Song lyrics : શું તમે ‘અચકો મચકો’ ગીત ખોટું તો નથી ગાઈ રહ્યા ને..અહીં જુઓ ગીતના શબ્દો તેમજ સાંભળો ગીત
આજે આપણે એક ગુજરાતી ગીતની લિરિક્સ (Song lyrics) એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું. કેમ કે ઘણી વાર આપણે ગેરસમજને લઈને ખોટાં ઉચ્ચાર કરતાં હોઈ છીએ. તો ચાલો ગીતના લિરિક્સ પર કરીએ એક નજર...
કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે કામથી કે કોઈ અન્ય કારણોસર થોડોક બ્રેક લેવા ઈચ્છે તો તે સોન્ગ સાંભળતા હોય છે. આજ-કાલ કોઈ પણ ભાષાના લોકો હોય, તેને બધી ભાષાના સોન્ગ સાંભળવા ગમે છે. જેમ કે, ગુજરાતી, પંજાબી, તેલુગુ, English ગીતો સાંભળતા હોય છે. આજે આપણે એક ગુજરાતી ગીતની લિરિક્સ એટલે કે તેના લખેલા શબ્દો જોઈશું જેથી આપણે જે ખોટા ઉચ્ચારણ કરતાં હોય તેનાથી બચી શકીએ, અને સાચા શબ્દોની સમજ આવે.
અહીં આપણા સૌનું મનપસંદ ગીત આપ્યું છે કે, ‘અચકો મચકો કાં રે લી’. એટલે કે ‘કારેલી’ નહીં પણ ‘કાં રે અલી’. મતલબ કે કાં એ છોકરી એવું. તો જુઓ અને વાંચો આ ગીતના શબ્દો.
{ગુજરાતી સોન્ગ}
“તમે કિયા તે ગામના ગોરી રાજ”
તમે કિયા તે ગામના ગોરી રાજ અચકો મચકો કાં રે લી….. (કાં એ એલી)
અમે ગોંડલ ગામના ગોરી રાજ અચકો મચકો કાં રે લી…..
તમે દલડાં લીધાં ચોરી રાજ અચકો મચકો કાં રે લી…..
આ તો ચોરી પર શિરજોરી રાજ અચકો મચકો કાં રે લી…..
હે…. જો ને પાંચ વેંતની પૂતળી અને મુખ લોઢાના જો ને દાંત હે…. નારી સંગે નટ રમે તમે ચતુર કરો વિચાર
ધીન-ધાક ધીન-ધાક રંગ-રંગીલું સાંબેલું ધીન-ધાક ધીન-ધાક છેલ-છબીલું સાંબેલું
તમે કેટલા ભાઈ કુંવારા રાજ અચકો મચકો કાં રે લી…….
અમે સાતે ભાઈ કુંવારા રાજ અચકો મચકો કાં રે લી……
તમને કિયા તે ગોરી ગમશે રાજ અચકો મચકો કાં રે લી……
જે રંગે અમારી રમશે રાજ અચકો મચકો કાં રે લી……
English Lyrics
“Tame Kiya Te Gaamna Gori Raj Lyrics”
tame kiya te gaamna gori raj achko machko ka re li
ame gondal gaamna gori raj
achko machko ka re li
tame dalda lidha chori raj achko machko ka re li
aa to chori par shirjori raj achko machko ka re li
he.. jo ne panch ventni putli ane mukh lodhana jo ne daant he.. naari sange nat rame tame chatur karo vichar
dhin-dhak dhin-dhak rang-rangilu sabelu dhin-dhak dhin-dhak chhel-chhabilu sabelu
tame ketla bhai kunwara raj
achko machko ka re li
ame saate bhai kunwara raj achko machko ka re li
tamne kiya te gori gamshe raj achko machko ka re li
je range amari ramshe raj achko machko ka re li