Dono Review : સ્વીટ એન્ડ સિમ્પલ લવ સ્ટોરી છે રાજવીર દેઓલ અને પાલોમા ઢિલ્લોનની ‘દોનો’, વાંચો ફિલ્મ રિવ્યૂ

Dono Review: રાજવીર દેઓલ (Rajveer Deol) અને પાલોમા ઢિલ્લોનની (Paloma Dhillon) ડેબ્યૂ ફિલ્મ 'દોનો' થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. રાજશ્રી જેવા ફેમસ પ્રોડક્શન હાઉસ માટે ફિલ્મ કરવાનું દરેકનું સપનું હોય છે. આ બંને સ્ટાર કિડ્સનું આ સપનું પૂર્ણ થયું છે, પરંતુ તેમની ફિલ્મ કેવી છે તે જાણવા માટે વાંચો રિવ્યૂ.

Dono Review : સ્વીટ એન્ડ સિમ્પલ લવ સ્ટોરી છે રાજવીર દેઓલ અને પાલોમા ઢિલ્લોનની 'દોનો', વાંચો ફિલ્મ રિવ્યૂ
Dono Review
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2023 | 6:44 PM

ફિલ્મ – દોનો

એક્ટર્સ – રાજવીર દેઓલ, પલોમા ઢિલ્લોન, આદિત્ય નંદા, કનિકા કપૂર

નિર્દેશક – અવનીશ એસ બડજાત્યા

આ છે ગુજરાતનું બીજા નંબરનું સૌથી અમીર શહેર
આજનું રાશિફળ તારીખ : 17-01-2025
ઘરડા લોકોએ રોજ કેટલું ચાલવું યોગ્ય છે ?
એક ફોનમાં ચાલશે બે WhatsApp એકાઉન્ટ ! જાણી લો આ ગજબની ટ્રિક
10 બોડીગાર્ડ હોવા છતાં સૈફ અલી ખાન પર ચાકુ વડે હુમલો થયો, જુઓ ફોટો
આજે જ જાણી લો, ક્યારેય રિઝ્યુમમાં આ ભૂલો ન કરો, મળતી નોકરી પણ જતી રહેશે

રિલીઝ – થિયેટર

રેટિંગ – 3/5

ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’ પછી રાજશ્રી પ્રોડક્શનની લવ સ્ટોરીની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને સની દેઓલના નાના પુત્ર રાજવીર દેઓલ (Rajveer Deol) અને પૂનમ ઢિલ્લોનની પુત્રી પાલોમા ઢિલ્લોનની (Paloma Dhillon) એક્ટિંગ જોવા માટે પણ ઉત્સુક હતા. અપેક્ષાઓ મુજબ ‘દોનો’ જોનારાઓ માટે આ સ્ટાર કિડ્સ ફિલ્મ જરાય નિરાશ નથી કરતી. પણ વર્ષોથી ચાલી આવતી આ રાજશ્રીની ‘લવ સ્ટોરી’ની ફોર્મ્યુલા દર્શકોના મનોરંજન માટે પૂરતી છે કે નહીં, તે જાણવા માટે વાંચો ‘દોનો’ ફિલ્મનો રિવ્યૂ.

પિતા સૂરજ બડજાત્યાની જેમ અવનીશ બડજાત્યા પણ તેમની ફિલ્મોમાં દરેક એંગલનો સમાવેશ કરવાનો પ્રયાસ કરે છે, જે આપણે રાજશ્રીની ફિલ્મોમાં જોયું છે. પરંતુ તે સાથે જ આ સ્ટોરીને ઝેન જીનો મોર્ડન ટચ આપવાનું અવનીશ ભૂલ્યો નથી. ફિલ્મ સ્લો છે, પરંતુ તમને આ ફિલ્મ જોઈને કંટાળો નહીં આવે.

સ્ટોરી

બડજાત્યા પરિવારની મોટાભાગની ફિલ્મોમાં આપણને હંમેશા લગ્નનો માહોલ જોવા મળે છે. આ ફિલ્મમાં પણ લગ્ન થઈ રહ્યા છે, પરંતુ તે ડેસ્ટિનેશન વેડિંગ છે. પોતાના પરિવારથી દૂર બેંગલુરુમાં સ્ટાર્ટઅપ શરૂ કરનાર દેવ સર્રાફ દસ વર્ષથી તેની બેસ્ટ ફ્રેન્ડ અલીના (કનિકા દેઓલ) સાથે પ્રેમમાં છે, પરંતુ તે ક્યારેય પોતાની દિલના વાત વ્યક્ત કરવાની હિંમત કરી શકતો નથી. જ્યારે થાઈલેન્ડમાં એલીનાના ડેસ્ટિનેશન વેડિંગમાં આમંત્રણ મળે છે, ત્યારે તે હાર્ટ બ્રેક સાથે થાઈલેન્ડ જવા રવાના થાય છે.

થાઈલેન્ડમાં દેવની મુલાકાત થાય છે મેઘના સાથે (પાલોમા ઢિલ્લોન). મુંબઈમાં રહેતી મેઘના તેના એક્સ બોયફ્રેન્ડ ગૌરવ (આદિત્ય નંદા) સાથે વરપક્ષ તરફથી લગ્નમાં હાજરી આપવા આવી છે. હવે અલગ-અલગ રસ્તે નીકળેલા દેવ અને મેઘના કયા મોડ પર એક થાય છે તે જાણવા માટે તમારે ‘દોનો’ ફિલ્મ જોવી પડશે.

