Shehzada Movie Review: જૂના જમાનાની એક્શન, ખોવાયેલી સ્ટોરી.. કાર્તિક આર્યનની ફિલ્મ shehzadaની ચમક છે ફિક્કી?

કાર્તિક આર્યનની (Kartik Aaryan) ફિલ્મ શહજાદા રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મની રિમેક છે. ફિલ્મની સ્ક્રિપ્ટમાં તે દમ નથી કે ફેન્સને ખુરશી સાથે જકડી રાખે. આ સાથે જ તેની એક્શન સિક્વન્સ પણ બહુ મજબૂત નથી.

Shehzada Movie Review: જૂના જમાનાની એક્શન, ખોવાયેલી સ્ટોરી.. કાર્તિક આર્યનની ફિલ્મ shehzadaની ચમક છે ફિક્કી?
Shehzada Movie ReviewImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2023 | 9:54 PM

ફિલ્મ : શહજાદા

કાસ્ટ : કાર્તિક આર્યન, ક્રિતી સેનન, પરેશ રાવલ, મનીષા કોયરાલા, રોનીત રોય

પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ
Contact Number Recover : Mobile માંથી ડિલિટ થયેલા નંબરને આ રીતે પાછા મેળવો
શું નીતા અંબાણીથી વધારે અમીર છે સાસુ કોકિલાબેન? આટલા કરોડના છે માલિક
ઘરમાં પોતું મારતી વખતે પાણીમાં ઉમેરો આ વસ્તુ, માખી-મચ્છર રહેશે ઘરથી દૂર
સારા તેંડુલકર આ સગાઈથી ખુશ છે, જુઓ ફોટો

સ્ટાર : 2/5

Shehzada Movie Review: બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન માટે વર્ષ 2022 ખૂબ જ સારું રહ્યું. તેની ફિલ્મ ભૂલ ભુલૈયા 2 ને ભારે સફળતા મળી જેમાં તેને બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમારને રિપ્લેસ કર્યા હતો. હવે એક્ટર તેની નવી ફિલ્મ સાથે દર્શકો સમક્ષ હાજર છે. તેની ફિલ્મ શહજાદા રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મમાં કાર્તિક આર્યનની અપોઝિટ કૃતિ સેનન જોવા મળી છે. બંને કલાકારો યુથની પસંદ છે. કાર્તિક આર્યન અને કૃતિની જોડીને પહેલા પણ પસંદ કરવામાં આવી છે. શું આ વખતે પણ આ જોડી પોતાનો જાદુ જાળવી શકશે? શું લોકોને ફિલ્મની વાર્તા ગમી? ચાલો શહજાદાના રીવ્યુ દ્વારા જાણીએ કે કાર્તિક આર્યનની આ ફિલ્મ કેવી છે.

ફિલ્મની વાત કરીએ તો કાર્તિક-કૃતિની આ ફિલ્મ સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને પૂજા હેગડેની ફિલ્મ અલા વૈકુંઠપુરમલોની હિન્દી રિમેક છે. સાઉથની આ ફિલ્મને પસંદ કરવામાં આવી હતી અને તેની ઘણી પ્રશંસા પણ થઈ હતી. પરંતુ તેના હિન્દી વર્ઝનને તે રીતે પસંદ કરવામાં આવી રહ્યું નથી. આ ફિલ્મનું નિર્દેશન રોહિત ધવને કર્યું છે. અત્યારે ફિલ્મને જે પ્રકારના રિવ્યૂ મળી રહ્યા છે, તે દર્શાવે છે કે ફિલ્મમાં કલાકારોની એક્ટિંગમાં કોઈ કમી નથી, પરંતુ તેમ છતાં તેમાં કંઈક કમી છે. હવે જોવાનું રહેશે કે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરી શકશે કે નહીં.

