Alia Bhatt Wedding: ‘મારી દીકરી જેવી છે…’, આલિયાની વિદાયમાં ડ્રાઈવર સુધીના લોકોના આંસુ છલકાયા, અભિનેત્રી સાથે છે નાનપણથી લગાવ
લગ્નમાં સામેલ થયેલા તમામ લોકોએ આલિયા અને રણબીર (Alia-Ranbir Wedding Ceremony) પ્રત્યે પોતાનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરી હતી. જ્યારે આલિયાના પિતા મહેશ ભટ્ટની ભાવનાત્મક તસવીરો સામે આવી હતી, ત્યારે આલિયાનો ડ્રાઈવર અભિનેત્રીના લગ્નમાં ભાવુક થઈ ગયો હતો.
રણબીર કપૂર (Ranbir Kapoor) અને આલિયા ભટ્ટના (Alia Bhatt) સપનાપૂર્ણ લગ્ન જોઈને ચાહકો ખૂબ જ ખુશ છે. બોલિવૂડના આ નવા પાવર કપલ (Alia Ranbir Power Couple)ની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. દરમિયાન આ લગ્નમાં સામેલ થયેલા તમામ લોકોએ આલિયા અને રણબીર (Alia-Ranbir Wedding Ceremony) પ્રત્યે પોતાનો પ્રેમ અને લાગણી વ્યક્ત કરી હતી. જ્યારે આલિયાના પિતા મહેશ ભટ્ટની ભાવનાત્મક તસવીરો સામે આવી હતી, ત્યારે આલિયાનો ડ્રાઈવર અભિનેત્રીના લગ્નમાં ભાવુક થઈ ગયો હતો. આ દરમિયાન ઘણા લોકોએ આલિયાના લગ્ન વિશે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. આ દરમિયાન આલિયાના ડ્રાઈવર સુનીલ તાલેકરે પણ એક પોસ્ટ શેયર કરી હતી.
આલિયાના ડ્રાઈવરે પોતાની લાગણી કરી વ્યક્ત
તેણે સોશિયલ મીડિયા પર પણ આલિયા માટે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. મીડિયા અહેવાલ મુજબ તેણે કહ્યું- ‘આલિયા 5 વર્ષની હતી ત્યારથી હું ભટ્ટ પરિવાર સાથે છું. આલિયાને પહેલીવાર સ્કૂલમાં લઈ જવાથી લઈને શૂટિંગ સેટ સુધી હું જ પહેલીવાર લઈને ગયો છું. આલિયા હંમેશા મારી જવાબદારી રહી છે. તે મારી બાળકી જેવી છે. આલિયાને બ્રાઈડલ ડ્રેસમાં જોઈને હું ખૂબ જ ઈમોશનલ થઈ ગયો હતો. જ્યારે તે દુલ્હન બનીને બહાર આવી ત્યારે હું કંઈ બોલી શક્યો નહીં. મેં એટલું જ કહ્યું કે તું બહુ સુંદર લાગે છે. ત્યારે આલિયાએ મને સ્માઈલ આપી અને કહ્યું, આભાર સુનીલ.
આલિયાની મોટી બહેન પૂજાએ શેયર કરી છે આ તસવીરો
View this post on Instagram
નાની આલિયાને મોટી થતી જોઈ છે – સુનીલ
સુનીલે આ દરમિયાન એ પણ જણાવ્યું કે કેવી રીતે તે નાની આલિયાને ઘરેથી સ્કૂલ અને પછી સ્કૂલથી ઘરે લાવતો હતો. તેણે કહ્યું- હું 1998થી આલિયાના ઘરે કામ કરું છું. જ્યારે હું આલિયાને પહેલીવાર મળ્યો, ત્યારે તે લગભગ 5 વર્ષની હશે. તે મારી જવાબદારી બની ગઈ હતી. મારે આલિયાને ઘરેથી શાળાએ લઈ જવી હતી. મને યાદ છે કે તેના પહેલા શૂટ વખતે હું પણ તેની સાથે હતો. મેં આલિયાને નાનીથી મોટી થતી જોઈ છે. હવે આલિયા પરણિત છે. ભટ્ટ પરિવાર મારી સાથે પોતાના પરિવારની જેમ વર્તે છે. મને લગ્નોમાં જવાનું ગમે છે. આલિયાને આ રીતે જોવી મારા માટે ખૂબ જ ભાવુક પરિસ્થિતિ હતી. મને લાગ્યું કે મારી પોતાની દીકરીના લગ્ન થઈ રહ્યા છે.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો-
આ પણ વાંચો: Wedding Bells : કરિશ્મા કપૂરના માથા પર પડી આલિયા ભટ્ટની કલિરા, અભિનેત્રી આનંદથી ઉછળી, ચાહકોએ કરી કમેન્ટ્સ