દુ:ખદ : હોલીવુડના ગુંથરે દુનિયાને કહી અલવિદા, કેન્સરના કારણે જેમ્સ માઈકલનું 59 વર્ષની વયે નિધન

ફ્રેન્ડસ શો દરમિયાન, ગુંથર (james michael tyler) રશેલને એક તરફી પ્રેમ કરે છે અને હંમેશા સપનું જુએ છે કે એક દિવસ, કદાચ રશેલ પણ તેના પ્રેમમાં પડી જશે.

દુ:ખદ : હોલીવુડના ગુંથરે દુનિયાને કહી અલવિદા, કેન્સરના કારણે જેમ્સ માઈકલનું 59 વર્ષની વયે નિધન
James Michael Tyler (File Photo)

હોલીવુડ શો ‘ફ્રેન્ડ્સ’ 90 ના દાયકાનો સૌથી પ્રખ્યાત ટીવી શો (Famous TV Show) હતો. આ શોમાં ગુંથરની ભૂમિકા ભજવનાર અભિનેતા જેમ્સ માઈકલ ટાઈલરનું નિધન થયું છે. જેમ્સે 59 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું.

કેન્સર સામે ઝઝુમતા જેમ્સ માઈકલ ટાઈલરનું 59 વર્ષની વયે નિધન

તમને જણાવી દઈએ કે, જેમ્સ માઈકલ ટાઈલરનું કેન્સરના (Cancer) કારણે નિધન થયુ છે. વર્ષ 2018 માં જેમ્સને સ્ટેજ IV પ્રોસ્ટેટ કેન્સર હોવાનું સામે આવ્યુ હતુ. તેણે જૂન મહિનામાં કીમોથેરાપીની સારવાર કરાવી હતી. બિમારીને કારણે આ વર્ષના ફ્રેન્ડ્સ રિયુનિયનમાં પણ જેમ્સ ઝૂમ એપ દ્વારા જોડાયા હતા. બ્રાઈટે ટ્વિટ કરીને લખ્યુ હતુ કે, ‘અમારા ગુન્થર જેમ્સ માઈકલ ટાયલરનું નિધન થયું. તે એક અદ્ભુત વ્યક્તિ હતો જેણે તેના છેલ્લા દિવસો બીજાઓને મદદ કરવામાં વિતાવ્યા હતા. તમારી આત્માને શાંતિ મળે, ગુંથર કાયમ જીવશે.’

‘ફ્રેન્ડ્સ શો’ માં જેમ્સ માઈકલ ટાઈલરની મહત્વની ભૂમિકા

જેમ્સના મેનેજરે કહ્યું કે, ‘દુનિયા તેને ફ્રેન્ડ્સ શોના સાતમા મિત્ર તરીકે ઓળખે છે પરંતુ જેમ્સ એક અભિનેતા, સંગીતકાર, કેન્સર જાગૃતિના પ્રેરણાદાયી અને પ્રેમાળ પતિ હતા’. ફ્રેન્ડ્સ શોમાં જેમ્સે સેન્ટર પર્ક કોફી શોપમાં કામ કરતા વેઈટર ગુંથરની ભૂમિકા ભજવી હતી. સમગ્ર શો દરમિયાન, ગુંથરને રશેલને (Jennifer Aniston) એક તરફી પ્રેમ કરે છે અને તે હંમેશા સપનું જુએ છે કે એક દિવસ, કદાચ રશેલ પણ તેના પ્રેમમાં પડી જશે. ગુંથર એટલે કે માઇકલના શોમાં ઘણા મજેદાર સીન જોવા મળ્યા હતા.

 

આ પણ વાંચો: Aryan khan drug case : આર્યન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનના એન્કરે કહ્યું, શાહરૂખે ભારત છોડી પરિવાર સાથે પાકિસ્તાન આવી જવું જોઈએ

આ પણ વાંચો: Aryan Khan Drug Case: ડ્રગ કેસ મામલે આજે ફરી એનસીબી કરશે અનન્યા પાંડેની પુછપરછ, સાક્ષીના ખુલાસા બાદ ઉઠયા સવાલો

Click on your DTH Provider to Add TV9 Gujarati