AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રિયલ લાઈફ હીરો બન્યો ગુરમીત ચૌધરી, મુંબઈના રસ્તા પર એક વ્યક્તિને સીપીઆર આપતો જોવા મળ્યો, વાયરલ થયો Video

એક્ટર ગુરમીત ચૌધરીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેના પછી લોકો એક્ટરના વખાણ કરતા થાકતા નથી. વીડિયોમાં ગુરમીત રસ્તાના કિનારે એક વ્યક્તિને સીપીઆર આપતો જોવા મળે છે. આ સમય દરમિયાન ગુરમીત તરત જ ડોક્ટરને બોલાવવાની વાત પણ કરે છે અને અંતે તે વ્યક્તિને અન્ય લોકોની મદદથી હોસ્પિટલ મોકલે છે. ગુરમીતના આ પ્રયાસના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે અને બધા તેને રિયલ લાઈફ હીરો કહી રહ્યા છે.

રિયલ લાઈફ હીરો બન્યો ગુરમીત ચૌધરી, મુંબઈના રસ્તા પર એક વ્યક્તિને સીપીઆર આપતો જોવા મળ્યો, વાયરલ થયો Video
Gurmeet ChoudharyImage Credit source: Social Media
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 06, 2023 | 5:41 PM
Share

Gurmeet Chaudhary Video: પોતાની પ્રોફેશનલ લાઈફ સિવાય ઘણી વખત પોતાની પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં રહેનાર એક્ટર ગુરમીત ચૌધરી (Gurmeet Chaudhary) ફરી એકવાર ચર્ચામાં છે. ગુરમીતે કંઈક એવું કર્યું છે જેના કારણે સોશિયલ મીડિયા યુઝર્સ તેના વખાણ કરતા થાકતા નથી. સોશિયલ મીડિયા પર એક્ટરનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ગુરમીત એક વ્યક્તિને સીપીઆર આપતો જોવા મળી રહ્યો છે. ગુરમીતનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

અહીં જુઓ વાયરલ વીડિયો

View this post on Instagram

A post shared by Manav Manglani (@manav.manglani)

(VC: manav manglani instagram)

સોશિયલ મીડિયા પર ગુરમીત ચૌધરીનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ રસ્તાના કિનારે જમીન પર બેભાન અવસ્થામાં જોવા મળે છે અને એક્ટર ગુરમીત ચૌધરી તેની મદદ કરતો જોવા મળે છે. આ વીડિયોમાં જોવા મળે છે કે મુંબઈના રસ્તાઓ પર ગુરમીત અજાણ્યા વ્યક્તિને સીપીઆર આપી રહ્યો છે અને તેનો જીવ બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ સમય દરમિયાન ગુરમીત તરત જ ડોક્ટરને બોલાવવાની વાત પણ કરે છે અને અંતે તે વ્યક્તિને અન્ય લોકોની મદદથી હોસ્પિટલ મોકલે છે. ગુરમીતના આ પ્રયાસના સોશિયલ મીડિયા પર ખૂબ વખાણ થઈ રહ્યા છે અને બધા તેને રિયલ લાઈફ હીરો કહી રહ્યા છે.

ગુરમીતનું ટીવી કરિયર

તમને જણાવી દઈએ કે ગુરમીત ચૌધરી ટીવીની દુનિયામાં સારું નામ છે અને તેને ઘણા શોથી ફેન્સનું દિલ જીતી લીધું છે. ગુરમીતે ટીવી શો ‘રામાયણ’માં શ્રી રામનું પાત્ર ભજવીને દરેક ઘરમાં સ્થાન મેળવ્યું હતું. આ પછી તેને ‘ગીત હુઈ સબસે પરાઈ’માં માન સિંહ ખુરાનાનો રોલ પ્લે કર્યો હતો. ગુરમીત ચૌધરી કૃતિકા સેંગર સાથે ‘પુનર્વિવાહ’માં પણ જોવા મળ્યો હતો. આ સિવાય ગુરમીત રિયાલિટી શો ‘ઝલક દિખલા જા 5’, ‘નચ બલિયે 6’ અને ‘ખતરોં કે ખિલાડી 5’નો પણ ભાગ રહી ચૂક્યો છે.

આ પણ વાંચો: સંજય દત્ત જેલમાં શું કરતો હતો, બહાર આવ્યાના વર્ષો પછી કર્યો ખુલાસો

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">