AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manoj Bajpayee Ott Movies: ‘પિંજર’ થી ‘ધ ફેમિલી મેન’ સુધી, મનોજ બાજપેયીની બ્લોકબસ્ટર મૂવીઝ અને વેબ સિરીઝ OTT પર જુઓ

મનોજ બાજપેયી (Manoj Bajpayee)એ બોલિવૂડ એક્ટર છે જે દરેક પાત્રને સ્ક્રીન પર જીવંત કરવાની ક્ષમતા ધરાવે છે. 'સત્યા'માં ગેંગસ્ટર ભીખુ મ્હાત્રે હોય, 'શૂલ'માં સિસ્ટમ સાથે લડતો પોલીસમેન હોય કે પછી 'ધ ફેમિલી મેન'માં ગુપ્તચર ડિટેક્ટીવ મનોજ બાજપેયી હોય, આ પાત્રોને ભૂલવા આસાન નથી. અભિનેતાએ તેના શાનદાર અભિનય દ્વારા ઘણા એવોર્ડ જીત્યા છે.

Manoj Bajpayee Ott Movies: 'પિંજર' થી 'ધ ફેમિલી મેન' સુધી, મનોજ બાજપેયીની બ્લોકબસ્ટર મૂવીઝ અને વેબ સિરીઝ OTT પર  જુઓ
'પિંજર' થી 'ધ ફેમિલી મેન' સુધી, મનોજ બાજપેયીની બ્લોકબસ્ટર મૂવીઝ અને વેબ સિરીઝ OTT પર જુઓImage Credit source: poster photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2022 | 3:26 PM
Share

Manoj Bajpayee Ott Movies: ફિલ્મ ‘દ્રોહકાલ’થી પોતાના અભિનયની શરૂઆત કરનાર અભિનેતાએ પોતાના જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. મનોજ બાજપેયી 23મી એપ્રિલે તેમનો 53મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તો ચાલો જાણીએ કે અભિનેતાની કઈ ફિલ્મો અને વેબ સિરીઝ (Web series)OTT પર હાજર છે. મનોજના પિતા રાધાકાંત બાજપાઈ (Manoj Bajpayee )એ કહ્યું હતું કે, “અમારા બેતિયામાં પંચાનંદ મિશ્રા નામના એક જ્યોતિષ હતા. મનોજની કુંડળી જોયા પછી તેણે કહ્યું કે, આ છોકરો ઘણું નામ કરશે. તેણે તે જ સમયે કહ્યું હતું કે, આ છોકરો કાં તો નેતા બનશે અથવા અભિનેતા. તે જે પણ ક્ષેત્રમાં જશે, તેનું નામ કરશે

ગેંગ્સ ઓફ વાસેપુર 1 અને 2

પ્લેટફોર્મ- એમેઝોન પ્રાઇમ વિડીયો

ગેંગ્સ ઓફ વાસેપુરની વાર્તા ધનબાદ નજીક આવેલા ગામ વાસેપુરની છે. આ બે પરિવારોની વાર્તા છે, જેઓ છેલ્લી ત્રણ પેઢીઓથી એકબીજાનો બદલો લઈ રહ્યા છે. આ ફિલ્મ ઝારખંડના ધનબાદના કોલ માઇનિંગ ટાઉનને દર્શાવે છે.

સ્પેશિયલ 26

પ્લેટફોર્મ- નેટફ્લિક્સ

સ્પેશિયલ 26′ સત્ય ઘટનાઓથી પ્રેરિત વાર્તા છે. આ ફિલ્મ એક ટોળકીની વાર્તા કહે છે જે નકલી CBI તરીકે ભ્રષ્ટ અધિકારીઓ અને મોટા દુકાનદારો પર દરોડા પાડે છે અને તેમને લૂંટે છે. આ નકલી સીબીઆઈ ગેંગને પકડવા માટે અસલી સીબીઆઈ પણ છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર, મનોજ બાજપેયી, અનુપમ ખેર અને જીમી શેરગિલ જેવા દિગ્ગજ કલાકારો છે.

પિંજર

પ્લેટફોર્મ- એમેઝોન પ્રાઇમ વિડીયો

2003ની ફિલ્મ પિંજર વિભાજનની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. તેની વાર્તા અમૃતા પ્રીતમની નવલકથા પિંજર પર આધારિત છે. આ ફિલ્મમાં મનોજ બાજપેયી અને ઉર્મિલા માતોંડકર મુખ્ય ભૂમિકામાં છે.

ફેમિલી મેન 1 અને 2

પ્લેટફોર્મ- એમેઝોન પ્રાઇમ વિડીયો

મનોજ બાજપેયીની વેબ સિરીઝ ધ ફેમિલી મેન અને ધ ફેમિલી મેન 2 બંનેની વાર્તા અને પાત્રો કાલ્પનિક હોઈ શકે છે, પરંતુ તે સત્ય વાર્તાઓના આધારે બનાવવામાં આવી છે.

અલીગઢ

પ્લેટફોર્મ- નેટફ્લિક્સ

અલીગઢ એક બાયોગ્રાફિકલ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં મનોજ બાજપેયી અને રાજકુમાર રાવ મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પ્રોફેસર શ્રીનિવાસ રામચંદ્ર સિરસ સાથે જોડાયેલી એક સત્ય ઘટના પર આધારિત છે.

આ પણ વાંચો :

Jammu and Kashmir: PM મોદીની મુલાકાત પહેલા સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર, ડ્રોનથી રાખવામાં આવી રહી છે ખૂણે ખૂણે નજર

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
g clip-path="url(#clip0_868_265)">