Neha Kakkarના બેબી બમ્પને જોઈને સાસુ પણ થઈ ગઈ હતી આશ્ચર્યચકિત, જાણો કેવી હતી પહેલી પ્રતિક્રિયા

નેહા કક્કર રવિવારે ધ કપિલ શર્મા શોમાં જોવા મળી હતી. આ દરમિયાન નેહાએ કપિલ શર્મા સાથે મજાક કરતી વખતે તેમના વાયરલ બેબી બમ્પ સાથેના ફોટો વિશે પણ વાત કરી હતી.

Neha Kakkarના બેબી બમ્પને જોઈને સાસુ પણ થઈ ગઈ હતી આશ્ચર્યચકિત, જાણો કેવી હતી પહેલી પ્રતિક્રિયા
Neha Kakkar, Rohanpreet Singh
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 8:18 PM

નેહા કક્કર (Neha Kakkar) રવિવારે ભાઈ ટોની (Tony Kakkar) સાથે કપિલ શર્મા શો (Kapil Sharma Show)માં આવી હતી. આ દરમિયાન ગાયકે કપિલ સાથે ખૂબ મસ્તી કરી અને ઘણી વસ્તુઓ પણ જાહેર કરી. ખરેખર, લગ્નના 2 મહિના પછી નેહાએ બેબી બમ્પ સાથે પોતાનો ફોટો શેર કર્યો હતો. નેહાને બેબી બમ્પ સાથે જોઈને ચાહકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જો કે પછી ગાયકે સ્પષ્ટતા કરી કે આ બેબી બમ્પ નકલી છે અને આ તેમના આગામી ગીતનો દેખાવ છે.

હવે કપિલના શોમાં નેહાએ કહ્યું કે તે પોસ્ટર જોયા પછી તેમની સાસુની પ્રતિક્રિયા શું હતી, ‘જ્યારે પોસ્ટર રિલીઝ થયું ત્યારે તેમાં મારું પેટ જોઈને મમ્મીજી કહે છે કે દીકરા ગુડ ન્યૂઝ જલ્દી નથી થઈ ગઈ? મેં કહ્યું, મમ્મી, ઓછામાં ઓછું તમે આવું ન કહો. તમે તો બધું જાણો છો અમારા તો હમણાં જ લગ્ન થયા છે. થોડા સમય પહેલા તો અમે મળ્યા હતા.

IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

નેહાએ વધુમાં કહ્યું કે લોકો કંઈપણ સમજ્યા વગર અગાઉથી નિર્ણય લે છે. તે સમયે લોકોએ કમેન્ટ કરવાનું શરૂ કર્યું કે મેં રોહન સાથે વહેલા લગ્ન કર્યા કારણ કે હું ગર્ભવતી થઈ ગઈ હતી. તમને જણાવી દઈએ કે નેહા અને રોહનપ્રીત ગયા વર્ષે ઓગસ્ટમાં મળ્યા હતા, નહુ દા વ્હાહની શૂટિંગ દરમિયાન અને ત્યારબાદ બંનેએ ઓક્ટોબરમાં લગ્ન કર્યા હતા. નેહાએ કપિલના શોમાં જ પોતાના લગ્નની કહાની જણાવી હતી.

શૂટિંગ દરમિયાન નેહાને મળ્યા રોહનપ્રીત

નેહાએ કહ્યું હતું કે ‘શૂટિંગ દરમિયાન, હું રોહનપ્રીતને મળી હતી અને તેણે મારી સ્નેપચેટ આઈડી માંગી, તેથી મેં તેમને આપી. પછી અમારી ચેટ શરૂ થઈ અને એક દિવસ રોહનપ્રીતે મને કહ્યું કે તે મને પસંદ કરે છે. મેં તેમને કહ્યું કે જુઓ, હવે હું રિલેશનશિપના ચક્કરમાં આવવા નથી માંગતી અને સીધા લગ્ન કરવા માંગુ છું.

રોહનપ્રીતે ફરી મને કહ્યું કે મારી પાસે હજી લગ્નનો કોઈ પ્લાન નથી, તેથી અમારી વાતચીત ફરી બંધ થઈ ગઈ. આ પછી એક દિવસ રોહનપ્રીતે મને ડ્રિંક કર્યાં પછી ફોન કર્યો અને કહ્યું કે હું તારા વગર રહી શકતો નથી અને હું લગ્ન કરવા માંગુ છું. મને લાગ્યું કે રોહનપ્રીતે ડ્રિંક કર્યું છે, તેથી તે કદાચ આવું બોલતો હશે અને બીજા દિવસે ભૂલી જશે પણ પછી બીજા દિવસે રોહનપ્રીત મળ્યા અને કહ્યું કે મારે તારી સાથે લગ્ન કરવા છે. મેં કહ્યું કે તમે મારી માતાને મળો અને તેમની સાથે વાત કરો.

મમ્મીને મળ્યો રોહનપ્રીત

પછી જ્યારે રોહનપ્રીત નેહાની માતાને મળ્યા, ત્યારે તેમણે સ્માઈલથી સિંગરની માતાને પ્રભાવિત કર્યા હતા. નેહાએ કહ્યું હતું કે ‘મમ્મીએ રોહનપ્રીતને મળીને કહ્યું હતું કે નેહા અત્યાર સુધી અમને તારી સ્માઈલ ખૂબ સુંદર લાગતી હતી પણ રોહનપ્રીતની સ્માઈલ તો તમારાથી પણ સુંદર છે.’

આ પણ વાંચો :- Tiger Is Back : ‘ટાઇગર 3’ નું શૂટિંગ પૂર્ણ કરીને ભારત પરત ફર્યા સલમાન ખાન, હવે Bigg Boss 15 માં મચાવશે ધમાલ

આ પણ વાંચો :-Bigg Boss 15 Breaking : તેજસ્વી પ્રકાશ, કરણ કુન્દ્રાની સાથે આ બે સ્પર્ધકોની એન્ટ્રી થઈ કન્ફર્મ, જુઓ Video

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">