આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા પછી રણબીર કપૂર કામ પર પરત, પાપારાઝીઓએ તેને ‘હેપ્પી મેરેજ’ની શુભેચ્છાઓ આપી

Alia & Ranbir Wedding : રણબીર કપૂર ટૂંક સમયમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) સાથે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળશે. આ બંનેની એકસાથે પહેલી ફિલ્મ છે. આ ફિલ્મને અયાન મુખર્જીએ ડિરેક્ટ કરી છે.

આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા પછી રણબીર કપૂર કામ પર પરત, પાપારાઝીઓએ તેને 'હેપ્પી મેરેજ'ની શુભેચ્છાઓ આપી
Alia Bhatt & Ranbir Kapoor (File Photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 6:30 PM

અભિનેતા રણબીર કપૂર (Ranbir Kapoor) તેના લગ્નના બે દિવસ બાદ જ કામ પર પરત ફર્યો છે. અભિનેતાએ ગુરુવારે આલિયા ભટ્ટ (Alia Bhatt) સાથે તેના બાંદ્રા સ્થિત ઘરે લગ્ન કર્યા હતા. આજે સવારે, તે કામ પર પાછો જોવા મળ્યો હતો. આ સમયે, પાપારાઝીઓ તેની તસવીરો ક્લિક કરવા અને તેને શુભેચ્છાઓ પાઠવવા માટે ઉમટી પડયા હતા. પાપારાઝીઓએ રણબીરને મુંબઈ ખાતે (Mumbai) અંધેરીમાં તેની કારમાંથી બહાર નીકળતા તસવીરો ક્લિક કરી હતી. તેણે બ્લુ પ્લેઈડ શર્ટ અને બેઈજ કલરનું પેન્ટ પહેર્યું હતું. તેણે બ્લેક કેપ અને ફેસ માસ્ક પણ પહેર્યો હતો.

રણબીરનો આ કેઝયુઅલ લૂક અત્યારે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ (Viral Video) થઇ રહ્યો છે. રણબીર કપૂરનું વર્ક ડેડિકેશન જોઈને અનેક લોકો તેના વખાણ કરી રહયા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રણબીર અને આલિયા લગ્ન પહેલા લગભગ 5 વર્ષ સુધી એકબીજાને ડેટ કરતા હતા. રણબીરની પિતરાઈ બહેનો કરીના કપૂર, કરિશ્મા કપૂર, બહેન રિદ્ધિમા કપૂર સાહની, માતા નીતુ કપૂર, સૈફ અલી ખાન, ભરત સાહની, આલિયાની માતા સોની રાઝદાન, પિતા મહેશ ભટ્ટ, બહેન શાહીન ભટ્ટની હાજરીમાં તેમના લગ્ન એક ખુબ પ્રાઇવેટ સેરેમનીમાં પૂર્ણ થયા હતા. જેમાં, પૂજા ભટ્ટ અને માત્ર ઘણા નજીકના પરિવારજનો અને મિત્રોએ હાજરી આપી હતી. આ લગ્નમાં ફિલ્મ નિર્માતા કરણ જોહર અને અયાન મુખર્જી પણ સામેલ થયા હતા.

રણબીર કપૂર લગ્ન પછી કામ પર પરત ફર્યો

તેમના લગ્ન પછી, આલિયાએ ઇન્સ્ટાગ્રામ પર તેમના સ્વાગત સમારંભની તસવીરો શેર કરી છે અને તેને કેપ્શન આપ્યું કે, “આજે, પરિવાર અને મિત્રોથી ઘેરાયેલા, ઘરે… અમારા મનપસંદ સ્થાન પર, બાલ્કનીમાં જ્યાં અમે અમારા સંબંધોના છેલ્લા 5 વર્ષ વિતાવ્યા હતા, તે છે. જ્યાં અમે લગ્ન કર્યા. અમારી પાછળ પહેલેથી જ ઘણું બધું છે, અમે સાથે મળીને વધુ યાદો બનાવવા માટે રાહ જોઈ શકતા નથી… પ્રેમ, હાસ્ય, મૌન, મૂવી નાઈટ્સ, રેડ વાઇન, હેપ્પી અને સુગર બાઇટ્સથી ભરેલી યાદો. અમારા જીવનના આ ખૂબ જ મહત્વપૂર્ણ સમય દરમિયાન બધાના પ્રેમ અને શુભેચ્છાઓ માટે આભાર. તેણે આ ક્ષણને વધુ ખાસ બનાવી છે. લવ, રણબીર અને આલિયા…”

આ પછી આલિયા ભટ્ટ અને રણબીર કપૂર તેમના ઘરની બહાર નીકળ્યા અને તેમના ઘરની બહાર એકઠા થયેલા મીડિયા હાઉસીસ માટે ક્યૂટ પોઝ આપ્યા હતા. ત્યારબાદ રણબીર આલિયાને ખોળામાં લઈને અંદર જતો જોઈ શકાય છે.

રણબીર કપૂરનો લેટેસ્ટ વીડિયો જુઓ

આ પણ વાંચો – ભારતી સિંહે નીતુ કપૂરને કુકર કર્યું ગિફ્ટ, આલિયા ભટ્ટની સાસુએ આપ્યો આવો જવાબ

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

g clip-path="url(#clip0_868_265)">