Kaun Banega Crorepatiની સિઝન 13 થશે શરૂ, શોનું ફોર્મેટ હશે કંઈક આવું

|

Mar 31, 2021 | 6:36 PM

કૌન બનેગા કરોડપતિની (Kaun Banega Crorepati) 12મી સિઝન બાદ જલ્દી જ સોની ટીવી પર કૌન બનેગા કરોડપતિની સિઝન 13 શરૂ થવા જઈ રહી છે. કોરોના મહામારીને કારણે 12મી સિઝન જુલાઈની બદલે સપ્ટેમ્બરમાં શરૂ થઈ હતી.

Kaun Banega Crorepatiની સિઝન 13 થશે શરૂ, શોનું ફોર્મેટ હશે કંઈક આવું
કૌન બનેગા કરોડપતિ

Follow us on

કૌન બનેગા કરોડપતિની (Kaun Banega Crorepati) 12મી સિઝન બાદ જલ્દી જ સોની ટીવી પર કૌન બનેગા કરોડપતિની સિઝન 13 શરૂ થવા જઈ રહી છે. કોરોના મહામારીને કારણે 12મી સિઝન જુલાઈની બદલે સપ્ટેમ્બરમાં શરૂ થઈ હતી. પરંતુ કૌન બનેગા કરોડપતિની 13મી સિઝન આવતા 2 મહિનામાં જ શરૂ થઈ જશે. થોડા દિવસ પહેલા એ પણ ખબર આવી હતી કે, કપિલ શર્માની નવી સિઝન પણ શરૂ થવાની ખબર આવી હતી. હવે કપિલ શર્મા શો બાદ કૌન બનેગા કરોડપતિ 13 ઓગસ્ટ મહિનામાં જ ઓન એર થઈ શકે છે.

 

 

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

કેબીસીના હોસ્ટ અને બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની તાજેતરમાં આંખની સર્જરી કરવામાં આવી હતી. અમિતાભ બચ્ચન સ્વસ્થ થતાં જ કેબીસીની ટીમ શોની તૈયારી શરૂ કરશે. શો મેકર્સ આ વખતે ગેમ શો શરૂ કરવામાં મોડું કરવા માંગતા નથી. શો શરૂ થતાંના એક મહિના પહેલા શૂટિંગ શરૂ કરવામાં આવશે. બિગ બી એટલે કે અમિતાભ બચ્ચન રજિસ્ટ્રેશનની ઘોષણા કરવા જઈ રહ્યા છે. આ શોની જાતે જ જાહેરાત કરશે. કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે શોનું ફોર્મેટ કોરોનાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવશે.

 

નોંધનીય છે કે કોરોનાની મહામારીને કારણે કૌન બનેગા કરોડપતિની 12મી સિઝનમાં લાઈવ ઓડિયન્સ નહતા. ઓડિયન્સ પોલને બદલે વીડિયો કોલ આ ફ્રેન્ડ લાઈફલાઈન આપવામાં આવી હતી. પરંતુ 12મી સિઝનની જેમ 13મી સિઝનમાં પણ 13 સવાલ હતા, જેનો જવાબ આપીને સ્પર્ધક 7 કરોડ રૂપિયાની રકમ જીતીને કરોડપતિ બની શકે છે.

 

કેબીસીની જેમ કપિલ શર્મા પણ શોના વાપસીને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તાજેતરમાં સલમાન ખાનની ટીમે આ વાતની પુષ્ટિ કરી છે. SKTVના CEO નદીમ કોશિયારીએ કહ્યું, “જ્યારે કપિલ શર્મા અને બાકીની આશ્ચર્યજનક સ્ટાર કાસ્ટ દેશભરમાં જાણીતું અને લોકપ્રિય નામ છે. દરરોજ પ્રેક્ષકોને કંઈક નવું અને આકર્ષક આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

 

આ પણ વાંચો: ફિલ્મ HeraPheriના થયા 21 વર્ષ પૂર્ણ, સોશિયલ મીડિયા પર લોકોએ બનાવ્યા જોરદાર Memes

Next Article