‘રામ તેરી ગંગા મૈલી’ ફેમ મંદાકિની ફિલ્મ જગતમાં ચમકવા ફરી તૈયાર, જુઓ અત્યારે કેવી દેખાય છે અભિનેત્રી

વર્ષ 2002 માં રિલીઝ થયેલી બંગાળી ફિલ્મ અમર-પ્રેમમાં બોલિવૂડની સુંદર અભિનેત્રી મંદાકિની છેલ્લે જોવા મળી હતી. જે બાદ હવે અહેવાલ મળ્યા છે કે અભિનેત્રી 19 વર્ષ પછી કમબેક કરવા તૈયાર છે.

'રામ તેરી ગંગા મૈલી' ફેમ મંદાકિની ફિલ્મ જગતમાં ચમકવા ફરી તૈયાર, જુઓ અત્યારે કેવી દેખાય છે અભિનેત્રી
Ram teri ganga maili fame actress mandakini is ready to come back in bollywood
TV9 GUJARATI

| Edited By: Gautam Prajapati

Jul 17, 2021 | 12:23 PM

ભલે વર્ષોથી તેની કોઈને ખબર નથી તેમ છતાં આજે પણ દરેક વ્યક્તિને બોલીવુડની અભિનેત્રી મંદાકિની (Mandakini) યાદ છે. તેની સુપરહિટ ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ (Ram teri ganga maili) આજે પણ દર્શકોને ખૂબ પસંદ આવે છે. 80 ના દાયકામાં બોલિવૂડમાં (Bollywood) પ્રવેશ કરનારી અભિનેત્રી મંદાકિની હજી પણ બોલિવૂડનું મોટું નામ છે. અભિનેત્રીએ તેની ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ દ્વારા બોલિવૂડમાં જોરદાર ડેબ્યૂ કર્યું હતું.

ફિલ્મ ‘રામ તેરી ગંગા મૈલી’ રાજ કપૂરે બનાવી હતી અને આ ફિલ્મમાં મંદાકિની સાથે રાજીવ કપૂર મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં અભિનેત્રીના વોટરફોલના દ્રશ્યની ચર્ચા આજે પણ થાય છે. અભિનેત્રીનું સાચું નામ યાસ્મિન જોસેફ છે પરંતુ તેણે ફિલ્મોમાં કામના અભાવને કારણે પોતાનું નામ બદલ્યું. આવી સ્થિતિમાં હવે એવા અહેવાલ મળ્યા છે કે અભિનેત્રી ખૂબ જ જલ્દીથી બોલિવૂડમાં કમબેક કરવા જઇ રહી છે.

મંદાકિની બહુ જલ્દી બોલીવુડની ફિલ્મોમાં જોવા મળશે. અભિનેત્રીના મેનેજરે જણાવ્યું છે કે અભિનેત્રી ખૂબ જલ્દી એક પ્રોજેક્ટમાં જોવા મળશે. મેનેજરે કહ્યું કે, ‘આ દિવસોમાં તે સતત સ્ક્રિપ્ટો વાંચી રહી છે. જેના કારણે તે નિશ્ચિતરૂપે કોઈકને કોઈક ફિલ્મમાં જોવા જરૂર મળશે. હાલના સમયમાં તે કદાચ એક સારી મુખ્ય ભૂમિકાની શોધમાં છે. મંદાકિનીનો ભાઈ ભાનુ ઈચ્છે છે કે તે ફરી એકવાર અભિનયમાં જોરદાર કમબેક કરે.’

મંદાકિનીએ બોલિવૂડના મજબૂત દિગ્દર્શક રાજ કપૂર સાથે ફિલ્મ ‘રામ તેરી ગંગા મેલી’ માં માત્ર 22 વર્ષની ઉંમરે કામ કર્યું હતું. આ ફિલ્મ પછી, અભિનેત્રીએ કદી પાછું વળીને જોયું નહીં. તેણે તે સમયના પ્રખ્યાત કલાકારો સાથે મોટી ફિલ્મોમાં કામ કર્યું અને ખૂબ જ ટૂંક સમયમાં પોતાનું નામ બનાવ્યું.

અભિનેત્રીને ઘણી ફિલ્મોમાં અર્ધ નગ્ન શૈલીમાં બતાવવામાં આવી હતી. જેના કારણે તે હંમેશા ચર્ચામાં રહી. તમને જણાવી દઈએ કે, આ અભિનેત્રી બોલીવૂડમાં છેલ્લે 1996 માં રિલીઝ થયેલી તેની ફિલ્મ ‘જોરદાર’માં જોવા મળી હતી. આ અભિનેત્રી વર્ષ 2002 માં રિલીઝ થયેલી બંગાળી ફિલ્મ અમર-પ્રેમમાં પણ જોવા મળી હતી.

આ પણ વાંચો: Mud Bath: તો આ છે બબીતાની સુંદરતાનું રહસ્ય! જાણો નેચરોપથીમાં ‘કાદવ સ્નાન’ના કેટલા છે ફાયદા

આ પણ વાંચો: અમિતાભ બચ્ચને અડધી રાત્રે ટ્વીટમાં લખ્યું કંઈક એવું, કે લોકોએ કરી દીધા ટ્રોલ: જુઓ ટ્વીટ અને જવાબ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati