AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss Ott: મહિલાઓ વિશેના નિવેદન પર ભડક્યા કરણ જોહર, રાકેશ બાપટની કાઢી ઝાટકણી

બિગ બોસ OTT ના સંડે કા વારમાં કરણ જોહરે રાકેશ બાપટનો ક્લાસ લીધો. આ સાથે શમિતા શેટ્ટીએ પણ કરણ સામે રાકેશના બદલાતા વર્તન પર નારાજગી વ્યક્ત કરી હતી.

Bigg Boss Ott: મહિલાઓ વિશેના નિવેદન પર ભડક્યા કરણ જોહર, રાકેશ બાપટની કાઢી ઝાટકણી
karan johar slam raqesh bapat for his statement about women in bigg boss ott
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 10:55 AM
Share

બિગ બોસ ઓટીટી (Bigg Boss Ott) સન્ડે કા વારમાં, કરણ જોહરે (Karan Johar) શમિતા શેટ્ટી (Shamita Shetty) સાથે રાકેશ બાપટના (Raqesh Bapat) તેના બદલાતા વર્તન અને મહિલાઓ વિશેની તેની ટિપ્પણી પર રાકેશનો ક્લાસ લઇ લીધો.

તમને જણાવી દઈએ કે રાકેશે એક ટાસ્ક દરમિયાન ટિપ્પણી કરી હતી કે પુરુષો સ્ત્રીઓ કરતા વધારે મજબૂત હોય છે. રાકેશના આ નિવેદન પર કરણે તેનો ક્લાસ લીધો અને કહ્યું કે તમારા નિવેદનનો અર્થ એ છે કે તમે મહિલાઓને નબળી માનો છો.

કરણે કહ્યું, ‘તમારે આવી ટિપ્પણી ન કરવી જોઈએ. આપણે એવા સમયમાં જીવી રહ્યા છીએ જ્યાં કોઈ કોઈથી ઓછું નથી.’ રાકેશ પોતાનો ખુલાસો આપતા કહે છે કે મને ખબર છે કે મહિલાઓની શક્તિ શું છે. હું એવા ઘરમાં ઉછર્યો જ્યાં સ્ત્રીઓ વધુ રહે છે.

મૂસે કરણને ટેકો આપ્યો અને કહ્યું કે મેં રાકેશને કહ્યું કે તાકાત જેન્ડરથી આવતી નથી. જોકે, શમિતાએ રાકેશને ટેકો આપ્યો હતો અને કહ્યું હતું કે રાકેશનો તે સમયે અર્થ એવો નહોતો. તેણે વાત એવી રીતે કરી કે લોકોને ગેરસમજ થઇ ગઈ. કરણે અંતમાં એમ પણ કહ્યું કે રાકેશને સમજવો માત્ર મુશ્કેલ જ નહીં પણ નામુમકિન પણ છે.

શમિતાએ શું કહ્યું?

કરણે શમિતાને પૂછ્યું કે શું રાકેશે તેનું દિલ તોડી નાખ્યું છે, ત્યારે શમિતા કહે છે, ‘જો રાકેશ વિચારે છે કે તે મને દુ:ખ આપવા નથી માંગતો અને મારાથી દૂર રહેવા માંગે છે, તો તે ખોટું કરી રહ્યો છે.’

દિવ્યા અગ્રવાલને કારણે અંતર આવી રહ્યું છે?

રાકેશ અને શમિતા શોની શરૂઆતથી એકદમ નજીક હતા. બંને વચ્ચેનો સંબંધ ખૂબ જ મજબૂત અને ગાઢ બની રહ્યો હતો. ચાહકો પણ બંનેની કેમિસ્ટ્રીને પસંદ કરી રહ્યા હતા, પરંતુ પછી અચાનક બંને વચ્ચે અણબનાવ શરૂ થયો અને પછી બંને વચ્ચે લડાઈ વધી. ફેન્સનું કહેવું છે કે આનું કારણ દિવ્યા અગ્રવાલ છે.

ખરેખર શમિતાને દિવ્યા અને રાકેશની જોડી પસંદ નથી. શમિતાને લાગે છે કે હવે રાકેશ તેને છોડીને દિવ્યા સાથે ગાઢ સંબંધ બાંધે છે. અભિનેત્રી એમ પણ માને છે કે દિવ્યા રાકેશને તેની વિરુદ્ધમાં કરી રહી છે અને તેને પોતાની સાઈડમાં કરી રહી છે.

રાકેશના મનમાં સોફ્ટ કોર્નર છે?

તાજેતરમાં, નેહા ભસીન સાથે વાત કરતા શમિતાએ કહ્યું, મને લાગે છે કે રાકેશને દિવ્યા માટે સોફ્ટ કોર્નર છે.

આ પણ વાંચો: રિલેશનશિપ વિશેના સમાચાર પર ટપ્પુ અને બબીતાનો ગુસ્સો સાતમાં આસમાને, બંનેએ લોકોને કહી આ વાત

આ પણ વાંચો: કેમેરામાં કેદ: આમિર ખાને મુંબઈમાં શરુ કર્યું ‘લાલ સિંહ ચઢ્ઢા’નું શૂટિંગ, કરીના સાથે જોરદાર લુકની તસ્વીરો વાયરલ

SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
SIR બાદ ગુજરાતમાં 73.73 લાખ મતદાર ઘટ્યા
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
ભારતની સૌથી મોટી બેન્કના ATM ફ્રોડ કેસમાં 2 આરોપી સુરતથી ઝડપાયા!
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
હવે ST બસના મુસાફરો પણ પોતાની સીટ પર મગાવી શકશે મનપસંદ ફુડ પેકેટ
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
નકલી પોલીસે અસલી પોલીસનો ખેલ પાડ્યો, કિમ પોલીસ સ્ટેશનના PI ઝડપાયા
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
ગુજરાતમાં ઠંડીનો પારો 8.4 ડિગ્રીએ અટક્યો
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
અમદાવાદમાં શાળાઓની મનમાની, NSUI એ DEO કચેરીએ કર્યો હલ્લાબોલ
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
સૌરાષ્ટ્રનું ગૌરવ: જુનાગઢના ક્રેન્સની IPL-19માં SRH માટે થઈ પસંદગી
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
શ્વાનના બચ્ચાંને રમડતા નજરે પડ્યો સિંહ જુઓ અનોખા દ્રશ્યો
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
અંકલેશ્વરમાં વિકાસકાર્યોને લઈ સત્તા–વિપક્ષ એકસાથે પ્રમુખ સામે પડયા
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
ઘરઘાટીએ જ ઘરમાં ખાતર પાડ્યું, અમદાવાદના આ વિસ્તારમાં બની ઘટના
g clip-path="url(#clip0_868_265)">