કામ પર પાછા ફરવાની તૈયારી કરી રહ્યા છે Shah Rukh Khan, ફોટો શેર કરતા કહ્યું ‘દાઢી કાપવાનો સમય આવી ગયો’

શાહરૂખ ખાન સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે સંપર્કમાં રહે છે. શાહરૂખ ખાસ પ્રસંગોએ પોતાના ચાહકો સાથે ઘણા સારા સમાચારો શેર કરતા રહે છે.

કામ પર પાછા ફરવાની તૈયારી કરી રહ્યા છે Shah Rukh Khan, ફોટો શેર કરતા કહ્યું 'દાઢી કાપવાનો સમય આવી ગયો'
Shah Rukh Khan
Follow Us:
Hiren Buddhdev
| Edited By: | Updated on: Jun 12, 2021 | 8:17 PM

બોલિવૂડના ‘કિંગ’ કહેવાતા શાહરૂખ ખાનને મોટા પડદે જોવા ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. શાહરૂખ ખાન છેલ્લે વર્ષ 2018માં આવેલી ફિલ્મ ‘ઝીરો’માં જોવા મળ્યા હતા. ત્યારબાદથી શાહરૂખ ન તો કોઈ ફિલ્મમાં દેખાયા છે અને ન કોઈ ફિલ્મની ઘોષણા કરી છે. પરંતુ હવે લાગે છે કે શાહરૂખ પોતે પણ સેટ પર જઈને શૂટિંગ કરવાની રાહ જોઈ શકતા નથી. તેથી જ તેમણે પોતાના ચાહકોને સારા સમાચાર આપ્યા છે કે તે કામ પર જવાની તૈયારી કરી રહ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ખરેખર શાહરૂખ ખાન સોશિયલ મીડિયા દ્વારા પોતાના ચાહકો સાથે સંપર્કમાં રહે છે. શાહરૂખ ખાસ પ્રસંગોએ પોતાના ચાહકો સાથે ઘણા સારા સમાચારો શેર કરતા રહે છે. હવે તાજેતરમાં શાહરૂખે તેના ચાહકોને કહ્યું છે કે તે ટૂંક સમયમાં કામ પર પાછા ફરવાની તૈયારી કરી રહ્યા છે.

મુંબઈમાં લોકડાઉન થવાને કારણે ફિલ્મ્સનું શૂટિંગ બંધ કરાયું હતું. પરંતુ હવે ધીરે ધીરે બધું સામાન્ય સ્થિતિમાં આવી રહ્યું છે તો આવી સ્થિતિમાં સ્ટાર્સ પણ ફિલ્મ્સના સેટ પર જવા માટે સંપૂર્ણ તૈયાર છે. તાજેતરમાં શાહરૂખ ખાને પોતાના ઓફિશિયલ ટ્વીટર એકાઉન્ટ દ્વારા એક તસ્વીર શેર કરી છે.

આ તસ્વીર શેર કરતા શાહરૂખે કેપ્શનમાં લખ્યું છે કે ‘તેઓ કહે છે કે સમયને દિવસ, મહિના અને દાઢી દ્વારા માપવામાં આવે છે. મને લાગે છે કે સમય આવી ગયો છે ટ્રિમ કરવાનો અને કામ પર પાછા ફરવાનો છે. તે બધાને શુભેચ્છાઓ કે જેઓ અમુક અંશે સામાન્યતામાં પાછા ફર્યા છે. સલામત અને સ્વસ્થ દિવસો અને આગળ કામ કરવાના મહિનાઓ. બધાને ખૂબ જ પ્રેમ’.

શાહરૂખની આ પોસ્ટ જોઈને તેમના ચાહકો ખૂબ ખુશ જોવા મળે છે. શાહરૂખના ચાહકો ઘણા સમયથી પરત આવવાની રાહ જોતા હતા. આવી સ્થિતિમાં તેમના પરત આવવાના સમાચાર સાંભળીને બધા લોકો ખૂબ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. શાહરૂખની આ પોસ્ટ પછી તેમનું નામ ટ્વીટર પર પણ ટ્રેન્ડ થવા લાગ્યું છે.

તમને જણાવી દઈએ કે શાહરૂખ ખાન ફિલ્મ ‘પઠાણ’ (Pathan)નું શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મમાં જોન અબ્રાહમ (John Abraham) અને દીપિકા પદુકોણ (Deepika Padukone) પણ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મની જાહેરાત બાદથી શૂટિંગ અટક્યું છે. આનું કારણ રોગચાળોનો ફેલાવો છે.

તાજેતરમાં શાહરૂખ ખાનનો એક વીડિયો લીક થયો હતો. જેમાં તે એક્શન સીન્સ કરતી જોવા મળ્યા હતા. શાહરૂખ ખાનના ચાહકો તેમને એક્શન સીન્સ કરતા જોઈ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા હતા. નોંધપાત્ર વાત એ છે કે શાહરૂખ ખાન છેલ્લે ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યા હતા. ડિસેમ્બર 2018માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં તેમના સિવાય કેટરીના કૈફ (Katrina Kaif) અને અનુષ્કા શર્મા (Anushka Sharma) પણ મહત્વની ભૂમિકામાં હતાં.

ત્યારબાદ તેમની કોઈ પણ ફિલ્મની ઘોષણા કરવામાં આવી નથી. હવે તે પઠાણ ફિલ્મમાં જોવા મળશે. આ સાથે જ એવા સમાચાર પણ મળી રહ્યા છે કે શાહરૂખ ખાનની આ ફિલ્મમાં સલમાન ખાન (Salman Khan) પણ કેમિયો કરતા જોવા મળશે. આ સિવાય તે રાજકુમાર હિરાણી સાથે પણ કામ કરી રહ્યા છે.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">