AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કપિલ શર્માના શોમાં શું પીએમ મોદી ગેસ્ટ બનીને આવશે? કોમેડિયનના બોલાવવા પર વડાપ્રધાને આપ્યો આ જવાબ

તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં કપિલ શર્માએ જણાવ્યું હતું કે, જ્યારે તે પીએમને મળ્યો હતો તે દરમિયાન તેણે પીએમ મોદીને તેના કોમેડી શોમાં ગેસ્ટ તરીકે આવવા માટે આમંત્રણ આપ્યું હતું.

કપિલ શર્માના શોમાં શું પીએમ મોદી ગેસ્ટ બનીને આવશે? કોમેડિયનના બોલાવવા પર વડાપ્રધાને આપ્યો આ જવાબ
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2023 | 4:30 PM
Share

કપિલ શર્મા શો એક એવું પ્લેટફોર્મ છે જ્યાં દરેક વ્યક્તિ મહેમાન બનવા માંગે છે. મંત્રીથી લઈને બાબા અને સ્વામી સુધી બધાને કપિલનો શો ખુબ જ પસંદ છે. કપિલના મજેદાર જવાબો મહેમાનો અને પ્રેક્ષકોના દિલ જીતી લે છે. કોમેડી કિંગ્સ શોના પાર્ટિસિપન્ટ્સમાં મોટી હસ્તીઓના નામ સામેલ છે. હવે તેમાં PM નરેન્દ્ર મોદીનું નામ પણ જોડાવા જઈ રહ્યું છે. તો શું વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોમેડી કિંગના શોમાં ગેસ્ટ બનશે ?

શું કપિલના શોમાં આવશે પીએમ મોદી?

એક ચેનલમાં આપેલા ઈન્ટરવ્યુંમાં કપિલ શર્માએ જવાબ આપ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમણે ક્યારેય પીએમ મોદીને ફોન કર્યો હતો. તો કોમેડીના બેતાજ બાદશાહનો જવાબ સાંભળીને તમે પણ દંગ રહી જશો. કપિલના કહેવા પ્રમાણે પીએમ મોદીએ શોમાં આવવા અંગે હા તો નથી પાડી પણ ના પણ નથી કહ્યું.

વડાપ્રધાને આપ્યો આ જવાબ

શોમાં કપિલ શર્માને સવાલ કર્યો- શું તમે ઈચ્છો છો કે મોદીજી તમારા શોમાં ક્યારેક આવે? તેના જવાબમાં સ્ટેન્ડ-અપ કોમેડિયને કહ્યું- જ્યારે હું પીએમ મોદીને વ્યક્તિગત રૂપે મળ્યો ત્યારે મેં તેમને કહ્યું, સાહેબ, અમારા શોમાં ક્યારેક આવો. તે સમયે તેમણે મને ના નહોતી પાડી, તેમણે કહ્યું – હવે મારા વિરોધીઓ જ ખૂબ કોમેડી કરી રહ્યા છે… ક્યારેક આવશે.

કપિલની ફિલ્મ Zwigato 17 માર્ચે રિલીઝ થશે

આ દરમિયાન કપિલ શર્માએ તેના જીવનના ડાર્ક તબક્કા વિશે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કે એક સમય એવો હતો જ્યારે તેણે આત્મહત્યા વિશે વિચારવાનું શરૂ કર્યું. તેને લાગ્યું કે આ દુનિયામાં તેનું પોતાનું કોઈ નથી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, કપિલની ફિલ્મ Zwigato 17 માર્ચે રિલીઝ થવા જઈ રહી છે. આ દિવસોમાં તે આ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. Zwigato ખૂબ જ ગંભીર વિષય પર આધારિત ફિલ્મ છે.

કોમેડિયન કપિલ શર્માએ ખૂબ જ ઓછા સમયમાં મનોરંજનની દુનિયામાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. પોતાના જોક્સથી દર્શકોનું મનોરંજન કરનાર કપિલનો ‘ધ કપિલ શર્મા શો’ પણ ઘણો લોકપ્રિય છે. બોલિવૂડ સેલિબ્રિટી ઘણીવાર તેમની ફિલ્મોના પ્રમોશન માટે આ શોમાં આવે છે. આ શોમાં બોલિવૂડની સાથે સાથે ક્રિકેટ અને અન્ય સેલિબ્રિટીઓ પણ ભાગ લે છે.

Follow Us
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા
તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા
બસ અકસ્માતમાં 2 મહિલાના મોત, 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
બસ અકસ્માતમાં 2 મહિલાના મોત, 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
g clip-path="url(#clip0_868_265)">