ભારતી સિંહે નીતુ કપૂરને કુકર કર્યું ગિફ્ટ, આલિયા ભટ્ટની સાસુએ આપ્યો આવો જવાબ

'હુનરબાઝ-દેશ કી શાન'ના (Hunarbaaz- Desh ki Shaan) ગ્રાન્ડ ફિનાલેના પહેલા શોનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. આમાં ભારતી (Bharti Singh) કહે છે કે, તે રણબીર-આલિયા માટે (Ranbir-Alia) નીતુ કપૂરને (Neetu Kapoor) ગિફ્ટ આપવા માંગે છે. નીતુ કપૂર ગિફ્ટ ખોલીને આશ્ચર્યચકિત થઈ જાય છે.

ભારતી સિંહે નીતુ કપૂરને કુકર કર્યું ગિફ્ટ, આલિયા ભટ્ટની સાસુએ આપ્યો આવો જવાબ
bharati gifts neetu kapoor pressure cooker
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2022 | 11:06 AM

‘હુનરબાઝ-દેશ કી શાન’ના (Hunarbaaz- Desh ki Shaan) ગ્રાન્ડ ફિનાલેમાં નીતુ કપૂર (Neetu Kapoor) તેની વહુ આલિયા ભટ્ટ (Alia Bhatt)ની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ના ગીત ‘ઢોલિડા’ પર ડાન્સ કરતી જોવા મળશે. શોના એક વીડિયોમાં શોની હોસ્ટ ભારતી સિંહ નીતુ કપૂરને એક અનોખી ભેટ આપતી જોવા મળે છે. તેમજ, ભારતી તેમને કહે છે કે, આલિયા ભટ્ટને રસોડામાં તેની જરૂર પડશે. ખરેખર, શોએ એપિસોડનો પ્રોમો ઈન્સ્ટાગ્રામ પર શેયર કર્યો છે. જેમાં ઘણી ફની પળો જોવા મળી રહી છે.

શોના એક પ્રોમોમાં નીતુ કપૂર (Neetu Kapoor) આલિયા ભટ્ટના ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. કરણ જોહર, પરિણીતી ચોપરા, મિથુન ચક્રવર્તી આ શોના જજ છે. બીજા વીડિયોમાં ભારતી રણબીર-આલિયા (Ranbir-Alia Wedding)ને અભિનંદન આપતી જોવા મળે છે અને એમ પણ કહ્યું હતું કે, તે લગ્નમાં હાજરી આપી શકી નથી. કારણ કે તે તાજેતરમાં માતા બની છે. આના જવાબમાં નીતુ કપૂરે કહ્યું- ‘અમે તમને ખૂબ મિસ કર્યું’. ભારતી વધુમાં કહે છે કે, તે રણબીર-આલિયા માટે નીતુ કપૂરને ભેટ આપવા માંગે છે.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ભારતીએ આપી હતી ભેટ

ગિફ્ટ ખોલીને નીતુ કપૂર આશ્ચર્યચકિત થઈ ગઈ અને કહે છે- ‘પ્રેશર કૂકર? હું આ મારી વહુને આપીશ. તે રસોડામાં ખૂબ ઉપયોગી થશે.’ ભારતી આગળ કહે છે, ‘અમે લગ્નની તસવીરો જોઈ. રણબીર કપૂર કેટલો પાતળો દેખાય છે? અમે ઈચ્છીએ છીએ કે, આલિયા તેમના માટે ભોજન બનાવે. નીતુ કપૂર પણ હસીને કહે છે- ‘તમે લોકો કેટલું વિચારો છો’. આલિયા ભટ્ટે લગ્નના તરત જ 14 એપ્રિલના રોજ ઈન્સ્ટાગ્રામ પર લગ્નની પહેલી તસવીરો શેયર કરી હતી.

શનિવારે લગ્નની હતી પાર્ટી

શનિવારે આ કપલે લગ્નની પાર્ટી પણ રાખી હતી. જેમાં બોલિવૂડના ઘણા સેલેબ્સ આવ્યા હતા. શાહરૂખ ખાન, ગૌરી ખાન, અર્જુન કપૂર, મલાઈકા અરોરા, આદિત્ય રોય કપૂર, અયાન મુખર્જી અને કપૂર પરિવાર સહિત ઘણા લોકો ત્યાં હાજર હતા.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-

આ પણ વાંચો:  Mai Review : ‘માઈ’ વેબ સીરીઝમાં સુપર હીરો તરીકેનું પાત્ર ભજવી રહી છે સાક્ષી તંવર’, વાંચો સસ્પેન્સ થ્રિલરનું સંપૂર્ણ રિવ્યુ

આ પણ વાંચો:  Neetu Kapoor Birthday Photos: કપૂર પરિવારે મનાવ્યો નીતુ કપૂરનો જન્મ દિવસ, જાણો કોણ આવ્યું ‘ખાસ’ મહેમાન

g clip-path="url(#clip0_868_265)">