RRR: દેશભક્તિના રંગમાં રંગાયા આલિયા ભટ્ટ, જુનિયર NTR અને રામ ચરણ, જુઓ VIDEO
એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત ફિલ્મ RRRમાં રામ ચરણ,જુનિયર NTR અને આલિયા ભટ્ટ સાથે જોવા મળશે.ચાહકો ત્રણેયને એકસાથે જોવા માટે ખુબ ઉત્સાહિત છે.
RRR Celebration Anthem Teaser : એસએસ રાજામૌલી (S. S. Rajamouli) દ્વારા નિર્દેશિત ફિલ્મ RRRની જાહેરાત થઈ ત્યારથી જ ચાહકો આ ફિલ્મ રિલીઝ થવાની રાહ જોઈ રહ્યા છે. હવે તેમનો ઉત્સાહ વધારતા, ફિલ્મના નિર્માતાઓએ આગામી સોંગનું ટીઝર શેર કર્યું છે. આ ગીત RRR સેલિબ્રેશન એન્થમ છે, જેમાં જુનિયર NTR,(Junior NTR) રામ ચરણ(Ram Charan) અને આલિયા ભટ્ટ (Alia Bhatt) જોવા મળી રહ્યા છે.
RRR સેલિબ્રેશન એન્થમ પ્રોમો રિલીઝ થયો
સોંગમાં જુનિયર NTR અને રામ ચરણ કુર્તા પાયજામામાં જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળશે. બીજી તરફ, આલિયા ભટ્ટ સાઉથ ઈન્ડિયન સ્ટાઈલમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ટીઝર ઘણું સારું છે અને હવે સોંગ પાસેથી પણ એવી જ અપેક્ષા રાખવામાં આવી રહી છે. સોંગનું ટીઝર શેર કરતા નિર્માતાઓએ લખ્યું, યે હૈ RRR સેલિબ્રેશન એન્થમ પ્રોમો. સોંગ 14 માર્ચે સાંજે 4 વાગ્યે રિલીઝ થશે. પ્રોમોમાં બંને ધ્વજ લહેરાઈ રહ્યા છે, જેમાં વંદે માતરમ લખેલું છે. આલિયા પિંક અને રેડ કલરના સાઉથ ઈન્ડિયન આઉટફિટમાં જોવા મળી રહી છે. જ્યારે જુનિયર NTR અને રામ ચરણે કુર્તા પાયજામા પહેર્યા છે.
જુઓ વીડિયો
View this post on Instagram
ફિલ્મની વાત કરીએ તો એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 25 માર્ચે રિલીઝ થશે. તે સ્વાતંત્ર્ય સેનાની કોમારામ ભીમ અને અલ્લુ સીતારામ રાજુના યુવા દિવસોની કાલ્પનિક કહાની છે. ફિલ્મમાં અજય દેવગણ પણ ખાસ રોલમાં જોવા મળશે. આલિયાએ આ ફિલ્મ દ્વારા તેલુગુ સિનેમામાં ડેબ્યુ કર્યુ છે. આ ફિલ્મમાં આલિયા અને અજયને કારણે હિન્દી સિનેમાના ચાહકો પણ આ ફિલ્મને લઈને ઉત્સાહિત છે.
બંને પાત્રો બાકીના કલાકારો જેટલા જ મહત્વપૂર્ણ: એસએસ રાજામૌલી
તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા એસએસ રાજામૌલીએ ધ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાત કરતા ફિલ્મમાં આલિયા અને અજયના પાત્રોની ઓછી સ્ક્રીન સ્પેસ વિશે કહ્યું હતું કે, આલિયા અને અજય દેવગણનું પાત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો આપણે RRRને એક શરીર તરીકે જોઈએ તો અજય દેવગણનું પાત્ર ફિલ્મનો આત્મા છે.
અમને કોઈ એવી વ્યક્તિની જરૂર હતી જે તેને સંતુલિત કરી શકે, તેની ઉર્જાને મેચ કરી શકે, તેથી તે પાત્ર સીતા છે, જે આલિયા ભટ્ટ દ્વારા ભજવવામાં આવી રહ્યુ છે. આલિયા અને અજય દેવગણ ફિલ્મમાં કેમિયો છે, પરંતુ જો મહત્વના પાત્રોની વાત કરવામાં આવે તો બંને પાત્રો બાકીના કલાકારો જેટલા જ મહત્વપૂર્ણ છે.
આ પણ વાંચો : ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ફિલ્મના નિર્માતાને PM મોદી તરફથી મળી પ્રશંસા, જાણો શું કહ્યું વડાપ્રધાને ?