AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કુંડળીના દોષોને કેવી રીતે દૂર કરશે આ મકરસંક્રાંતિ ? જાણો મકરસંક્રાંતિના અત્યંત ફળદાયી મહાઉપાય

ઉત્તરાયણકાળમાં જન્મ લેવો તો શુભ મનાય જ છે, સાથે જ આ કાળમાં મૃત્યુ પામવું પણ ઉત્તમ માનવામાં આવે છે. કારણ કે આ સમયમાં થનારું નિર્વાણ મોક્ષની ગતિ કરાવનારું છે તો સાથે જ આ દિવસે દાન કરવાથી કુંડળીમાં રહેલ દોષોમાંથી મુક્તિ મળે છે.

કુંડળીના દોષોને કેવી રીતે દૂર કરશે આ મકરસંક્રાંતિ ? જાણો મકરસંક્રાંતિના અત્યંત ફળદાયી મહાઉપાય
TV9 Bhakti
| Edited By: | Updated on: Jan 14, 2022 | 6:23 AM
Share

મકરસંક્રાંતિનો (makar sankranti) અવસર એટલે તો પુણ્યની પ્રાપ્તિનો મહા અવસર. દર વર્ષે 14મી જાન્યુઆરીનો દિવસ એ મકરસંક્રાંતિના તહેવાર તરીકે ખૂબ જ ઉત્સાહ પૂર્વક ઉજવાય છે. આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે. એટલે જ તે મકરસંક્રાંતિ કે ઉત્તરાયણના નામથી ઓળખાય છે. આ દિવસે આપણને દર્શન દેનાર સૂર્યનારાયણ ઉત્તરાયણ થાય છે જેના કારણે દિવસ મોટો અને રાત નાની થવા લાગે છે. ઉત્તર ભારતમાં આ દિવસ મકરસંક્રાંતિના નામે પ્રસિદ્ધ છે તો દક્ષિણમાં પોંગલ અને આસામમાં બિહુના નામે ઉજવાય છે.

હિન્દુ ધર્મમાં તો ઉત્તરાયણકાળમાં જન્મ લેવો તો શુભ મનાય જ છે, સાથે જ આ કાળમાં મૃત્યુ પામવું પણ ઉત્તમ માનવામાં આવે છે. કારણ કે આ સમયમાં થનારું નિર્વાણ મોક્ષની ગતિ કરાવનારું મનાય છે તો સાથે જ આ દિવસે દાન કરવાનું પણ ખૂબ માહાત્મય છે. જેનાથી કુંડળીમાં રહેલ દોષોમાંથી મુક્તિ મળે છે. આવો, આ વિશે વિગતે જાણીએ.

દાન દૂર કરશે સઘળા કષ્ટ

મકરસંક્રાંતિએ દાનનું વિશેષ મહત્વ છે. આ દિવસે દાન કરવાથી પુણ્યફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે કોઈ મંદિરમાં જઈને ચોખા, ઘી, દહીં, લોટ, ગોળ, કાળા તલ, સફેદ તલ, લાલ મરચાં, સાકર, બટાકા, તેમજ બટાકાની બનાવટોનું દાન કરવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે કરવામાં આવતા દાનને કારણે વ્યક્તિના જીવનના તમામ કષ્ટોનો નાશ થાય છે. જો કે અલગ-અલગ ગ્રહદોષથી મુક્તિ અર્થે અલગ-અલગ દાનની મહત્તા વર્ણવવામાં આવી છે.

મકરસંક્રાંતિના મહાઉપાય

કુંડળીમાં સૂર્ય સંબંધિત દોષ દૂર કરવા માટે લાલ ચંદન, ઘી, લોટ, ગોળ, કાળા મરીનું દાન કરવું ઉત્તમ ગણાય છે. જેની કુંડળીમાં ચંદ્ર ગ્રહ નબળો હોય તેમણે ચોખાની સાથે કપૂર, ઘી, દૂધ, દહીં, સફેદ ચંદનનું દાન કરવું જોઇએ. મંગળ ગ્રહ સંબંધિત દોષ દૂર કરવા માટે ગોળ, મધ, મસૂરની દાળ, લાલ ચંદનનું દાન કરવામાં આવે છે. બુધ ગ્રહ સાથે જોડાયેલ દોષને દૂર કરવા માટે ચોખા સાથે ધાણા, સાકર, સૂકાયેલા તુલસીદળ, મીઠાઈ, મગ અને મધનું દાન કરવું ઉત્તમ ગણાય છે.

ગુરુ ગ્રહ સાથે જોડાયેલ દોષ દૂર કરવા મધ, હળદર, દાળ, રસદાર ફળો, કેળાનું દાન કરવું ફળદાયી બની રહે. શુક્ર ગ્રહ સંબંધિત દોષ દૂર કરવા માટે સાકર, સફેદ તલ, જવ, ચોખા, બટાકા, અત્તરનું દાન કરવાની માન્યતા પ્રચલિત છે.

જેમની કુંડળીમાં શનિદોષ હોય તેમણે મકરસંક્રાંતિએ કાળા તલ, સફેદ તલ, સરસિયાનું તેલ અને આદુ જેવી સામગ્રી દાન કરવું જોઈએ. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે આ મહાપર્વના દિવસે શનિદેવ પોતાના પિતા સૂર્યદેવને મળવા આવે છે. એવામાં આ દિવસે સૂર્યદેવની સાથે શનિદેવની પૂજા મહત્વની મનાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : શાકંભરી અને માતા લક્ષ્મી બંન્નેની કૃપાને પ્રાપ્ત કરાવશે આ અત્યંત સરળ અને ફળદાયી મંત્ર

આ પણ વાંચો : મકરસંક્રાતિએ અજમાવો આ 7 સરળ ઉપાય, તમામ પરેશાની દૂર કરી સૂર્યદેવ દેશે ધનનું વરદાન !

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">