Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sara Ali Khan News: સારા અલી ખાનને લાગતુ હતુ કે તેની મમ્મી પોર્ન સાઇટ ચલાવે છે, જાણો કેમ થઇ આટલી મોટી ગેરસમજ

એક ઈન્ટરવ્યુ દરમિયાન સારા અલી ખાને જણાવ્યું કે તે તેના માતા-પિતાની ફિલ્મો જોયા પછી તે શું વિચારતી હતી. ખાસ કરીને સૈફની 'ઓમકારા' અને અમૃતા સિંહની 'કલયુગ' જોયા પછી, તેને ઘણી વસ્તુઓની ગેરસમજ થઈ હતી.

Sara Ali Khan News: સારા અલી ખાનને લાગતુ હતુ કે તેની મમ્મી પોર્ન સાઇટ ચલાવે છે, જાણો કેમ થઇ આટલી મોટી ગેરસમજ
Sara Ali Khan thought her mom was running a porn site,
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 6:13 PM

સારા અલી ખાન (Sara Ali Khan) બોલિવૂડની (Bollywood) લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે. સારાએ પોતાની સ્ટાઈલથી ચાહકોનું દિલ જીતી લીધું છે. તેના માતા અને પિતા બંને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે. અભિનેત્રી બાળપણથી જ બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના લોકોમાં સામેલ છે. વાસ્તવમાં તેના માતા અને પિતા બંને અભિનેતા છે. સારાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના માતા-પિતા વિશે ઘણી વાતો કહી. તેણે કહ્યું કે તે તેના માતાપિતાની ફિલ્મો જોયા પછી શું વિચારતી હતી. આ સાથે તેણે પોતાના જીવનની મૂંઝવણ વિશે પણ વાત કરી છે.

એક ઈન્ટરવ્યુ દરમિયાન સારા અલી ખાને જણાવ્યું કે તે તેના માતા-પિતાની ફિલ્મો જોયા પછી તે શું વિચારતી હતી. ખાસ કરીને સૈફની ‘ઓમકારા’ અને અમૃતા સિંહની ‘કલયુગ’ જોયા પછી, તેને ઘણી વસ્તુઓની ગેરસમજ થઈ હતી. બંનેના નેગેટિવ કેરેક્ટર જોઈને સારાને ગેરસમજ થઈ ગઈ હતી. સારાએ કીધુ કે જ્યારે તે નાની હતી ત્યારે સૈફની ‘ઓમકારા’ જોઈને તેને લાગ્યું કે સૈફ અલી ખાન આ જ ભાષાનો ઉપયોગ કરે છે. બીજી તરફ અમૃતાની ‘કલયુગ’ જોઈને સારાને લાગ્યું કે તેની માતા પોર્ન સાઈટ ચલાવે છે.

સારા અલી ખાને ઈન્ટરવ્યુમાં કહ્યું હતુ કે, ‘મને યાદ છે કે મેં 2005માં ‘કલયુગ’ અને 2006માં ‘ઓમકારા’ જોઈ હતી. મારા માતા-પિતા કેટલા ખરાબ છે તે જોઈને હું ખૂબ નારાજ હતી. હું બહુ નાની હતી અને મને લાગ્યું કે મારા પિતા આવી ગંદી ભાષા બોલે છે અને માતા પોર્ન સાઇટ ચલાવે છે. તે મજાક ન હતી. જ્યારે બંનેને એક જ વર્ષે નેગેટિવ રોલમાં બેસ્ટ એક્ટર માટે નોમિનેશન મળ્યું ત્યારે મેં વિચાર્યું કે આ શું છે?’

IPLના ઈતિહાસમાં કઈ ટીમ સૌથી વધારે મેચ હારી જાણો?
બે પત્નીઓનો પતિ હવે ગર્લફ્રેન્ડ સાથે થયો રોમેન્ટિક! બધા વચ્ચે પકડી લીધો હાથ
બોલિવુડથી દુર છે અમિતાભ બચ્ચનની દીકરી, જુઓ ફોટો
તમારો EPFO ​​પાસવર્ડ ભૂલી ગયા છો? ચિંતા ના કરો... આ રીતે તેનો ઉકેલ લાવો
Jio ફ્રીમાં આપી રહ્યું IPL જોવાનો મોકો ! લોન્ચ કરી અનલિમિટેડ ઓફર
મની પ્લાન્ટનું અચાનક સુકાઈ જવું કઈ વાતનો સંકેત આપે છે? આ જાણી લેજો

સૈફ અલી ખાને વર્ષ 2006માં રિલીઝ થયેલી ‘ઓમકારા’માં લંગડા ત્યાગીની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં અજય દેવગન, કરીના કપૂર, કોંકણા સેન શર્મા અને વિવેક ઓબેરોય મુખ્ય ભૂમિકામાં હતા. વર્ષ 2005માં રિલીઝ થયેલી ‘કલયુગ’માં કુણાલ ખેમુ લીડ રોલમાં હતો. આ ફિલ્મમાં અમૃતા સિંહ અને ઈમરાન હાશ્મી મુખ્ય ભૂમિકામાં હતા. તમને જણાવી દઈએ કે, સૈફ અલી ખાન અમૃતા સિંહના ઘણા સમય પહેલા છૂટાછેડા થયા છે. બીજી તરફ સૈફ અલી ખાન હવે કરીના કપુર સાથે તેની ખુશીની પળો વિતાવી રહ્યો છે.

આ પણ વાંચો –

દિલ્હીમાં થશે ભાજપની ‘મહાબેઠક’, PM મોદી સહિત અનેક કેબિનેટ મંત્રીઓ સામેલ થશે, 300 નેતાઓ રહેશે હાજર, આ છે બેઠકનો એજન્ડા

આ પણ વાંચો –

Jai Bhim Controversy: હિન્દી બોલનારને પ્રકાશ રાજે મારી થપ્પડ, સોશિયલ મીડિયા પર ગુસ્સે થયા યૂઝર્સ

g clip-path="url(#clip0_868_265)">