Kareena Kapoor 50 હજારનું સિમ્પલ ટી-શર્ટ પહેરવાનાં લીધે થઈ ટ્રોલ, યુઝર્સએ કહ્યું – સરોજિની બજારમાં 350 માં મળે છે

કરીના કપૂર ખાન (Kareena kapoor Khan) ટૂંક સમયમાં આમિર ખાન (Aamir Khan) ની સાથે લાલ સિંહ ચઢ્ઢા (Laal Singh Chaddha) ફિલ્મમાં જોવા મળશે. આજે કરીના ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના સેટ પર જોવા મળી હતી.

Kareena Kapoor 50 હજારનું સિમ્પલ ટી-શર્ટ પહેરવાનાં લીધે થઈ ટ્રોલ, યુઝર્સએ કહ્યું - સરોજિની બજારમાં 350 માં મળે છે
Kareena Kapoor Khan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 5:35 PM

બોલિવૂડ અભિનેત્રી કરીના કપૂર ખાન (Kareena Kapoor Khan) સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય છે. કરીના તેની ડ્રેસિંગ સેન્સ માટે પણ જાણીતી છે. તે છેલ્લા કેટલાક દિવસોથી હેડલાઇન્સનો ભાગ રહી છે. આજે તે પોતાના આઉટફિટને લઈને ચર્ચામાં આવી છે.

કરીના આજે સફેદ રંગની સાદી ટી-શર્ટમાં જોવા મળી હતી, જે ઘણી મોંઘી હોવાનું કહેવાય છે. કરીનાના ટી-શર્ટની કિંમત જાણીને લોકો આશ્ચર્યચકિત છે.

કરીના આજે સવારે મુંબઈમાં જોવા મળી હતી. તેનો સવારનો દેખાવ એકદમ કેઝ્યુઅલ હતો. તેણીએ ગુચી બ્રાન્ડની સિમ્પલ સી ગ્રાફિક્સ ટી-શર્ટ પહેરી હતી. આ સાથે, તેણે બ્લેક કલર ટાઈટ્સ, મેચિંગ બૂટ્સ અને ઓરેન્જ સનગ્લાસ પહેર્યા હતા. કરીનાના આ ટી-શર્ટની કિંમત 50 હજાર રૂપિયા છે. આ જાણ્યા બાદ તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહી છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે

કરીના કપૂર થઈ ટ્રોલ

કરીના કપૂરની ટી-શર્ટની કિંમત જાણીને યુઝર્સ ચોંકી ગયા છે. તેઓ કહી રહ્યા છે કે આમાં તો તે 500 ટી-શર્ટ ખરીદી લેશે. એક યુઝરે લખ્યું – થોભો, થોડા દિવસોમાં તમને લિંકિન રોડ પર મળશે 200 રૂપિયામાં. બીજાએ લખ્યું -અટલામાં તો 500 ખરીદી લવ. એક યુઝરે લખ્યું- સરોજિની માર્કેટમાં 350 મળી રહી છે મિત્રો.

લાલ સિંહ ચઢ્ઢાના સેટ પર પાછી ફરી

કરીના કપૂરે પોતાની બીજી ગર્ભાવસ્થા માટે કામમાંથી બ્રેક લીધો હતો. હવે તેઓ કામ પર પાછા ફર્યા છે. કરીનાએ ફરી એક વખત લાલ સિંહ ચઢ્ઢાનું શૂટિંગ શરૂ કર્યું છે. કરીના આજે લાલ સિંહ ચઢ્ઢાના સેટ પર આમિર ખાન સાથે જોવા મળી હતી. ઉપરાંત, તેણે સેટ પરથી એક ફોટો શેર કર્યો છે. જેના કેપ્શનમાં તેણે લખ્યું – લાલ સિંહ ચઢ્ઢા અને હાર્ટ ઇમોજી પોસ્ટ કરી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો, કરીના કપૂર છેલ્લે અક્ષય કુમાર, કિયારા અડવાણી અને દિલજીત દોસાંજ સાથે ફિલ્મ ગુડ ન્યૂઝમાં જોવા મળી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી. હવે ચાહકો કરીનાના લાલ સિંહ ચઢ્ઢાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો :- Sidharth Shuklaને યાદ કરીને શહેનાઝ ગિલના ભાઈ શાહબાઝે શેર કરી એક ભાવુક પોસ્ટ, ચાહકોએ પૂછ્યું કેવી છે સના?

આ પણ વાંચો :- Sidharth Shukla જ નહીં, બિગ બોસનો ભાગ બનેલા આ સેલેબ્સે પણ આ દુનિયાને અલવિદા કહી દીધી, જાણો કોણ છે આ સેલિબ્રિટી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">