AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gehraiyaan: દીપિકા પાદુકોણની બહેન અનીશા જોવા મળી ફિલ્મ ‘ગહેરાઈયા’માં, ચાહકોએ આપી કંઈક આવી પ્રતિક્રિયા

'ગહેરાઈયા' ફિલ્મ 11 ફેબ્રુઆરી 2022ના રોજ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઈ છે. કેટલાક ચાહકોએ આ ફિલ્મમાં દીપિકાની બહેન અનીશાની પણ નોંધ લીધી છે.

Gehraiyaan: દીપિકા પાદુકોણની બહેન અનીશા જોવા મળી ફિલ્મ 'ગહેરાઈયા'માં, ચાહકોએ આપી કંઈક આવી પ્રતિક્રિયા
Deepika Padukone and Anisha (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 12, 2022 | 2:28 PM
Share

Gehraiyaan: દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ગહેરાઈયા’ (Gehraiyaan Movie) ગઈકાલથી એમેઝોન પ્રાઈમ વીડિયો પર સ્ટ્રીમ થઈ હતી. આ ફિલ્મની રિલીઝ પર ફિલ્મ સમીક્ષકો ઉપરાંત ચાહકોની પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. આ ફિલ્મ અંગે દરેકના અલગ-અલગ અભિપ્રાય સામે આવી રહ્યા છે. કેટલાક લોકો આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ (Deepika Padukone) અને સિદ્ધાંત ચતુર્વેદીની લવ કેમિસ્ટ્રી અને બોલ્ડ સીન્સની ચર્ચા કરી રહ્યા છે તો કેટલાક લોકો આ ફિલ્મમાં બતાવવામાં આવેલા સંબંધો વિશે વાત કરી રહ્યા છે. મોટાભાગના લોકોને આ ફિલ્મ પસંદ આવી રહી છે.

ચાહકોએ આ ફિલ્મમાં દીપિકાની બહેનની નોંધ લીધી

આ ફિલ્મમાં દીપિકા સિવાય અન્ય કોઈ છે જે ચર્ચામાં છે, જી હા તે છે દીપિકા પાદુકોણની બહેન અનીશા (Anisha). કેટલાક ચાહકોએ આ ફિલ્મમાં દીપિકાની બહેનની નોંધ લીધી છે. તમને જણાવી દઈએ કે તે એક સીનમાં જોવા મળી રહી છે જેનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ફિલ્મમાં મેકર્સ દ્વારા કરવામાં આવેલ કામ દર્શકોને ખૂબ જ પસંદ આવી રહ્યુ છે.

દીપિકાની બહેન અનીશાનું ‘ગહેરાઈયા’ કનેક્શન

ગઈ કાલે રિલીઝ થયેલી દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદીની ફિલ્મ ‘ગહેરાઈયા’ના એક સીનનો સ્ક્રીન શૉટ વધુને વધુ વાયરલ થઈ રહ્યો છે. આ સીનમાં દીપિકાના પરિવારનો ફેમિલી ફોટો બતાવવામાં આવ્યો છે. આ ફેમિલી ફોટોનો સ્ક્રીનશોટ અને દીપિકા-અનીશાનો રિયલ ફોટો એકસાથે શેર કરવામાં આવી રહ્યો છે અને કહેવામાં આવી રહ્યુ છે કે મેકર્સે ‘ગહેરાઈયા’માં જોવા મળેલા દીપિકાના ફેમિલી ફોટોમાં અનીશાની તસવીરને રિપ્લેસ કરી છે.

ચાહકોએ આપી કંઈક આવી પ્રતિક્રિયા

આ પોસ્ટને શેર કરીને ફેન્સ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક ચાહકો ખૂબ જ ખુશ થઈને પૂછે છે કે શું આ આઈડિયા શકુન બત્રાનો હતો કે દીપિકાનો?. દીપિકાના ફેન્સને પણ આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. તે દીપિકાના સૌથી અલગ અને શ્રેષ્ઠ અભિનય વિશે જણાવતા જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો : Bollywood: દીપિકા સાથે સિદ્ધાંતનો કિસિંગ સીન જોઈ અંકલે કર્યો પિતાને ફોન, જાણો કારણ

g clip-path="url(#clip0_868_265)">