ડાયરેક્શન અને એક્ટિંગ

આ ફિલ્મની સ્ટોરીમાં કોઈ ‘રોકેટ સાયન્સ’ નથી. આ શરૂઆતથી અંત સુધી પ્રેડિક્ટેબલ સ્ટોરી છે. હજુ પણ અવનીશ આ ફિલ્મને એવી રીતે રજૂ કરે છે કે આપણે આ ફિલ્મ લગભગ અઢી કલાક સુધી બેસીને કોઈ પણ ફરિયાદ વગર જોઈ શકીએ. અવનીશે ફિલ્મના નિર્દેશનની સાથે સાથે રાઈટિંગની જવાબદારી પણ સંભાળી છે. પરંતુ મનુ શર્માએ આ રાઈટિંગમાં અવનીશનો સાથ આપ્યો છે. જે સંબંધ તમને ખુશ ન રાખી શકે, તેવા સંબંધમાંથી આગળ વધવું મહત્વપૂર્ણ છે. તમે ભૂતકાળને ભૂલીને ભવિષ્ય તરફ જવાનો પ્રયત્ન કરશો તો જ તમે ખુશ થશો, આ મેઘના અને જય દ્વારા અવનીશ તમને સમજાવવાનો પ્રયત્ન કરે છે.

આ ફિલ્મમાં પણ સૂરજ બડજાત્યાની ફિલ્મોની જેમ ક્રિકેટ મેચ છે અને અવનીશ બડજાત્યા સાથે કિસિંગ સીન પણ, તેને રાજશ્રીની અર્બન-ટ્રેડિશનની કોકટેલ પણ કહી શકાય. ‘દોનો’ વિશે ખાસ વાત કરીયે તો અવનીશ અને મનુ સાથે મળીને સિમ્પલ સ્ટોરીને કોમ્પ્લેક્સ બનાવવાનો પ્રયાસ કરતા નથી. આ પહેલા પણ ‘પ્રેમ રતન ધન પાયો’માં એક સરળ સ્ટોરી એવી રીતે રજૂ કરવામાં આવી હતી કે તે ફિલ્મમાં ઓડિયન્સના દિલ જીતી લીધા હતા. પરંતુ સવાલ એ છે કે શું રાજવીર-પલોમા, સલમાન અને ભાગ્યશ્રી છે, જે અવનીશને તેની પહેલી સુપરહિટ આપી શકે?

એક્ટિંગ

ગદર 2 સાથે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનાર સની દેઓલના પુત્ર રાજવીરે જયના ​​પાત્રથી સાબિત કર્યું છે કે તે તેના પિતા જેટલો જ ટેલેન્ટેડ છે. પોતાનો બિઝનેસ બચાવવા માટે દેવનું સ્ટ્રગલ, પ્રેમ ગુમાવવાન દર્દ, પોતાનું સત્ય મેઘના સામે જાહેર કર્યા પછી તેની લાચારી, તેની આંખોમાં જોવા મળતો પ્રેમને રાજવીરે મોટા પડદા પર ખૂબ જ સુંદર રીતે રજૂ કર્યું છે.

પાલોમાને ‘બોર્ન’ એક્ટ્રેસ કહી શકાય. તેની સરળ એક્ટિંગ દિલ જીતી લે છે. જય-પલોમાની કેમેસ્ટ્રી રિફ્રેશિંગ છે, જે ફિલ્મને ઈન્ટરેસ્ટિંગ બનાવે છે. પરંતુ આ બંને સલમાન-ભાગ્યશ્રી નથી, જે ઓડિયન્સને થિયેટરમાં લઈને આવશે.

‘મૈંને પ્યાર કિયા’, ‘હમ આપકે હૈ કૌન’ થી લઈને ‘પ્રેમ રતન ધન પાયો’ સુધી રાજશ્રીની દરેક ફિલ્મે ઘણા સુપરહિટ ગીતો આપ્યા છે, જેને લોકો આજે પણ સાંભળવાનું પસંદ કરે છે. પરંતુ આ મામલામાં ‘દોનો’ ફિલ્મ નિરાશ કરે છે. 8 ગીતો હોવા છતાં, આ ફિલ્મનું એક પણ ગીત નથી જે આપણે લૂપ પર વારંવાર સાંભળીએ. ફિલ્મના ગીતો ભલે ખાસ ન હોય, પરંતુ ચિરંતન દાસની કોરિયોગ્રાફી કમાલની છે.

કેમ જોવી જોઈએ આ ફિલ્મ

8 વર્ષ પછી રાજશ્રી પ્રોડક્શન એક લવ સ્ટોરી લઈને આવ્યું છે અને આ ફિલ્મ ફેન્સને બિલકુલ નિરાશ નહીં કરે. અવનીશ બડજાત્યાએ સાબિત કર્યું છે કે તે બડજાત્યા પરિવારના વારસાને આગળ લઈ જવા માટે તૈયાર છે.

આ પણ વાંચો: રિયલ લાઈફ હીરો બન્યો ગુરમીત ચૌધરી, મુંબઈના રસ્તા પર એક વ્યક્તિને સીપીઆર આપતો જોવા મળ્યો, વાયરલ થયો Video

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત
ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
નવસારી: વોરાવાડમાં 5 દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન- Video
નવસારી: વોરાવાડમાં 5 દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન- Video
પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video
પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
અમીરગઢ બોર્ડર પર LCBએ 95 લાખ દારુનો જથ્થો ઝડપ્યો
BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ
BZ ગ્રુપ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાના આર્થિક વ્યવહારોની તપાસ
સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video
સુરતમાં ખોટા નામથી આધારકાર્ડ બનાવી રહેતો બંગાળી વિધર્મી ઝડપાયો- Video
g clip-path="url(#clip0_868_265)">