Viral Video : મિસ યુનિવર્સ (Miss Universe) સ્પર્ધામાં ઐતિહાસિક જીત મેળવનાર હરનાઝ સંધુ (Harnaaz Sandhu) 39મી બટાલિયન ITBP ગ્રેટર નોઇડામાં(Noida) ‘મહિલા સશક્તિકરણ અને HWWA રાઇઝિંગ ડે’ પર આયોજિત કાર્યક્રમ માટે ITBP જવાનો સાથે જોડાઈ હતી. 22 વર્ષની મોડલે ફિલ્મ ‘આલૂ ચાટના બોલિયાં’ ગીત પર ડાન્સ કર્યો હતો. આ ઈવેન્ટ દરમિયાન તેણે ઘણી તસવીરો પણ ક્લિક કરી હતી.તમને જણાવી દઈએ કે, ITBP ના ઓફિશિયલ હેન્ડલ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વીડિયોમાં (Video)હરનાઝ સંધુ ડાન્સ કરતી જોવા મળે છે.
View this post on Instagram
હરનાઝે આ ઈવેન્ટ માટે સ્ટેટમેન્ટ મેકિંગ બ્લાઉઝ સાથે સાડી પસંદ કરી હતી.જે ઓલિવ લીલા શેડમાં આવે છે અને તેમાં ભૌમિતિક પ્રિન્ટ અને એમ્બ્રોઇડરીવાળા ફ્લોરલ થ્રેડવર્ક સાથે પટ્ટાવાળી બોર્ડર હોય છે. 22-વર્ષની સંધૂએ પરંપરાગત ડ્રેપિંગ શૈલીમાં આ સાડી પહેરી હતી.વાયરલ થઈ રહેલા વીડિયોમાં હરનાઝ ITBP જવાનના પરિવાર સાથે ડાન્સ કરતી જોવા મળી રહી છે.
View this post on Instagram
અગાઉ બોલિવૂડ હંગામા સાથેની એક મુલાકાતમાં, હરનાઝને એવી સેલિબ્રિટીનું નામ પૂછવામાં આવ્યું કે જેની બાયોપિકમાં તે અભિનય કરવા માંગે છે. હરનાઝે કહ્યું, “પ્રિયંકા ચોપરા. મને તેનો ભાગ બનવું ગમશે. મને લાગે છે કે, તેણે મારા સમગ્ર સમય દરમિયાન મને પ્રેરણા આપી છે. તે અમારા જેવા લાખો લોકોને પ્રેરણા આપતી રહેશે.” હરનાઝે વધુમાં કહ્યું, “હું પ્રિયંકા ચોપરાને ખૂબ જ પ્રેમ કરું છું. તેમની પાસેથી ઘણું શીખી શકાય છે. એટલા માટે હું હંમેશા પ્રિયંકાને પસંદ કરીશ.”
મિસ દિવાનો ખિતાબ જીત્યા બાદ હરનાઝે પ્રિયંકા વિશે પણ વાત કરી હતી. જ્યારે રેડિફ દ્વારા ભારતીય બ્યુટી ક્વીન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું, “પ્રિયંકા ચોપરા મારી સૌથી મોટી પ્રેરણા છે. તેણીએ પોતાની બ્રાન્ડ બનાવી છે અને માત્ર સૌંદર્ય સ્પર્ધાઓમાં જ નહીં પરંતુ તેણીની અભિનય અને ગાયકી પ્રતિભા દ્વારા પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે.
આ પણ વાંચો : શમિતા શેટ્ટી સાથે બ્રેકઅપના સમાચાર વચ્ચે રાકેશ બાપટની પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યુ અભિનેતાએ?
આ પણ વાંચો : SRKના ‘પઠાણ’ લુકના ચાહકો થયા દિવાના, દિકરી સુહાના સહિત બોલિવુડ સેલેબ્સ આપી રહ્યા છે પ્રતિક્રિયા