Happy Birthday Karishma Tanna : કરિશ્મા તન્નાએ આ ફેમસ એક્ટરને કરી ચુકી છે ડેટ, જાણો તેમની સાથે જોડાયેલી રસપ્રદ વાતો

ટેલિવિઝન-બૉલીવુડ એક્ટ્રેસ કરિશ્મા તન્ના (Karishma Tanna) આજે તેનો 38મોં બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. આજકાલ તે કામમાંથી બ્રેકલઈને પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહી છે. આવો જાણીએ તેના બર્થડે પર તેના વિષે જાણી-અજાણી વાતો

Happy Birthday Karishma Tanna : કરિશ્મા તન્નાએ આ ફેમસ એક્ટરને કરી ચુકી છે ડેટ, જાણો તેમની સાથે જોડાયેલી રસપ્રદ વાતો
Happy birthday karishma Tanna
TV9 GUJARATI

| Edited By: Charmi Katira

Dec 21, 2021 | 6:53 AM

ટેલિવિઝન-બૉલીવુડની જાણીતી એક્ટ્રેસ કરિશ્મા તન્નાએ (karishma Tanna) ઘણી ટીવી સીરિયલમાં કામ કર્યું છે. કરિશ્મા સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. તે ફેન્સ માટે ફોટો અને વિડીયો શેર કરતી રહે છે. આજે કરિશ્મા તેનો 38મોં બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. એક્ટ્રેસનો જન્મ 21 ડિસેમ્બર 1984ના રોજ એક ગુજરાતી પરિવારમાં થયો હતો. એક્ટ્રેસે પોતાના કરિયરની શરૂઆત મોડલિંગથી કરી હતી.

કરિશ્માએ 2001માં ‘ક્યૂંકી સાસ ભી કભી બહુ’થી ડેબ્યૂ કર્યું હતું. પરંતુ તેને ઓળખ ‘બાલવીર’ અને ‘કયામત કી રાત’ જેવા શોથી મળી હતી. તે પછી તે ઘણા શોમાં જોવા મળી છે. તમને જણાવી દઈએ કે, કરિશ્મા 2014માં ‘બિગ બોસ હલ્લા બોલ’, ‘ઝલક દિખલા જા’, ‘નચ બલિયે 7’ અને ‘ફિયર ફેક્ટરઃ ખતરોં કે ખિલાડી સીઝન 10’ની વિજેતા હતી. તેણે ઘણા રિયાલિટી શોમાં ભાગ લીધો છે.

આ એક્ટરોને કરી ચુકી છે ડેટ કરિશ્મા જેટલી તેની પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં નથી રહી તેટલી પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહી છે. કરિશ્માનું નામ બોલીવુડ એક્ટર ઉપેન પટેલ સાથે પણ જોડાઈ ચુક્યું છે. બંને પહેલીવાર બિગ બોસની આઠમી સિઝનમાં મળ્યા હતા. જ્યાં બંનેનો રોમાન્સ ચર્ચાનો વિષય બન્યો હતો. શો છોડ્યા બાદ પણ બંને લાંબા સમયથી રિલેશનશિપમાં હતા.

2016માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું. કરિશ્મા અગાઉ એક્ટર પર્લ વી પુરી સાથે પણ રિલેશનશિપમાં હતી. બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા પરંતુ તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. અભિનેત્રી પર્લ સાથે લગ્ન કરવા માંગતી હતી. પરંતુ પર્લ તેના માટે સંમત ન હતો. તેથી બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો.

જો રિપોર્ટ્સનું માનીએ તો એક્ટ્રેસ આ દિવસોમાં રિયલ એસ્ટેટ બિઝનેસમેન વરુણ બંગેરાને ડેટ કરી રહી છે. કરિશ્માએ વરુણ સાથે સગાઈ કરી લીધી છે અને ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે. કરિશ્મા અને વરુણની મુલાકાત કોમન ફ્રેન્ડ સુવેદ લોહિયા દ્વારા થઈ હતી. બંને મોટાભાગે રજાઓમાં સાથે વિતાવે છે.

આ ફિલ્મોમાં જોવા મળી હતી અભિનેત્રીએ 2006માં ‘દોસ્તીઃ ફ્રેન્ડ્સ ફોર એવર’ થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. પરંતુ તેની ફિલ્મ ફ્લોપ ગઈ હતી. આ પછી તે 2013માં ‘ગ્રાન્ડ મસ્તી’ માં જોવા મળી હતી. આ ફિલ્મમાં કરિશ્માએ ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા. આ સિવાય અભિનેત્રી વર્ષ 2018માં રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘સંજુ’માં જોવા મળી હતી. અભિનેત્રીએ વેબ સિરીઝ ‘કરલે તુ ભી મોહબ્બત’ સાથે ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું હતું. તે વર્ષ 2021માં ‘બુલેટ’માં જોવા મળી હતી.

આ પણ વાંચો : દેશમાં ઝડપી જ નાક દ્વારા આપવામાં આવશે કોરોનાની વેક્સિન! ભારત બાયોટેકે ત્રીજા ચરણના ક્લિનિકલ ટ્રાયલ માટે કરી અરજી

આ પણ વાંચો : “લાલ કિલ્લો અમારો છે” આવું કહેતી મહિલાની અરજી દિલ્હી હાઇકોર્ટે ફગાવી, જાણો શું છે સમગ્ર મામલો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati