કરિશ્મા તન્ના આ દિવસે બોયફ્રેન્ડ વરુણ સાથે લેશે સાત ફેરા, એક્ટ્રેસે જણાવી તારીખ

ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના તેના લગ્નના સમાચારને લઈને ચર્ચામાં છે. તે આવતા મહિને લગ્ન કરી રહી છે. હવે કરિશ્માએ મીડિયા ફોટોગ્રાફર્સને લગ્નની તારીખ જણાવી છે.

કરિશ્મા તન્ના આ દિવસે બોયફ્રેન્ડ વરુણ સાથે લેશે સાત ફેરા, એક્ટ્રેસે જણાવી તારીખ
karishma tanna ( File photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 14, 2022 | 7:27 AM

ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના (Karishma Tanna) છેલ્લા કેટલાક દિવસોથી તેના લગ્નના સમાચારોને કારણે ચર્ચામાં છે. ગયા વર્ષે જ સમાચાર આવ્યા હતા કે તે વર્ષ 2021માં લગ્ન કરશે. કરિશ્મા છેલ્લા ઘણા સમયથી વરુણ બંગેરાને (Varun bangera) ડેટ કરી રહી છે. હવે બંને ગુરુવારે મુંબઈમાં સાથે જોવા મળ્યા હતા. જોકે, ફોટોગ્રાફર્સને જોઈને બંને અલગ-અલગ થઈ ગયા હતા. વરુણ ત્યાંથી જતો રહ્યો હતો, પરંતુ કરિશ્માએ ફોટોગ્રાફર્સને જોઈને પોઝ આપ્યો હતો. એટલું જ નહીં, અભિનેત્રીએ તેની સાથે વાત કરી અને તેના લગ્ન વિશે પણ માહિતી આપી. જ્યારે કરિશ્માને એકસાથે ફોટો ક્લિક કરવાનું કહેવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે વરુણને આ બધું પસંદ નથી.

જ્યારે કરિશ્માને ફોટોગ્રાફર્સ દ્વારા લગ્નની તારીખ પૂછવામાં આવી તો તેણે કહ્યું કે લગ્ન 5 ફેબ્રુઆરીએ છે. આ સિવાય સમાચાર આવ્યા છે કે લગ્ન બાદ બંને 6 ફેબ્રુઆરીએ રિસેપ્શન અને 4 તારીખે મહેંદી ફંક્શન કરશે. કોરોનાના વધતા જતા કેસો અને પ્રોટોકોલનું પાલન કરવાને કારણે કદાચ લગ્નમાં ઓછા લોકો હાજરી આપશે. હવે જોઈએ ટીવી ઈન્ડસ્ટ્રીના કયા સેલેબ્સ લગ્નમાં આવશે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
View this post on Instagram

A post shared by yogen shah (@yogenshah_s)

તમને જણાવી દઈએ કે કરિશ્માએ ગયા વર્ષે નવેમ્બરમાં વરુણ બંગેરા સાથે  સગાઈ કરી હતી. કરિશ્મા અને વરુણ મિત્રો દ્વારા મળ્યા હતા. થોડો સમય સંબંધ રહ્યા બાદ બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. હાલમાં જ કરિશ્માના જન્મદિવસ પર વરુણે તેના માટે એક ખાસ પોસ્ટ કરી હતી.

કરિશ્માની પ્રોફેશનલ લાઈફ

તમને જણાવી દઈએ કે કરિશ્માએ ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. તેણે ક્યૂંકી સાસ ભી કભી બહુ થી, કહીં તો મિલેંગે, જીની ઔર જુજુ, કયામત કી રાત અને અદાલત જેવા શોમાં કામ કર્યું છે. આ સિવાય તેણે બિગ બોસ 8, નચ બલિયે 7 અને ઝલક દિખલા જા 9 જેવા શોમાં પણ ભાગ લીધો છે. આ સિવાય તે ખતરોં કે ખિલાડી 10 માં જોવા મળી હતી અને તે આ શોની વિનર પણ રહી ચુકી છે.

ફિલ્મોની વાત કરવામાં આવે તો તેણે વર્ષ 2005માં ફિલ્મ દોસ્તી ફ્રેન્ડ્સ ફોરએવરથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તેણે ગ્રાન્ડ મસ્તી, ગોલુ ઔર પપ્પુ, સંજુ, સૂરજ પે મંગલ ભારી અને લાહોર કોન્ફિડેન્શિયલમાં કામ કર્યું છે.

ઉપેન સાથે હતી રિલેશનશિપમાં

તમને જણાવી દઈએ કે આ પહેલા કરિશ્મા ઉપેલ પટેલ સાથે રિલેશનશિપમાં રહી ચુકી છે. પરંતુ બંનેનો સંબંધ લાંબો સમય ટક્યો નહીં અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું. આ વિશે વાત કરતાં, હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાત કરતા કરિશ્માએ કહ્યું હતું કે, ‘આ તમારા જીવનનો એક ભાગ છે. મને ખબર નથી કે ભવિષ્યમાં શું થશે. હું વર્તમાન ક્ષણમાં જીવું છું. જે બન્યું તેનું કોઈ કારણ હોવું જોઈએ. આ હકીકત સ્વીકારવી મુશ્કેલ છે, પરંતુ તમારે જીવનમાં આગળ વધવું પડશે.

આ પણ વાંચો : મકરસંક્રાંતિએ અજમાવો તલ સંબંધી આ સરળ ઉપાય, સ્વાસ્થ્ય અને સૌભાગ્ય બંન્નેના સુખની થશે પ્રાપ્તિ

આ પણ વાંચો : કુંડળીના દોષોને કેવી રીતે દૂર કરશે આ મકરસંક્રાંતિ ? જાણો મકરસંક્રાંતિના અત્યંત ફળદાયી મહાઉપાય

g clip-path="url(#clip0_868_265)">