Mud Bath: તો આ છે બબીતાની સુંદરતાનું રહસ્ય! જાણો નેચરોપથીમાં ‘કાદવ સ્નાન’ના કેટલા છે ફાયદા

તાજેતરમાં જ બબીતાએ મડ બાથ થેરાપીની તસ્વીર શેર કરી છે.તમે જોયું હશે કે ઘણી અભિનેત્રી આ થેરાપી લેતી હોય છે. ચાલો આજે તમને જણાવી દઈએ તેના ફાયદા.

Mud Bath: તો આ છે બબીતાની સુંદરતાનું રહસ્ય! જાણો નેચરોપથીમાં 'કાદવ સ્નાન'ના કેટલા છે ફાયદા
Munmun Dutta aka Babita taking a 'mud bath'
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2021 | 11:55 AM

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી મુનમુન દત્તા (Munmun Dutta) એટલે કે બબીતા જી તેમના બોલ્ડ અવતાર અને સુંદરતા માટે જાણીતા છે. પરંતુ બબીતા જીએ (Babita ji) તાજેતરમાં થોડીક તસ્વીરો શેર કરી છે. જેમાં તેઓ મડ બાથ (Mud Bath) એટલે કે કાદવ સ્નાન લેતા જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ તસ્વીરો વર્ષ 2017 ની છે. તસ્વીરોમાં મુનમુન દત્તા મડ બાથ એન્જોય કરી રહી છે.

#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
View this post on Instagram

A post shared by ‍♀️ (@mmoonstar)

બબીતાએ લીધું મડ બાથ

આ સાથે જ મુનમુન દત્તાએ તસ્વીરો વિશે જાણકારી આપતા જણાવ્યું છે કે ‘ડેડ સી અને રોગનિવારક કાદવ સ્નાન છે’. સાથે જ બબીતાએ જણાવ્યું છે કે 2017 નો જોર્ડન જો (Jordan jo) ની આ તસ્વીર છે. ચાલો તમને જણાવી દઈએ કે આ મડ બાથ શું છે અને તેના શું ફાયદા છે.

શું છે મડ બાથ થેરાપી?

ભારતીય વારસામાં નેચરોપથીમાં મડ થેરપી આગવું સ્થાન ધરાવે છે. જેના ઘણા ફાયદા પણ નેચરોપથીમાં જણાવવામાં આવ્યા છે. આ થેરાપી ખૂબ જ સરળ અને અસરકારક સારવાર છે. સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી માટી સ્વચ્છ હોય છે. તેને જમીનમાંથી 3થી 4 ફૂટ ઊંડો ખાડો ખોદીને નીચેથી કાઢવામાં આવે છે. તેમાં પથ્થરના ટૂકડા કે રાસાયણિક દ્રવ્યો જેવી કોઈ જ ભેળસેળ હોવી જોઈએ નહીં.

કાદવ સ્નાન (Mud Bath)ના ફાયદા

– ત્વચાના રોગો અને પડેલા ઘા માટે મડ બાથ ખુબ ફાયદાકારક છે. – મડ થેરાપીના ઉપયોગથી શરીર ઠંડુ કરવામાં આવે છે. જેનાથી ઘણી સમસ્યા ઘટે છે. – શરીરના ટોક્સિક પદાર્થો આ થેરાપીથી બહાર નીકળી જાય છે. અને શરીર ફ્રેશ રહે છે. – પેટ પર કાદવ લગાવીને થેરાપી લેવાથી, પાચન અને કબજિયાતની સમસ્યા દુર થઇ શકે છે. – આંખો પર તેનો લેપ લગાવવાથી આંખોનું ઇન્ફેક્સન અને ઘણી સમસ્યાઓમાં રાહત મળે છે. – ડ્રાય સ્કિન અને માંસપેશીઓના દુખાવાની સમસ્યાથી હેરાન લોગો પણ આ બાથ લઇ શકે છે. – મડ બાથથી સૌંદર્ય પણ નિખરે છે. આ કારણે જ અનેક હિરોઈન મડ બાથ લેતી જોવા મળે છે. – તાવથી રાહત મળે તે માટે પેટની સાથે કપાળ પર મડ પેક લગાવી શકાય છે. કાદવમાં બળતરા ઓછી કરવાના ગુણધર્મો છે.

આ પણ વાંચો: અમિતાભ બચ્ચને અડધી રાત્રે ટ્વીટમાં લખ્યું કંઈક એવું, કે લોકોએ કરી દીધા ટ્રોલ: જુઓ ટ્વીટ અને જવાબ

આ પણ વાંચો: કંઈક આ રીતે બર્થડે પર સલમાને કર્યું કેટરિનાને વિશ, ફેન્સે કહ્યું ‘હવે લગ્ન કરી લો’, જુઓ Viral Post

g clip-path="url(#clip0_868_265)">