AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Harnaaz Sandhu : મિસ યુનિવર્સ ઇન્ડિયા 2021માં ચંદીગઢની આ યુવતીએ મારી બાજી, જાણો આ બ્યુટી પેઝન્ટ વિશે

Miss Universe 2021 : મિસ યુનિવર્સ ઇન્ડિયા 2021 નો તાજ હરનાઝ સંધૂને પહેરાવવામાં આવ્યો છે. તેથી ઇઝરાયલમાં મિસ યુનિવર્સ બ્યુટી પેઝન્ટની 70 મી આવૃત્તિમાં સંધુ ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

Harnaaz Sandhu : મિસ યુનિવર્સ ઇન્ડિયા 2021માં ચંદીગઢની આ યુવતીએ મારી બાજી, જાણો આ બ્યુટી પેઝન્ટ વિશે
Miss Universe 2021
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2021 | 3:16 PM
Share

Harnaaz Sandhu : ચંદીગઢની હરનાઝ સંધૂને મિસ યુનિવર્સ ઇન્ડિયા 2021 નો તાજ પહેરાવવામાં આવ્યો છે. ઉપરાંત 30 સપ્ટેમ્બરના રોજ યોજાયેલા એક ભવ્ય સમારોહમાં મિસ દિવા સુપ્રાનેશનલ વિજેતાનુ બોલીવુડ અભિનેત્રી કૃતિ સેનન દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. મિસ યુનિવર્સ ઇન્ડિયા વિજેતા હરનાઝ સંધૂ હવે ઇઝરાયેલમાં યોજાનારી મિસ યુનિવર્સ બ્યુટી પેઝન્ટ (Miss Universe Beauty Pageant) 70 મી આવૃત્તિમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

હરનાઝ સંધૂએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2021નો ખિતાબ પોતાના નામ કર્યો

જ્યારે હરનાઝ સંધૂએ મિસ યુનિવર્સ ઈન્ડિયા 2021નો ખિતાબ પોતાના નામ કર્યો છે,જ્યારે પુણેની રિતિકા ખટનાનીને મિસ દિવા સુપ્રાનેશનલ 2022 નો તાજ પહેરાવવામાં આવ્યો હતો.તમને જણાવી દઈએ કે, રિતિકા ખટનાની મિસ સુપ્રેનેશનલ પેઝન્ટની 13 મી આવૃત્તિમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ઉપરાંત જયપુરની સોનલ કુકરેજાને LIVA મિસ દિવા ફર્સ્ટ રનર જાહેર કરવામાં આવી હતી.

કોવિડ 19 ને ધ્યાનમાં રાખીને આ બ્યુટી પેજન્ટનું આયોજન કરવામાં આવ્યુ

કોવિડ 19 સુરક્ષા માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને આ બ્યુટી પેઝન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ફેશન ઉદ્યોગ અને બોલિવૂડના લોકપ્રિય અભિનેતાઓની હાજરીમાં સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટ યોજવામાં આવી હતી. મલાઈકા અરોરાએ (Malaika Arora)પણ રેડ કાર્પેટ પર પરફોર્મ કરીને સ્ટેજ પર ચાર ચાંદ લગાવ્યા હતા.ટોપ 20 ફાઈનલિસ્ટના કપડા ફેશન ડિઝાઇનર અભિષેક શર્માએ ડિઝાઇન કર્યા હતા.

મલાઇકા અરોરાએ સ્ટેજ પર લગાવી આગ

આ બ્યુટી પેઝન્ટમાં ફિલ્મ નિર્માતા અશ્વિની ઐયર તિવારી, સિંગર કનિકા કપૂર, વિશ્વ બિલિયર્ડ્સ ચેમ્પિયન પંકજ અડવાણી, ડિઝાઇનર્સ અભિષેક શર્મા, (Abhishek Sharma) શિવન ભાટિયા અને નરેશ કુકરેજા, તેમજ અભિનેતા અંગદ બેદી પણ હાજર રહ્યા હતા.ઉપરાંત આ કાર્યક્રમમાં મલાઇકા અરોરા સિવાય, સુકૃતિ અને પ્રકૃતિએ પણ શાનદાર પ્રદર્શન કર્યું હતુ.

View this post on Instagram

A post shared by Miss Diva (@missdivaorg)

આ પણ વાંચો:  Video : આ ખુરશી તો ભારે શોખીન ! મહારાષ્ટ્રથી માન્ચેસ્ટર સુધીની મુસાફરી કરી આ ખુરશીએ, કારણ જાણીને તમને પણ આશ્વર્ય થશે

આ પણ વાંચો:  કેરળની આ મુસ્લિમ યુવતીને કૃષ્ણ ભગવાન પ્રત્યે છે અનોખો પ્રેમ, પેઈન્ટિંગ બનાવીને મંદિરને આપી અનોખી ભેટ !

g clip-path="url(#clip0_868_265)">