AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bihar :’ધ કાશ્મીર ફાઇલ્સ’ જોવા પહોંચ્યા બિહારના ધારાસભ્યો, નાયબ મુખ્યમંત્રી અને સ્પીકર , કોંગ્રેસે કહ્યું ગોધરા ઉપર પણ ફિલ્મ બનવી જોઈએ

સોમવારે બિહાર સરકાર વતી તમામ ધારાસભ્યોને ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ બતાવવામાં આવી હતી. ફિલ્મના સ્પેશિયલ શો દરમિયાન વિપક્ષના મોટાભાગના ધારાસભ્યો ગાયબ હતા. આ દરમિયાન કોંગ્રેસના મહિલા ધારાસભ્યએ ફિલ્મની પ્રશંસા કરતા ગોધરા પર પણ ફિલ્મ બનાવવાની માંગ કરી હતી.

Bihar :'ધ કાશ્મીર ફાઇલ્સ' જોવા પહોંચ્યા બિહારના ધારાસભ્યો, નાયબ મુખ્યમંત્રી અને સ્પીકર , કોંગ્રેસે કહ્યું ગોધરા ઉપર પણ ફિલ્મ બનવી જોઈએ
ધ કાશ્મીર ફાઇલ્સ' જોવા પહોંચ્યા બિહારના ધારાસભ્યો, નાયબ મુખ્યમંત્રી અને સ્પીકરImage Credit source: instagram photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2022 | 5:03 PM
Share

Bihar: ધારાસભ્યોએ પટનાના મોના સિનેમામાં કાશ્મીરી પંડિતો (Kashmiri Pandit) પર બનેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) જોઈ. શાસક પક્ષના મોટાભાગના ધારાસભ્યો (MLA)એ ફિલ્મ જોઈ હતી. પરંતુ વિરોધ પક્ષમાંથી માત્ર એક-બે ધારાસભ્યો જ ફિલ્મ જોવા આવ્યા હતા. વિપક્ષના આ ધારાસભ્યોએ ફિલ્મની પ્રશંસા કરી હતી. આ સાથે તેમણે ગુજરાતની ગોધરા ઘટના પર ‘ધ કાશ્મીર ફાઇલ્સ‘ જેવી ફિલ્મ બનવી જોઈએ તેવી માંગ કરી હતી. સોમવારે કોંગ્રેસના બે ધારાસભ્યો પ્રતિમા દાસ અને નીતુ કુમારી બિહાર સરકાર દ્વારા આયોજિત ફિલ્મનો સ્પેશિયલ શો જોવા પહોંચ્યા હતા. ફિલ્મ જોઈને તેણે વખાણ કર્યા અને સમર્થન કર્યું કે કાશ્મીરી પંડિતો સાથે અત્યાચાર થયો છે.

આ સાથે બંને ધારાસભ્યોએ કહ્યું કે, જે રીતે કાશ્મીરી પંડિતોનું સત્ય સામે આવ્યું છે તેવી જ રીતે ગોધરાકાંડનું સત્ય પણ બહાર આવવું જોઈએ.

ગોધરા પર ફિલ્મ બનવી જોઈએ

કોંગ્રેસના ધારાસભ્ય પ્રતિમા દાસે કહ્યું કે, આ ફિલ્મ દ્વારા જે રીતે કાશ્મીરનું સત્ય સામે આવ્યું છે. તેવી જ રીતે ગોધરા પર પણ ફિલ્મ બનવી જોઈએ જેથી તેનું સત્ય સૌની સામે આવે. બીજી તરફ કોંગ્રેસના હિસુઆ ધારાસભ્ય નીતુ કુમારીએ કહ્યું કે કોંગ્રેસે દેશ માટે ઘણું બલિદાન આપ્યું છે. તેમણે કહ્યું કે અમે વડાપ્રધાનને ગુમાવ્યા છે. હવે જ્યારે ધ કાશ્મીર ફાઇલ્સ જેવી ફિલ્મ બની રહી છે ત્યારે ગોધરા પર પણ ફિલ્મ બનવી જોઈએ જેથી લોકો તેનું સત્ય જાણી શકે.

આરજેડીના એમએલસી આરકે પ્રસાદ પણ પહોંચ્યા

સોમવારે નાયબ મુખ્યમંત્રી તારકિશોર પ્રસાદના નેતૃત્વમાં આ ફિલ્મ વિધાનસભાના બંને ગૃહોના સભ્યોને બતાવવામાં આવી હતી. મંત્રીઓની સાથે બિહાર વિધાન પરિષદના ઘણા મંત્રીઓ અને વિધાનસભા અધ્યક્ષ પણ ફિલ્મ જોવા પહોંચ્યા હતા. તો વિપક્ષ વતી આરજેડી એમએલસી આરકે પ્રસાદ અને કોંગ્રેસના ધારાસભ્ય પ્રતિમા દાસ પહોંચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ દરમિયાન ઘણા ધારાસભ્યો ભાવુક થઈ ગયા હતા.

આ પણ વાંચો : Gujarat Assembly election 2022 : ગુજરાત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની થશે એન્ટ્રી, પાટીદાર અને મુસ્લિમ વોટબેંક કબજે કરવાનો કેજરીવાલનો પ્લાન

Follow Us
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
ગેરકાયદે ધરપકડ, પરેડ સહિતના મુદ્દે પાયલ ગોટીને 7.5 લાખ ચૂકવવા આદેશ
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
આજથી રાજકોટના લોકમેળાનો પ્રારંભ, હજુ સુધી રાઇડ્સને મંજૂરી નહીં
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સાઇકલ ફેરવો અને કપડાં ધોવો, સોશિયલ મીડિયા પર વાયરલ થયો 'દેશી જુગાડ'
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
સુપ્રીમ કોર્ટ તરફથી OBC ક્રીમીલેયર કેસમાં કેન્દ્ર સરકારને કોઈ રાહત નહી
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
જૂનાગઢમાં આખલાએ રૌદ્ર રૂપ ધારણ કરતાં સિંહનો દાવ પાડ્યો ઊંધો ! Video
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
વડોદરામાં બિનઆરોગ્યપ્રદ પાણીપુરી સામે મનપાની લાલ આંખ
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
ભરૂચમાં મુખ્ય સરકારી વકીલ અને એપીપીના રાજીનામા પડ્યાં
g clip-path="url(#clip0_868_265)">