AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

The Family Man 3 : મનોજ બાજપેયીની શ્રેણી ‘ધ ફેમિલી મેન 3’ આ વર્ષના અંતમાં ફ્લોર પર જશે, સંપૂર્ણ વિગતો જાણો

તેની બે સીઝનમાં શારીબ હાશ્મી, પ્રિયામણી, શ્રેયા ધનવંત્રી અને શરદ કેલકર જોવા મળ્યા હતા. બીજી સીઝનમાં સાઉથની અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ જોવા મળી હતી. OTT પર આ તેમનો પહેલો પ્રોજેક્ટ હતો.

The Family Man 3 :  મનોજ બાજપેયીની શ્રેણી 'ધ ફેમિલી મેન 3' આ વર્ષના અંતમાં ફ્લોર પર જશે, સંપૂર્ણ વિગતો જાણો
Manoj Bajpayee's series 'The Family Man' (Image Credit Source: Manoj Bajpayee Instagram)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 21, 2022 | 11:56 PM
Share

મનોજ બાજપેયી (Manoj Bajpayee) હાલમાં બોલિવૂડના શ્રેષ્ઠ અભિનેતાઓમાંના એક છે. તે માત્ર ફિલ્મોમાં જ નહીં પરંતુ વેબ સિરીઝમાં પણ સતત જોવા મળે છે. તેમની એવોર્ડ વિનિંગ સિરીઝ ‘ધ ફેમિલી મેન’ માટે લોકોમાં જબરદસ્ત ક્રેઝ છે. તેની બે સીઝન દર્શકોની વચ્ચે આવી ચુકી છે અને આ બંને સિરીઝ જબરદસ્ત હિટ રહી છે. ભારતમાં એવી ઘણી ઓછી સિરીઝ છે જેની બીજી સિઝન પહેલી સિઝન કરતાં વધુ હિટ રહી છે પરંતુ ફેમિલી મેનની બંને સિઝનને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. હવે તેની ત્રીજી સીઝન વિશે પણ નવા અપડેટ્સ આવી રહ્યા છે. Etimes ના અહેવાલ મુજબ, તેની ત્રીજી સીઝન (The Family Man 3)  માટે સ્ક્રિપ્ટીંગની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ વર્ષના અંત સુધીમાં તે ફ્લોર પર જશે. આ સીરીઝનો ક્રેઝ એટલો બધો છે કે દર્શકો તેની ત્રીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

‘ધ ફેમિલી મેન’ની ત્રીજી સીઝનમાં જોવા મળશે ઘણા નવા ટ્વિસ્ટ

View this post on Instagram

A post shared by Manoj Bajpayee (@bajpayee.manoj)

Etimes માં પ્રકાશિત એક અહેવાલમાં, તેણે એક ન્યૂઝ પોર્ટલને જણાવ્યું છે કે બીજી સીઝનના ક્લાઈમેક્સમાં જ, ફિલ્મના નિર્માતા રાજ અને ડીકેએ ત્રીજી સીઝનનો સંકેત આપી દીધો હતો. હવે તેણે આ ફિલ્મની સ્ક્રિપ્ટીંગ શરૂ કરી દીધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મેકર્સે ત્રીજી સીઝનના આઈડિયાને ક્રેક કરીને કામ શરૂ કરી દીધું છે. આ વર્ષના અંત સુધીમાં તે ફ્લોર પર જાય તેવી શક્યતા છે. તેની ત્રીજી સિઝનમાં મનોજ બાજપેયી અને પ્રિયમણિનું હોવું લગભગ નિશ્ચિત છે. સ્ક્રિપ્ટ પૂર્ણ થતાંની સાથે જ બાકીની કાસ્ટિંગ પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

રાજ અને ડીકે શાહિદ કપૂરને લઈને નવી સિરીઝ બનાવી રહ્યા છે

તમને જણાવી દઈએ કે, તેની બે સીઝનમાં શારીબ હાશમી, પ્રિયમણી, શ્રેયા ધનવંત્રી અને શરદ કેલકર જોવા મળ્યા હતા. બીજી સીઝનમાં સાઉથની અભિનેત્રી સામંથા રૂથ પ્રભુ જોવા મળી હતી. OTT શ્રેણીમાં આ તેમનો પ્રથમ પ્રોજેક્ટ હતો. તેમના કામની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. બીજી તરફ, આ શોના મેકર્સ રાજ અને ડીકે શાહિદ કપૂરને લઈને એક વેબ સિરીઝ બનાવી રહ્યા છે, જેનું કામ લગભગ પૂરું થઈ ગયું છે. તે સેટલ થયા બાદ ‘ધ ફેમિલી મેન 3’માં પરત ફરશે. આ નવી સિરીઝમાં સાઉથનો સુપરસ્ટાર વિજય સેતુપતિ પણ કામ કરી રહ્યા છે. આ પણ એમેઝોન પ્રાઇમ માટે જ બનાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : હત્યાની નિંદા : રવિના ટંડન અને ફિલ્મ નિર્માતા મનીષ મુંદ્રાએ બજરંગ દળના કાર્યકરની હત્યાની કરી આકરી નિંદા

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">