AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mann Ki Baat 100 Episodes: સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચી માધુરી દીક્ષિત, પીએમ મોદીના વખાણમાં કહી આ વાત

Madhuri Dixit on PM Modi: બોલિવુડ સ્ટાર્સે હાલમાં જ પીએમ મોદીના 100મા રેડિયો એપિસોડના સ્ક્રીનિંગમાં હાજરી આપી હતી અને દેશના વડાપ્રધાનની પ્રશંસા કરતા જોવા મળ્યા હતા. માધુરી દીક્ષિત (Madhuri Dixit ) પણ પીએમથી ખૂબ જ પ્રભાવિત થઈ ગઈ હતી.

Mann Ki Baat 100 Episodes: સ્પેશિયલ સ્ક્રીનિંગમાં પહોંચી માધુરી દીક્ષિત, પીએમ મોદીના વખાણમાં કહી આ વાત
PM Modi and madhuri dixit
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2023 | 10:44 PM
Share

Bollywood On PM Modi Mann Ki Baat: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વર્ચસ્વ દુનિયાભરમાં છે અને દેશના લોકો પણ તેમને ખૂબ પસંદ કરે છે. પીએમના પોપ્યુલર શો મન કી બાતના 100મા એપિસોડનું સ્પેશિયલ સ્ક્રીનિંગ મુંબઈમાં રાજભવન ખાતે યોજાયું હતું. ઘણા બોલિવુડ સ્ટાર્સે પણ અહીં ભાગ લીધો હતો અને સુપરહિટ શોના સ્પેશિયલ એપિસોડમાં ભાગ લઈને વડાપ્રધાનની પ્રશંસા કરતા જોવા મળ્યા હતા.

બોલિવુડના સુપરસ્ટાર શાહિદ કપૂર, માધુરી દીક્ષિત અને દિગ્ગજ ફિલ્મ નિર્દેશક રોહિત શેટ્ટી રાજભવન ખાતે મન કી બાતના 100મા એપિસોડનો આનંદ માણતા જોવા મળ્યા હતા. પીએમ મોદી વિશે વાત કરતા બોલિવુડ એક્ટર શાહિદ કપૂરે કહ્યું- ‘મોદીજીને લોકો સાથે કનેક્ટ રહેવાનું પસંદ છે. અત્યાર સુધીના ઈતિહાસમાં તમામ સફળ રાજાઓ અને વડાપ્રધાનોમાં એક વાત સામાન્ય રહી છે કે તેઓ જનતા સાથે મૈત્રીપૂર્ણ રહ્યા છે. મને તેમની વાત સાંભળવાની મજા આવી.

આ સિવાય એક્ટ્રેસ માધુરી દીક્ષિતે મોદી જી અને મન કી બાતના 100મા એપિસોડના અવસર પર કહ્યું કે ‘તે બહુ મોટા લીડર છે. તે પોતાના વ્યસ્ત શેડ્યુલમાંથી સમય કાઢીને લોકોના હિતની વાત કરે છે. તે લોકોની સમસ્યાઓને સમજવાનો પ્રયાસ કરે છે જે અદ્ભુત છે. તેઓ શહેરથી લઈને ગામડાની લોકો સુધી પહોંચે છે. તેમની વાત માત્ર દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સાંભળવામાં આવે છે.

આ પણ વાંચો : Anushka Sharma Love Story: ઘણી રસપ્રદ છે અનુષ્કા-વિરાટની લવસ્ટોરી, એડ શૂટ દરમિયાન થઈ હતી પહેલી મુલાકાત 

રોહિત શેટ્ટીએ કહી આ વાત

ફિલ્મ ડાયરેક્ટર રોહિત શેટ્ટીએ આ વિશે વાત કરતાં કહ્યું કે ‘હું ખૂબ જ પ્રેરિત છું. કોઈ સારા લીડર આપણને સાચો રસ્તો બતાવે તો વસ્તુઓ ખૂબ જ સરળ બની જાય છે. જ્યારે હું આ શો જોઈ રહ્યો હતો, ત્યારે હું વિચારી રહ્યો હતો કે આપણે કેટલા નસીબદાર છીએ કે આટલા અદ્ભુત નેતા મળ્યા છે. આ ખૂબ જ રેયર છે.

g clip-path="url(#clip0_868_265)">