120 કરોડની કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ હિન્દીમાં રિલીઝ થશે, પ્રભાસ માટે ઉભી કરશે મુશ્કેલી?
ગુજરાતી સિનેમાના ઈતિહાસમાં સૌથી મોટી બ્લોકબસ્ટર ફિલ્મ બનેલી લાલો કૃષ્ણ સદા સહાયતે હવે હિન્દીમાં રિલીઝ થવા જઈ રહી છે. મેકર્સે આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કર્યું છે. તો ચાલો જાણીએ હિન્દીમાં લાલો કૃષ્ણ સદા સહાયતે ફિલ્મ ક્યારે રિલીઝ થશે.

બોલિવુડ અને સાઉથની ફિલ્મો સામે રીઝનેલ સિનેમાની અને રિઝનલ ફિલ્મની વાત થતી નથી. પરંતુ ટેલેન્ટની વાત આવે તો કોઈ પણ ઈન્ડસ્ટ્રી હોય પોતાની ઓળખ બનાવી જ લે છે. વર્ષ 2025માં બોલિવુડ અને સાઉથની અનેક ફિલ્મો બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરી હતી પરંતુ પ્રોફિટના મામલે એક ગુજરાતી ફિલ્મ બધા પર ભારે પડી છે. આ ગુજરાતી ફિલ્મનું નામ છે લાલો કૃષ્ણ સદા સહાયતે
આ એક ગુજરાતી ફિલ્મ છે. જેમણે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. લાખોના બજેટમાં બનેલી આ ફિલ્મે કરોડો રુપિયાનો બિઝનેસ કર્યો છે. હવે આ ફિલ્મ હિન્દીમાં રિલીઝ થવા જઈ રહી છે. ટુંક સમયમાં સિનેમાઘરોમાં પણ આ ફિલ્મનું હિન્દી વર્ઝન રિલીઝ થશે, જેનું હિન્દીમાં ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. આ સ્ટોરી એક રિક્ષા ડ્રાઈવરની છે. જેની લાઈફમાં અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરે છે. ત્યારબાદ તેની લાઈફમાં ભગવાન શ્રી કૃષ્ણની એન્ટ્રી થાય છે.
‘લાલોઃ કૃષ્ણ સદા સહાયતે’નું હિન્દી ટ્રેલર રિલીઝ
ગુજરાતી ફિલ્મ ‘લાલોઃ કૃષ્ણ સદા સહાયતે’નું હિન્દી ટ્રેલર રિલીઝ થઈ ચુક્યું છે. હવે હિન્દી ચાહકો આ ફિલ્મને જોવા માટે આતુર છે.
View this post on Instagram
આ ફિલ્મ હિન્દીમાં ક્યારે રિલીઝ થશે?
લાલો કૃષ્ણ સદા સહાયતેનું ડાયરેક્શન અંકિત સકિયાએ કર્યું છે. ફિલ્મમાં રીવા રચ્છ, શ્રુહદ ગૌસ્વામી, કરણ જોશી, અંશુ જોશી અને કિન્નલ નાયક મહત્વના પાત્રમાં છે. 50 લાખના બજેટમાં બનેલી આ ફિલ્મે 120 કરોડની કમાણી કરી છે. હિન્દીમાં આ ફિલ્મ 9 જાન્યુઆરી 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ટુંકમાં આ ફિલ્મ હિન્દી ફિલ્મોને ટકકર આપશે. આ સાથે ફિલ્મની ટકકર પ્રભાસ અને સંજય દત્તની ધ રાજા સાહેબ અને થલપતિ વિજયની જન નેતા સાથે થશે. આ બંન્ને ફિલ્મો સાઉથી છે પરંતુ હિન્દીમાં પણ રીલીઝ થઈ રહી છે.