શું છે ફિલ્મની સ્ટોરી

જિંદલ એન્ટરપ્રાઈઝના માલિક રણદીપ જિંદલ (રોનિત રોય) અને તેની કંપનીમાં કામ કરતા સ્ટાફ બાલ્મિકી (પરેશ રાવલ)ના ઘરે એક પુત્રનો જન્મ થાય છે. કોઈ કારણસર બાલ્મીકિએ બંને બાળકોની અદલાબદલી કરી દે છે. આવામાં જિંદલ કંપનીનો એકમાત્ર શહજાદા બંટુ (કાર્તિક આર્યન) એક મામૂલી ક્લાર્કનો દીકરો બનીને રહી જાય છે અને ક્લાર્કનો દીકરો રાજ (અંકુર રાઠી) જિંદલના રાજવી પરિવારમાં ઠાઠ સાથે રહે છે. તેની ફૂટેલી કિસ્મતને કારણે બંટુને હંમેશા સેકન્ડ હેન્ડ વસ્તુઓ સાથે કામ ચલાવવુ પડે છે.

નોકરીની શોધમાં બંટુ સમારા (કૃતિ સેનન)ને મળે છે. બોસ તરીકે મળેલી સમારાને જોઈને, બંટુ તેના પ્રેમમાં પડે છે. આ દરમિયાન તેને પણ બાલ્મીકિની આ હકીકતની ખબર પડે છે. હવે સ્ટોરીમાં અહીંથી નવો ટ્વિસ્ટ આવે છે. શું બંટુ જિંદલ પરિવારને પોતાની હકીકત જણાવી શકશે? હવે આગળ શું થશે તે જાણવા માટે તમારા ફિલ્મ જોવા જવું પડશે.

અહીં જુઓ ઓડિયન્સ રીવ્યૂ

આ ફિલ્મનો ઓડિયન્સ રિવ્યૂ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યો છે. આ ફિલ્મના અનેક મીમ્સ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ સિવાય ઘણાં ફેન્સ કાર્તિકની ફિલ્મના વખાણ પણ કરી રહ્યા છે.

કેમ જોવી જોઈએ આ ફિલ્મ

તમે કાર્તિકના ફેન્સ હોવ તો એક વખત આ ફિલ્મ જોવા જઈ શકો છો. દરેક વખતની જેમ કાર્તિકની એક્ટિંગ શાનદાર છે. આ ફિલ્મમાં કાર્તિકની એક્ટિગ તમને સીટી વગાડવા માટે મજબૂર કરશે. જો તમે આ ફિલ્મનું ઓરિજિનલ વર્ઝન જોયું નથી તો તમને આ ફિલ્મ ગમશે.

આ પણ વાંચો : Gandhi Godse Ek Yudh Review: મજબૂત વિષય પર સરળ સ્ટોરી, કલાકારોની શાનદાર એક્ટિંગ, ફિલ્મ જોતાં પહેલા વાંચો રિવ્યૂ

કેમ ન જોવી જોઈએ આ ફિલ્મ

આ ફિલ્મની એક્શન જૂના જમાનાની એક્શન હોય તેવું અને સ્ટોરી ખોવાયેલી હોય તેવું લાગી રહ્યું છે. આ ફિલ્મની સ્ટોરી તમને ખુરશી સાથે જકડી રાખશે નહી. ક્રિતી સેનનની એક્ટિંગ દર્શકોને પ્રભાવિત કરી શકી નથી. જેથી સમય બગાડીને આ ફિલ્મ ન જોવી જોઈએ.

Latest News Updates

CBSE ધોરણ 10માં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75 છોકરીઓ થઈ પાસ
CBSE ધોરણ 10માં આ વર્ષે પણ દીકરીઓએ મારી બાજી, 94.75 છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
ભારજ નદી પરનો પુલ બેસી જતા તંત્રએ કરોડોના ખર્ચે બનાવ્યુ કામચલાઉ છલિયુ
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
રાજકોટમાં પાણીનો જથ્થો પુરતો પ્રમાણમાં હોવાનો મનપા કમિશનરનો દાવો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
કાળજાળ ગરમી વચ્ચે માવઠુ, ભાવનગર અને બોટાદમાં બપોર બાદ વાતાવરણમાં પલટો
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
ભર ઉનાળે ગુજરાતના 50 ડેમના તળિયા ઝાટક
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
વલસાડ અને ડાંગમાં સતત બીજા દિવસે માવઠાનો માર, ખેડૂતો પર ઘેરાયુ સંકટ
અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video
અડાજણ વિસ્તારમાં એપાર્ટમેન્ટનો સ્લેબ ધરાશાયી, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">