કૃતિ સેનન અને શાહિદ કપૂરની જોડી પહેલીવાર ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલ્ઝા જિયા’માં જોવા મળશે. ક્રિતી સેનન અને શાહિદ કપૂર 9 ફેબ્રુઆરીએ રિલીઝ થનારી આ રોમેન્ટિક ડ્રામા ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. ગઈકાલે પણ બંને મુંબઈ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા.
બંને કોઈ ઈવેન્ટમાંથી મુંબઈ પરત ફર્યા હતા. બંનેની જોડી એકસાથે અદભૂત લાગી રહી હતી, પરંતુ આ દરમિયાન કંઈક એવું બન્યું કે તેના કારણે ફિલ્મની અભિનેત્રી કૃતિ સેન ખુબ જ ટ્રોલ થઈ રહી છે અને તેનો એ વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હવે અમે તમને જણાવીએ કે કૃતિએ એવું શું કર્યું કે ટ્રોલર્સ તેની ખૂબ ટીકા કરી રહ્યા છે. ખરેખર, કૃતિ સેનન અને શાહિદ કપૂર એરપોર્ટની બહાર આવી રહ્યા હતા. આ દરમિયાન એક ફેન તેની રાહ જોઈ રહી હતી. શાહિદ કપૂરે તેને ઈશારો કર્યો અને તેને ફોટો ક્લિક કરવા માટે બોલાવી. તે કલાકારો પાસે દોડી આવી. જ્યારે શાહિદે તેની સાથે પ્રેમથી હાથ મિલાવ્યો અને ફોટો ક્લિક કરાવ્યો, ત્યારે કૃતિ સેનન તેને નજર અંદાજ કરતી જોવા મળી હતી. આ સમય દરમિયાન ફેને હાથ લંબાવ્યો પણ કૃતિ આગળ નીકળી ગઈ. જ્યારે ચાહકે તેની સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો તો તે તેની પણ અવગણના કરતી જોવા મળી હતી.
તેનો વીડિયો એક પાપારાઝી પેજ દ્વારા શેર કરવામાં આવ્યો હતો, જેને જોઈને લોકો ગુસ્સે થઈ ગયા હતા. લોકો કહે છે કે અભિનેત્રીનું વલણ વધારે પડતું હોય તેવું લાગે છે. એક વ્યક્તિએ લખ્યું, ‘બિચારી છોકરીની, કૃતિએ અવગણના કરી છે.’ એકે લખ્યું, ‘તેને એટિટ્યુડન પ્રોબ્લેમ છે.’ અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘અરે કૃતિ, હાથ મીલાવી પણ લે.’
તમને જણાવી દઈએ કે, કૃતિ સેનન છેલ્લે ફિલ્મ ‘આદિપુરુષ’માં સીતાના પાત્રમાં જોવા મળી હતી. આ પહેલા તે ‘મિમી’માં જોવા મળી હતી. આ ફિલ્મ માટે તેને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. શાહિદ કપૂર વેબ સિરીઝ ‘ફરઝી’માં જોવા મળ્યો હતો. લોકોને તેની સીરિઝ ઘણી પસંદ આવી હતી. હવે ચાહકો આ જોડીને ફિલ્મ ‘તેરી બાતોં મેં ઉલ્ધા જિયા’માં એકસાથે જોવા માટે તૈયાર છે.