શમિતા શેટ્ટી સાથે બ્રેકઅપના સમાચાર વચ્ચે રાકેશ બાપટની પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યુ અભિનેતાએ?

શમિતા શેટ્ટી સાથે બ્રેકઅપના સમાચાર વચ્ચે રાકેશ બાપટની પ્રતિક્રિયા આવી સામે, જાણો શું કહ્યુ અભિનેતાએ?
Raqesh bapat and Shamita shetty relationship

છેલ્લા કેટલાક દિવસોથી સમાચાર આવી રહ્યા છે કે રાકેશ બાપટ અને શમિતા વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. જોકે આ દરમિયાન શમિતાએ આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

TV9 GUJARATI

| Edited By: Mamta Gadhvi

Mar 27, 2022 | 10:22 AM

બિગ બોસના ઘરમાં શમિતા શેટ્ટી(Shamita Shetty) અને રાકેશ બાપટ (Raqesh bapat) એકબીજાની નજીક આવ્યા અને પછી મિત્રતા બાદ બંનેની લવ સ્ટોરી શરૂ થઈ હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સમાચાર આવવા લાગ્યા હતા કે રાકેશ બાપટ અને શમિતા વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું. જોકે આ દરમિયાન શમિતાએ (Actress Shamita Shetty) આ વાતનો સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. ઉપરાંત એવુ પણ સાંભળવા મળ્યુ હતુ કે શમિતા અને રાકેશ તેમના સંબંધો પર કામ કરી રહ્યા છે. બ્રેકઅપના સમાચાર વચ્ચે હવે રાકેશે એક ઈન્ટરવ્યુમાં પોતાના રિલેશનશિપ સ્ટેટસ પર પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે કે બંને સારા મિત્રો છે.

રાકેશ બાપટે શમિતા શેટ્ટી માટે શું કહ્યું?

HT અનુસાર એક્ટર રાકેશ બાપટે કહ્યું છે કે તે તેને શમિતા સાથેના સંબંધને તે રિલેશનશિપ (Shamita raqesh relationship) નહીં કહી શકે, પરંતુ બંને વચ્ચે મિત્ર જેવો બોન્ડ છે. વધુમાં રાકેશ બાપટે કહ્યું ‘અમે બંને હેપ્પી ઝોનમાં છીએ. તે મારી ખૂબ સારી મિત્ર છે, મિત્રતા ઊંડી હોવી જોઈએ નહીં તો કોઈ તેના પર પ્રભાવ પાડી શકશે નહીં. હું એવા લોકોની વેલ્યુ કરું છું જેઓ ઈમાનદાર છે. અમારી બંનેની ઘણી રુચિઓ છે જે કોમન છે. આવા કમાલના લોકો જીંદગીમાં હોવા ખુબ સારૂ છે.

હું તેને રિલેશનશીપનું નામ નહીં આપુ : રાકેશ બાપટ

રાકેશે આગળ કહ્યું ‘હું તેને રિલેશનશીપનું નામ નહીં આપુ, પરંતુ એટલું કહીશ કે અમારી વચ્ચે સ્ટ્રોંગ બોન્ડ છે. આ એવું છે કે બે લોકો એક સ્પેસ શેયર કરે છે જેને કારણે તેઓ એકબીજા સાથે ખૂબ જ એન્જોય કરે છે, એકબીજાની કાળજી લે છે. જ્યારે તમે તેને નામ આપવાની વાત કરો છો, ત્યારે તે નામ ગેમ બની જાય છે. તે એક મહિલા છે જેનું હું ખૂબ રિસપેક્ટ કરુ છું.

તમને જણાવી દઈએ કે શમિતા અને રાકેશ વિશે એવા સમાચાર હતા કે બંને રિલેશનશિપમાં છે. બાદમાં બ્રેકઅપના સમાચાર આવ્યા બાદ શમિતાએ સામે આવીને આ સમાચારને નકારી કાઢ્યા હતા. ઉલ્લેખનીય છે કે પિંકવિલાના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંને એકબીજાથી અલગ થઈ ગયા છે. સમાચારમાં કહેવામાં આવ્યું હતું કે ‘બંને વચ્ચે બધુ બરાબર નથી ચાલી રહ્યું, પરસ્પર ઝઘડાને કારણે શમિતા અને રાકેશે અલગ થવાનો નિર્ણય લીધો છે.’

આ પણ વાંચો : Oscar 2022: દુનિયાના બે એવા લોકો જેમને ઓસ્કાર અને નોબેલ પુરસ્કાર બંને મળ્યા, જાણો આ બંને વ્યક્તિને

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati