AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શાહિદ આફ્રિદીએ તેના જમાઈને શાનદાર સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા, કહ્યું- પાકિસ્તાન માટે જરૂરી હતું

આયર્લેન્ડ સામેની બીજી T20માં જીત પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી માટે બેવડી ખુશી લઈને આવી હતી. તેઓ પાકિસ્તાનની જીતની સાથે તેમના જમાઈએ પ્રાપ્ત કરેલી અદ્ભુત સિદ્ધિ માટે પણ ખુશ હતા. શાહીને આયર્લેન્ડ સામેની બીજી T20માં 3 વિકેટ ઝડપી હતી સાથે જ તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 300 વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી.

શાહિદ આફ્રિદીએ તેના જમાઈને શાનદાર સિદ્ધિ બદલ અભિનંદન આપ્યા, કહ્યું- પાકિસ્તાન માટે જરૂરી હતું
Shahid Afridi
| Updated on: May 16, 2024 | 4:37 PM
Share

આયર્લેન્ડ સામેની બીજી T20માં પાકિસ્તાની ટીમની સફળતા વ્યક્તિગત રીતે શાહિદ આફ્રિદી માટે પણ સંતોષજનક હતી. કારણ કે આ મેચમાં રમીને તેમના જમાઈએ મોટી સિદ્ધિ મેળવી હતી. અમે વાત કરી રહ્યા છીએ શાહીન શાહ આફ્રિદીની, જે પાકિસ્તાનનો મુખ્ય ફાસ્ટ બોલર હોવા ઉપરાંત શાહિદ આફ્રિદીનો જમાઈ પણ છે. શાહિદ આફ્રિદીએ પાકિસ્તાનની ટીમને જીત બદલ અને શાહીન આફ્રિદીને વિશેષ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.

મેચમાં 3 વિકેટ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 302 વિકેટ

આયર્લેન્ડ સામે શાહીન શાહ આફ્રિદીએ 4 ઓવરમાં 12.25ની ઈકોનોમી સાથે 49 રન આપીને 3 વિકેટ લીધી હતી. આ 3 વિકેટ સાથે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 300 વિકેટ પૂરી કરી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અત્યાર સુધી રમાયેલી 145 મેચ બાદ શાહીન શાહ આફ્રિદીના નામે 302 વિકેટ છે.

સસરા શાહિદ આફ્રિદીએ જમાઈ શાહીનને અભિનંદન પાઠવ્યા

શાહિદ આફ્રિદીએ જમાઈ શાહીનને 300 ઈન્ટરનેશનલ વિકેટની સફળતા બદલ અભિનંદન પાઠવ્યા અને કહ્યું કે સારું થયું. શાહિદ આફ્રિદીએ પોતાના જમાઈને અભિનંદન આપવા ઉપરાંત પાકિસ્તાની ટીમના વખાણ પણ કર્યા હતા. તેણે કહ્યું કે પાકિસ્તાન માટે બીજી T20માં આયર્લેન્ડ સામે આ જીત મેળવવી જરૂરી હતી. ફખર અને રિઝવાને જે રીતે બેટિંગ કરી તે પણ અદ્ભુત હતી. હવે આપણે સમાન માનસિકતા અને બેટ્સમેનોની સમાન સ્ટ્રાઈક રેટ સાથે T20 વર્લ્ડ કપમાં ઉતરવું પડશે.

બીજી T20માં પાકિસ્તાને આયર્લેન્ડને હરાવ્યું

પાકિસ્તાને બીજી T20માં 19 બોલ બાકી રહેતા આયર્લેન્ડને 7 વિકેટે હરાવ્યું. આયર્લેન્ડે પાકિસ્તાનને 194 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેનો પીછો કરતા ફખર ઝમાન અને મોહમ્મદ રિઝવાન વચ્ચે ત્રીજી વિકેટ માટે 140 રનની ભાગીદારી થઈ હતી. પાકિસ્તાને બીજી T20 જીત્યા બાદ હવે આયર્લેન્ડ સામેની છેલ્લી મેચ નિર્ણાયક બની રહેશે.

આ પણ વાંચો : પાકિસ્તાનના શાહીન આફ્રિદીએ આયર્લેન્ડમાં કંઈક એવું કર્યું જેની કોઈને અપેક્ષા પણ ન હતી

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">