મકરસંક્રાંતિએ અજમાવો તલ સંબંધી આ સરળ ઉપાય, સ્વાસ્થ્ય અને સૌભાગ્ય બંન્નેના સુખની થશે પ્રાપ્તિ

મકરસંક્રાંતિએ તલ સાથે સંબંધિત કેટલાંક ઉપાય અજમાવવાથી વ્યક્તિને સ્વાસ્થ્યનું સુખ પ્રાપ્ત થાય છે. માન્યતા અનુસાર આ દિવસે તલનું ઉબટન લગાવવાથી શરીર કાંતિમાન બનેલું રહે છે અને વ્યક્તિત્વમાં નિખાર આવે છે.

મકરસંક્રાંતિએ અજમાવો તલ સંબંધી આ સરળ ઉપાય, સ્વાસ્થ્ય અને સૌભાગ્ય બંન્નેના સુખની થશે પ્રાપ્તિ
Sesame Laddu (symbolic image)
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jan 14, 2022 | 6:19 AM

હિન્દુ ધર્મમાં મકરસંક્રાંતિના (Makar Sankranti) દિવસનું સવિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસે દાન અને પવિત્ર નદીમાં સ્નાનથી મહાપુણ્યની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં, ભક્તોની મનોકામનાઓની પૂર્તિ પણ થાય છે પણ, અમારે આજે આપને જણાવવા છે તલ સાથે જોડાયેલાં કેટલાંક એવાં ઉપાય કે જે કરવાથી વ્યક્તિ સ્વાસ્થ્યનું સુખ પ્રાપ્તિ કરી શકે છે. સાથે જ ભાગ્ય આડેના અવરોધોને દૂર કરી જીવનમાં સફળતાની પણ પ્રાપ્તિ કરી છે તો ચાલો આવો તે વિશે વિગતે જાણીએ.

સરળ ઉપાયથી મહાકૃપા

લૌકિક માન્યતામાં કેટલાંક એવાં કાર્યોનો ઉલ્લેખ મળે છે કે જે કરવાથી મકરસંક્રાંતિએ મહાફળની પ્રાપ્તિ થાય છે. આ કાર્યો વધારે મુશ્કેલ નથી. તે એટલાં સહજ છે કે કોઈપણ વ્યક્તિ તે કરી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે આ પ્રયોગ તલ સાથે સંબંધિત છે. ત્યારે, આવો જાણીએ કે આ દિવસે શું કરવું વિશેષ લાભદાયી બની રહેશે.

1) મકરસંક્રાંતિના દિવસે તલના તેલની માલિશ જરૂર કરવી જોઈએ.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

2)  માન્યતા અનુસાર મકરસંક્રાંતિએ તલનું ઉબટન લગાવવાથી શરીર કાંતિમાન બનેલું રહે છે અને વ્યક્તિત્વમાં નિખાર આવે છે.

3)  આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું શુભ માનવામાં આવે છે. જો નદી કે સરોવરમાં સ્નાન કરવા માટે જવું શક્ય ન હોય તો પાણીમાં ગંગાજળ ઉમેરીને સ્નાન કરવું જોઇએ.

4) ગુજરાતમાં મકરસંક્રાંતિએ પતંગ ચગાવવાનો મહિમા છે પણ, કહે છે કે આ દિવસે સ્નાન બાદ સર્વ પ્રથમ પૂજા-પાઠ કરવા જોઈએ. જેથી સૌભાગ્યના અને લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત થાય. એટલું જ નહીં, પૂજા બાદ તલથી હવન કરવો અત્યંત ફળદાયી બની રહેશે.

5)  મકરસંક્રાન્તિના દિવસે તલથી બનેલ ખોરાકનું સેવન કરવું જોઇએ. તે સ્વાસ્થ્ય અને સૌભાગ્ય બંન્ને માટે લાભદાયી બનશે. કદાચ આ જ કારણથી આ દિવસે તલ-ગોળના લાડુ કે ચિક્કી ખાવાની પ્રથા પ્રચલિત છે.

ભાગ્યોદયના આશિષ

હવે વાત કરીએ એવાં ઉપાયની કે જે મકરસંક્રાંતિએ અજમાવવાથી વ્યક્તિનો ભાગ્યોદય થાય છે. એટલું જ નહીં, માતા લક્ષ્મીની કૃપા પણ પ્રાપ્ત થાય છે.

1)  મકરસંક્રાંતિના દિવસે શુભ મુહૂર્તમાં 14 સ્વચ્છ કોડીઓ લઇને તેને કેસરના દૂધથી સ્નાન કરાવો.

2)  ત્યારબાદ તે કોડીઓને ગંગાજળથી શુદ્ધ કરી અને એક સ્વચ્છ પાત્રમાં રાખી લો.

3)  માતા લક્ષ્મીની સન્મુખ એક દેશી ઘીનો દીવો અને બીજો તલના તેલનો દીવો પ્રજ્વલિત કરો.

4)  દેશી ઘીના દીવાને જમણી બાજુ અને તલના તેલના દીવાને ડાબી બાજુ મૂકો.

5) ત્યારબાદ દીવાઓ સામે જોઈ 14 વખત “ૐ સંક્રાત્યાય નમઃ ।” મંત્રનો જાપ કરો.

6) બપોરે 12 કલાકે આ કોડીઓને લઈને ઘરના અત્યંત શુદ્ધ સ્થાન પર કે તિજોરીમાં રાખી દો. માન્યતા અનુસાર આ પ્રયોગ કરવાથી ચોક્કસ માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

આ પણ વાંચો : લોહરીમા અગ્નિમાં તલ કેમ ચડાવવામાં આવે છે? જાણો લોહરી પ્રગટાવવાનો શુભ સમય

આ પણ વાંચો : મકરસંક્રાતિએ અજમાવો આ 7 સરળ ઉપાય, તમામ પરેશાની દૂર કરી સૂર્યદેવ દેશે ધનનું વરદાન !

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">