે તે સત્તાવાર રીતે સ્પષ્ટ છે કે ફિલ્મ થિયેટરોને બદલે OTT પર રિલીઝ થઈ રહી છે.

View this post on Instagram

A post shared by Taran Adarsh (@taranadarsh)

ફિલ્મનું એક ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે, જેમાં બેકગ્રાઉન્ડમાં એક ગીત અલગ રીતે વાગતું સંભળાય રહ્યું છે. આ સાથે સૈફ અલી ખાન અને અર્જુન કપૂર વિચિત્ર કારમાં બેઠેલા જોવા મળે છે. આ દરમિયાન બંને સ્ટાર્સ એક અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે.

ફિલ્મની રિલીઝ ડેટ બહાર આવતા ચાહકોમાં ખુશીની લહેર છે. હવે ચાહકો આતુરતાથી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ એક હોરર કોમેડી ફિલ્મ છે. લગ્ન પછી પ્રથમ વખત યામી કોઈ ફિલ્મમાં દેખાવા જઈ રહી છે. ફિલ્મના તમામ સ્ટાર્સનો ફર્સ્ટ લુક ઘણા સમય પહેલા બહાર થઈ ચુક્યો છે.

આ પણ વાંચો :- તૈમુર અને જહાંગીરને ફિલ્મી દુનિયાથી અલગ રાખવા માંગે છે Kareena Kapoor Khan, નહીં બનાવે અભિનેતા

આ પણ વાંચો :- એક્સ બોયફ્રેન્ડ Sidharth Malhotra વિશે આલિયા ભટ્ટે કરી ખાસ પોસ્ટ, છુટા પડ્યા પછી પણ કર્યા વખાણ

Follow Us
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
ટેલેન્ટને નથી હોતી ઉંમરની સીમા! 11 વર્ષના બાળકની ગાયકીનો વીડિયો Viral
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
માંડલ તાલુકામાં મેઘતાંડવ, અનેક ગામોમાં જળબંબાકારથી લોકોને ભારે હાલાકી
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
ગુજરાતમાં બસ સ્ટેન્ડ સળગાવવા અને પથ્થરમારો કરવાની ઓડિયો ક્લિપ વાયરલ
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
NEET થી લઈને JNU સુધી કેમ ભટકી રહ્યા છે વિદ્યાર્થીઓના મુદ્દા?
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
5 ઈંચ વરસાદે વિનાશ વેર્યો, બ્રિજના 2 કટકા થયા, જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
નવસારીમાં પૂર પછી વિનાશના ભયાવહ દ્રશ્યો - જુઓ Video
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાણંદ-વિરમગામ હાઈવે કરાયો બંધ, રસ્તો બંધ થતા 20 કિમી લાંબો ટ્રાફિકજામ
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
સાયણમાં જળબંબાકારની સ્થિતિ, જુઓ Video
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
મુસાફરો ભરેલી ST બસ વરસાદી પાણીના પ્રવાહમાં તણાઈ
g clip-path="url(#clip0_868_265)">