જેકલીન ફર્નાન્ડિઝે શિલ્પા શેટ્ટી સામે કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યુ અભિનેત્રીએ ?

જેકલીને તેના જીવન સાથે જોડાયેલી તમામ બાબતોનો પણ ઉલ્લેખ કર્યો હતો. અભિનેત્રીએ કહ્યું કે તે એવા સમયમાંથી પણ પસાર થઈ છે જ્યાં તે પોતાને એકલી અનુભવતી હતી.

જેકલીન ફર્નાન્ડિઝે શિલ્પા શેટ્ટી સામે કર્યો મોટો ખુલાસો, જાણો શું કહ્યુ અભિનેત્રીએ ?
Actress Jacqueline Fernandez (File Photo)Image Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 13, 2022 | 10:25 AM

જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez) શિલ્પા શેટ્ટીના (Shilpa Shetty) નવા ચેટ શો ‘Shape Of Ypu’માં જોવા મળી હતી, ત્યારબાદ બંને અભિનેત્રીઓએ એકબીજા સાથે મસ્તી કરતી પણ જોવા મળી હતી. આ ચેટ શો દરમિયાન બંને વચ્ચે કેટલીક ગંભીર બાબતોની પણ ચર્ચા થઈ હતી. આ શોમાં અભિનેત્રી જેકલીને તેના જીવન સાથે જોડાયેલી તમામ બાબતોનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેકલીને કહ્યું કે તે એવા સમયમાંથી પણ પસાર થઈ છે જ્યાં તે પોતાને એકલી અનુભવતી હતી. જે બાદ તેને ડૉક્ટરની પણ જરૂર પડી.અભિનેત્રીએ આ વિશે કહ્યું કે એવા ઘણા લોકો છે જે એકલા હોય છે, તેમનો પરિવાર તેમની સાથે નથી રહેતો, તેઓ ઘરની ચાર દિવાલો વચ્ચે એકલતા અનુભવતા હોય છે.

લોકડાઉનમાં અભિનેત્રી એકલી પડી ગઈ હતી

અભિનેત્રીએ કહ્યું કે લોકડાઉનનો (Lockdown) સમય તેના માટે ખુબ જ કઠિન હતો. જેકલીને જણાવ્યું કે આ પછી તેને ડોક્ટરોની થેરાપીમાંથી પસાર થવું પડ્યું. વધુમાં અભિનેત્રીએ કહ્યું કે લોકો માને છે કે થેરાપી (Therapy) કામ કરતી નથી. પરંતુ તે ઓવર કોન્ફિડન્સ છે. અભિનેત્રીએ એમ પણ કહ્યું કે તે તેના મિત્રો સાથે તેની ઉદાસીને લઈને ક્યારેય વાત નથી કરતી. તેને નિરાશાજનક વાત કરવાનું પસંદ નથી, તે તેના મિત્રોને નથી જણાવતી કે તેની સાથે શું થઈ રહ્યુ છે. આવી સ્થિતિમાં તે કોઈની સાથે કંઈપણ શેયર કરતી ન હતી, તેથી તેણે ડૉક્ટરોની મદદ લેવી પડી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

હવે જેકલીન જાણે છે કે ટ્રોલ્સને કેવી રીતે હેન્ડલ કરવું

જેકલીને વધુમાં કહ્યું કે તે જાણે છે કે હવે ટ્રોલ્સને કેવી રીતે હેન્ડલ કરવું. અભિનેત્રીએ કહ્યું કે ‘જ્યારે તમારી સાથે ખરાબ વસ્તુઓ થાય છે અથવા ખરાબ અનુભવો થાય છે, ત્યારે તમારે ખરાબ વ્યક્તિ ન બનવું જોઈએ. ઘણી વખત આપણે આ વાતો કોઈની સાથે શેયર પણ કરી શકતા નથી અને ધીરે ધીરે મનમાં જમા થઈ જાય છે, પછી મનમાં યુદ્ધની જેમ ચાલે છે, જેની ખરાબ અસર થાય છે.’

આ શોમાં અભિનેત્રીએ તેની પાછળના કોન્ટ્રોવર્સીનો પણ ઉલ્લેખ કર્યો હતો. જ્યારે શિલ્પાએ તેને શોમાં પૂછ્યું કે તે તેની પ્રાઈવસી તુટી તેના પર કઈ રીતે ડીલ કરી…તો જેકલીને જવાબ આપ્યો, ‘વર્ષોથી હું શીખી છું કે કોઈના જીવનમાં તેના વિશે જાણ્યા વિના કંઈપણ બોલવું જોઈએ નહીં.’

આ પણ વાંચો : RRR: દેશભક્તિના રંગમાં રંગાયા આલિયા ભટ્ટ, જુનિયર NTR અને રામ ચરણ, જુઓ VIDEO

g clip-path="url(#clip0_868_265)">