AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કાર્તિક આર્યનને સાબિત કરવી પડી પોતાની ઓળખ, કહ્યું ‘આધાર કાર્ડ આપું’? જુઓ વીડિયો

કાર્તિક આર્યન (Kartik Aryan) હાલમાં તેની રિલીઝ થયેલી ફિલ્મ ભૂલ ભુલૈયાની સક્સેસને એન્જોય કરી રહ્યો છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 200 કરોડનો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મને હવે ઓટીટી પ્લેટફોર્મ પર પણ રિલીઝ કરવામાં આવી છે.

કાર્તિક આર્યનને સાબિત કરવી પડી પોતાની ઓળખ, કહ્યું 'આધાર કાર્ડ આપું'? જુઓ વીડિયો
kartik-aaryan
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2022 | 1:41 PM
Share

કાર્તિક આર્યન (Kartik Aryan) હાલમાં ભૂલ ભૂલૈયા 2 ની (Bhool Bhulaiya 2) સક્સેસને ફૂલ એન્જોય કરી રહ્યો છે. તે યુરોપમાં એક અજીબોગરીબ ફેન મોમેન્ટનો શિકાર બન્યો. એક્ટર હાલમાં તેની ટીમ સાથે યુરોપમાં વેકેશન એન્જોય કરી રહ્યો છે. ભૂલ ભૂલૈયા 2 એ અત્યાર સુધીમાં કુલ 230 કરોડની કમાણી કરી છે, જે પછી કાર્તિક આ હોરર કોમેડી ફિલ્મની સક્સેસ સિલેબ્રેટ કરવા યુરોપ પહોંચી ગયો છે. ત્યારે એક્ટર એક ફેન સાથે ટકરાયો જેણે તેને ઓળખવામાં ટાઈમ લાગ્યો. કાર્તિક તેની યુરોપ ટ્રીપની તસવીરો પણ સતત શેર કરી રહ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર યુરોપના ફોટા શેર કરતા કાર્તિકે લખ્યું – ‘મજાની હકીકત – બીટલ્સ આ રૂમમાં રોકાયા હતા. આશા છે કે કોઈ દિવસ કોઈ એવો ફોટો મૂકશે કે કોકી અહીં રોકાયો.

વાયરલ થઈ રહ્યો છે કાર્તિકનો ફની જવાબ

વિરલ ભાયાણીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં કાર્તિક બિઝી સ્ટ્રીટમાં સાઈડમાં આરામથી જમતો જોવા મળે છે. ત્યારે એક ફેન તેની પાસે આવે છે અને કહે છે, ‘મારા ફ્રેન્ડ્સને લાગે છે કે તમે કાર્તિક આર્યન છો. હું તમારી સાથે એક ફોટો લઈ શકું? ફેનના આવું બોલતાની સાથે જ ઘણા લોકો ત્યાં ભેગા થઈ જાય છે. જે બાદ કાર્તિક કહે છે, ‘આધાર કાર્ડ આપું’.

આ પણ વાંચો

કાર્તિકના આવું બોલતાની સાથે જ ત્યાં ઉભેલા લોકો હસવા લાગે છે અને તે ફેન તેના પરિવારને કહે છે કે તે રિયલ કાર્તિક આર્યન છે. જે પછી ફેન્સ તેમની સાથે ફોટો પડાવવાનું શરૂ કરી દે છે, પરંતુ કાર્તિક તેનું જમવાનું જમવામાં બિઝી છે. કાર્તિકના આ વીડિયો પર ભારતમાં ફેન્સ હસી રહ્યાં છે. કોમેન્ટ સેક્શનમાં યુઝર્સ કાર્તિકના હ્યુમરના વખાણ કરતા થાકતા નથી.

કાર્તિકના આ ફોટો પર ડાયરેક્ટર કોરિયોગ્રાફર ફરાહ ખાને એક્ટરને એન્જોય કરતા લખ્યું – ‘અપની ફોટો લગા દેના વહાં’. ઘણા યુઝર્સે કાર્તિક આર્યનની જોરદાર પ્રશંસા કરી છે. કાર્તિકની વેકેશનની તસવીરો પર ફેન્સ પ્રેમ વરસાવી રહ્યા છે, જ્યારે છોકરીઓ તેની ડેશિંગ પર્સનાલિટી માટે દિવાની થઈ રહી છે.

મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
મોલના ચેન્જિંગ રૂમમાં રહેલા અરીસાની પાછળ ક્યાંક હિડન કેમેરા તો નથીને?
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
અરૂણાચલ પ્રદેશના યુવકને ગમી ગયુ આ ગુજરાતી ગીત- જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સ્માર્ટ સિટીના દાવાઓ સામે બ્રિજોની સ્થિતિ ગંભીર - જુઓ Video
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
સુભાષ પછી હવે સરદાર બ્રિજમાં ગાબડાં, તંત્ર કઈ દુર્ઘટનાની રાહ જુએ છે?
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ કાબૂમાં, કરોડોના માલને નુકસાન
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
સુરેન્દ્રનગરના પાટડી પંથકમાં સર્જાયો ગમખ્વાર અકસ્માત, 3ના મોત
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
રાજ્યમાં વધુ 11 તાલુકાઓને વિકાસશીલ તાલુકા જાહેર
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
જખૌ દરિયાઈ વિસ્તારમાં બોટ સાથે ઘુસેલા 11 પાકિસ્તાની ઝડપાયા
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
ગોવાના નાઈટ ક્લબના માલિક લુથરા બ્રધર્સની થાઈલેન્ડમાં અટકાયત
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
આટકોટમાં બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસના આરોપીનું એન્કાઉન્ટર, પગમાં ઈજા
g clip-path="url(#clip0_868_265)">