AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anushka Sharma Love Story: ઘણી રસપ્રદ છે અનુષ્કા-વિરાટની લવસ્ટોરી, એડ શૂટ દરમિયાન થઈ હતી પહેલી મુલાકાત

Anushka Sharma and Virat Kohli Love Story: બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા (Anushka Sharma) અને વિરાટ કોહલીની મુલાકાત વર્ષ 2013માં એક એડ શૂટ દરમિયાન થઈ હતી. તે સમયે વિરાટે ક્રિકેટમાં અને અનુષ્કાએ બોલિવુડમાં પોતાનું નામ બનાવ્યું હતું.

Anushka Sharma Love Story: ઘણી રસપ્રદ છે અનુષ્કા-વિરાટની લવસ્ટોરી, એડ શૂટ દરમિયાન થઈ હતી પહેલી મુલાકાત
Anushka Sharma and Virat Kohli Love Story
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 30, 2023 | 8:18 PM
Share

Anushka Sharma and Virat Kohli Love Story: બોલિવુડની સુંદર એક્ટ્રેસ અનુષ્કા શર્મા 1 લી મેએ એટલે આવતીકાલે પોતાનો 35મો જન્મદિવસ સેલિબ્રેટ કરશે. ક્રિકેટમાં પોતાના બેટથી અજાયબીઓ દેખાડનાર વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માની લવસ્ટોરી પણ ઘણી રસપ્રદ છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીને પરફેક્ટ કપલ માનવામાં આવે છે. દરેક ફેન્સ વિરાટ અને અનુષ્કાની લવ સ્ટોરી વિશે જાણવા માંગે છે. તમને જણાવી દઈએ કે બંનેની લવ સ્ટોરીની શરુઆત કઈ રીતે થઈ.

વર્ષ 2013માં એક એડ શૂટ દરમિયાન થઈ બંનેની મુલાકાત

બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની મુલાકાત વર્ષ 2013માં એક એડ શૂટ દરમિયાન થઈ હતી. તે સમયે વિરાટે ક્રિકેટમાં અને અનુષ્કાએ બોલિવુડમાં પોતાનું નામ બનાવ્યું હતું. આ મુલાકાત વિશે વિરાટે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે અનુષ્કાને પહેલીવાર મળીને તે ખૂબ જ નર્વસ હતો. વિરાટે કહ્યું કે તે ગભરાય ગયો હતો. વિરાટે અનુષ્કાની સામે નર્વસનેસને દૂર કરવા માટે તેની સામે મજાક કરી. અનુષ્કાએ પહેલી મીટિંગમાં ખૂબ જ હાઈ હીલ્સ પહેરી હતી, જેના પર કોહલીએ કહ્યું કે તમને નથી લાગતું કે તમે ખૂબ હાઈ હીલ્સ પહેરી છે.

વિરુષ્કા નામની થવા લાગી ચર્ચા

વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ હંમેશા તેમના સંબંધોને નકારી કાઢ્યા હતા, જોકે અનુષ્કા શર્માની ક્રિકેટમાં રસ અને બંનેને ઘણી વખત સાથે જોવામાં આવ્યા હતા તે પુષ્ટિ કરી રહ્યું હતું કે બંને વચ્ચે કંઈક ચાલી રહ્યું છે. મેચમાં ફિફ્ટી ફટકાર્યા બાદ સ્ટેડિયમમાં હાજર અનુષ્કા શર્માને વિરાટ કોહલીએ પોતે બેટ વડે ફ્લાઈંગ કિસ આપી હતી. જે બાદ તેમના સંબંધોની ચર્ચા ઘણી વધી અને સોશિયલ મીડિયા પર વિરુષ્કા નામની ચર્ચા થવા લાગી.

વર્ષ 2016માં તેમના બ્રેકઅપની ઘણી ચર્ચા થઈ હતી. આ વર્ષે વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર હાર્ટબ્રોકન લખ્યું હતું. આ સાથે જ બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાને અનફોલો પણ કરી દીધા હતા. આ પછી વિરાટ અને અનુષ્કાના બ્રેકઅપની ઘણી ચર્ચા થઈ હતી.

2017માં કર્યા લગ્ન

બ્રેકઅપના સમાચાર વચ્ચે આ કપલ ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહ અને હેઝલ કીચના લગ્નમાં જોવા મળ્યું હતું. આ લગ્નમાં બંનેએ સાથે ડાન્સ કર્યો હતો. ડિસેમ્બર 2017 માં બંનેએ ઈટલી જઈને લગ્ન કરવાનું નક્કી કર્યું અને સાત ફેરા લીધાં.

આ પણ વાંચો : PS 2 Box Office: 2 દિવસમાં 100 કરોડને પાર, Aishwarya Raiની ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. બંનેને વામિકા નામની પુત્રી પણ છે. ભારતીય ટીમની મેચમાં વિરાટ કોહલીને સપોર્ટ કરવા અનુષ્કા ઘણીવાર સ્ટેડિયમમાં જોવા મળે છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Follow Us
તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે
તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
ગુજરાત સસ્તા અનાજ એસોસિએશન દ્વારા ફરી સરકાર સામે આંદોલનના મંડાણ
ગુજરાત સસ્તા અનાજ એસોસિએશન દ્વારા ફરી સરકાર સામે આંદોલનના મંડાણ
મહિલા અનામત બિલ પાછળ ભાજપનો છુપો એજન્ડાઃ રાહુલ ગાંધી
મહિલા અનામત બિલ પાછળ ભાજપનો છુપો એજન્ડાઃ રાહુલ ગાંધી
ટ્રાફિક પોઈન્ટ પર કોન્સ્ટેબલોને આપવામા આવ્યા ઠંડા ઠંડા કૂલ કૂલ જાકીટ
ટ્રાફિક પોઈન્ટ પર કોન્સ્ટેબલોને આપવામા આવ્યા ઠંડા ઠંડા કૂલ કૂલ જાકીટ
વડોદરાના પાદરામાં PI લાંચમાં લપેટાયા, જુઓ વીડિયો
વડોદરાના પાદરામાં PI લાંચમાં લપેટાયા, જુઓ વીડિયો
BA પહેલા જ કરી દીધુ MA ! સુરતમાં ભાજપ ઉમેદવારની ડિગ્રીમાં મોટો છબરડો
BA પહેલા જ કરી દીધુ MA ! સુરતમાં ભાજપ ઉમેદવારની ડિગ્રીમાં મોટો છબરડો
ગિરનાર પર અન્ય સંપ્રદાય દ્વારા કબ્જાનો આરોપ, જુઓ વીડિયો
ગિરનાર પર અન્ય સંપ્રદાય દ્વારા કબ્જાનો આરોપ, જુઓ વીડિયો
Breaking News : 48 કલાક હજુ સહન કરવી પડશે આકરી ગરમી
Breaking News : 48 કલાક હજુ સહન કરવી પડશે આકરી ગરમી
નોકરી બદલવી રહેશે હિતમાં અને રોકાણથી મળશે મોટો ફાયદો
નોકરી બદલવી રહેશે હિતમાં અને રોકાણથી મળશે મોટો ફાયદો
g clip-path="url(#clip0_868_265)">