કેરળની આ મુસ્લિમ યુવતીને કૃષ્ણ ભગવાન પ્રત્યે છે અનોખો પ્રેમ, પેઈન્ટિંગ બનાવીને મંદિરને આપી અનોખી ભેટ !

કેરળની યુવતિ જાના સલીમે કૃષ્ણનું પેઈન્ટિંગ બનાવીને મંદિરને અનોખી ભેટ આપી છે. યુવતીએ જણાવ્યુ હતુ કે, મંદિરમાં ભગવાન સમક્ષ આ પેઈન્ટિંગને પ્રસ્તુત કરવા મળ્યુ એ મારૂ સૌભાગ્ય છે.

કેરળની આ મુસ્લિમ યુવતીને કૃષ્ણ ભગવાન પ્રત્યે છે અનોખો પ્રેમ, પેઈન્ટિંગ બનાવીને મંદિરને આપી અનોખી ભેટ !
Muslim girl presents her Krishna painting to temple

Viral Photo : કેરળના કોઝીકોડની રહેવાસી એક મુસ્લિમ યુવતી આર્ટિસ્ટ છે,તેણે અત્યારસુધીમાં કૃષ્ણ ભગવાનના 500 થી વધુ ચિત્રો બનાવ્યા છે, ત્યારે તેણે એક મંદિરમાં પેઈન્ટિંગ (Painting) રજુ કરતા જણાવ્યુ હતુ કે, મારૂ સ્વપન આજે સાકાર થયુ. આ મુસ્લિમ યુવતીનો કૃષ્ણ ભગવાન પ્રત્યેનો પ્રેમ જોઈને લોકોને પણ ઘણુ આશ્વર્ય થઈ રહ્યુ છે.

શ્રી કૃષ્ણ સ્વામી મંદિરમાં ભગવાન કૃષ્ણનું પેઈન્ટિંગ રજુ કરવાની ઈચ્છા હતી

તમને જણાવી દઈએ કે,જાના સલીમે એક ભક્તોના જૂથનો સંપર્ક કરીને ભગવાનનુ પેઈન્ટિંગ મંદિરમાં રજુ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યારે કેરળના ઈલાનુડુમાં આવેલા શ્રી કૃષ્ણ સ્વામી મંદિરમાં(Shree Krishna Temple) ભગવાન કૃષ્ણનું પેઈન્ટિંગ રજુ કરવાની મળતા તે ખુબ જ ખુશ છે.

જાના સલીમાનું સ્વપ્ન પૂર્ણ થયુ

જાના સલીમાએ જણાવ્યુ હતુ કે,”ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ (Lord Krishna Idols) જોવાનું અને ભગવાન સમક્ષ મારૂ પેઇન્ટિંગ રજૂ કરવાનું મારું એક સ્વપ્ન હતું. પંડલમના ઉલાનાડુમાં આવેલા શ્રી કૃષ્ણ સ્વામી મંદિરમાં તે ઈચ્છા પૂરી થઈ છે. વધુમાં કહ્યુ કે, ખુશી વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી, અને સાથે મંદિરના સત્તાધીશોનો પણ આભાર માન્યો હતો.

બાળપણમાં તેના માતા-પિતા જાની સલીમને કન્ના કહેતા હતા 

ઉપરાંત જાની સલીમે જણાવ્યુ હતુ કે,”મને બાળપણમાં (Child wood)  મારા માતા -પિતા કન્ના કહેતા હતા અને જ્યારે મેં બાળપણમાં પહેલી વાર ભગવાન કૃષ્ણની છબી જોઈ ત્યારે મને તેનુ પેઈન્ટિંગ દોરવાની ઇચ્છા થઈ અને તે ઈચ્છા પણ પૂર્ણ થઈ”

 

આ પણ વાંચો: Stunt Video : બાઇક લઇને હોંશિયારી મારવી આ વ્યક્તિને પડી ભારે, સ્ટંટ કરતા બાઇક સમેત પડ્યો

આ પણ વાંચો:  આ પિતા અને આરોગ્યકર્મીને સલામ ! ચારે તરફ ભરાયેલા પાણીમાં બાળકને વાસણમાં લઇ જઇ આપી પોલિયોની રસી, Video થયો Viral

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati