The Kashmir Files Review : કાશ્મીરી પંડિતોના દર્દને વર્ણવે છે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’, સદીઓ સુધી યાદ રહેશે અનુપમ ખેરનો અભિનય

1990માં કાશ્મીરમાં થયેલા હિંદુઓના નરસંહારને વિવેક અગ્નિહોત્રીએ લોકોના હ્રદયને ધ્રુજાવી દે તે રીતે દર્શાવ્યો છે. આ ફિલ્મ માત્ર તથ્યો ઉપર માત્ર પ્રકાશ જ નથી પાડતી પણ કેટલાક પ્રશ્નો પણ ઉભા કરે છે.

The Kashmir Files Review : કાશ્મીરી પંડિતોના દર્દને વર્ણવે છે 'ધ કાશ્મીર ફાઇલ્સ', સદીઓ સુધી યાદ રહેશે અનુપમ ખેરનો અભિનય
The Kashmir Files poster
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 5:20 PM

ફિલ્મ – The Kashmir Files

કલાકારો – અનુપમ ખેર, પલ્લવી જોશી, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર, ચિન્મય મંડલેકર, પુનીત ઈસાર, મૃણાલ કુલકર્ણી

નિર્દેશક – વિવેક અગ્નિહોત્રી

મોનાલિસાએ સોફા પર બેસીને કરાવ્યું હોટ ફોટોશૂટ, જુઓ ફોટો
શું છે 'લાડલી' સ્કીમ, જેણે શિવરાજને ફરી બનાવ્યા સાંસદના 'લાડલા' ?
પાંખ હોવા છતા નથી ઉડી શકતા આ 7 અનોખા જીવ !
બોસ લેડી લુકમાં જાહ્નવી કપૂરની કીલર તસવીરો આવી સામે, જુઓ Photos
ધોતી-શેરવાનીમાં જોવા મળ્યો હુડ્ડા, લગ્ન બાદ વાયરલ થઈ રણદીપ-લિનની તસ્વીરો
આજનું રાશિફળ તારીખ : 03-12-2023

વર્ષ 2019 માં, વિવેક અગ્નિહોત્રીની (Vivek Agnihotri) ફિલ્મ ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ (The Tashkent Files) રિલીઝ થઈ હતી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. આ ફિલ્મને બે નેશનલ એવોર્ડ પણ મળ્યા હતા. ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ (The Kashmir Files) પછી હવે વિવેક અગ્નિહોત્રી ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ લઈને આવ્યા છે, જેમાં તેમણે 90ના દાયકામાં કાશ્મીરમાં કાશ્મીરી પંડિતો અને હિંદુઓના નરસંહાર અને હિજરતની વાર્તા દર્શાવી છે.

આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી જેવા દિગ્ગજ કલાકારો છે, પરંતુ સાથે જ પલ્લવી જોશી અને દર્શન કુમાર જેવા અનુભવી કલાકારો પણ ફિલ્મમાં જોવા મળશે. ‘ધ તાશ્કંદ ફાઈલ્સ’ને દર્શકો અને વિવેચકો તરફથી ઘણી પ્રશંસા મળી હતી, તો હવે જોવાનું એ રહેશે કે શું વિવેક અગ્નિહોત્રી ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ દ્વારા ફરી એકવાર દર્શકોના દિલ જીતવામાં સફળ થશે ? જો તમે આ ફિલ્મ જોવાનું વિચારી રહ્યા છો, તો તે પહેલા તમે આ સમીક્ષા વાંચી શકો છો.

શું છે ફિલ્મની વાર્તા?

ફિલ્મની વાર્તા કાશ્મીરના શિક્ષક પુષ્કરનાથ પંડિત (અનુપમ ખેર)ના જીવનની આસપાસ ફરે છે. કૃષ્ણ (દર્શન કુમાર) તેમના દાદા પુષ્કરનાથ પંડિતની છેલ્લી ઈચ્છા પૂરી કરવા દિલ્હીથી કાશ્મીર આવે છે. કૃષ્ણ તેમના દાદાના શ્રેષ્ઠ મિત્ર બ્રહ્મા દત્ત (મિથુન ચક્રવર્તી) પાસે રોકાય છે. તે દરમિયાન પુષ્કરના અન્ય મિત્રો પણ કૃષ્ણાને મળવા આવે છે. આ પછી ફિલ્મ ફ્લેશબેકમાં જાય છે.

1990 પહેલા કાશ્મીર કેવું હતું તે ફ્લેશબેકમાં બતાવવામાં આવ્યું છે. આ પછી 90ના દાયકામાં કાશ્મીરી પંડિતોને મળનારી ધમકી  અને જબરદસ્તી કાશ્મીર અને તેમના ઘર છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા તેની દર્દનાક કહાની દર્શાવવામાં આવી છે. કૃષ્ણને ખબર નથી કે તે સમય દરમિયાન તેનો પરિવાર કેવા મુશ્કેલ સમયમાંથી પસાર થયો છે. આ પછી, 90ના દાયકાની ઘટનાઓના સ્તરો તેમની સામે ઉજાગર કરવામાં આવે છે અને બતાવવામાં આવે છે કે તે દરમિયાન કાશ્મીરી પંડિતો કેવી પીડામાંથી પસાર થયા હતા. આખી વાર્તા આની આસપાસ ફરે છે.

રિવ્યુ

વિવેક અગ્નિહોત્રીએ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ દ્વારા એક અલગ કહાની બતાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે આ ફિલ્મ દ્વારા કાશ્મીરી હિંદુઓના દર્દને ઊંડાણપૂર્વક અને ખૂબ જ કઠોર રીતે રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. તે આપણને સંપૂર્ણપણે અલગ દુનિયામાં લઈ જાય છે. ફિલ્મમાં આવા ઘણા દ્રશ્યો છે જે તમારા રુંવાડા ઉભા કરી દેશે. આ ફિલ્મ તમને પુરો સમય તમારી સીટ પર જકડી રાખશે. ફિલ્મની વાર્તા સારી છે અને વિવેક અગ્નિહોત્રી પોતાના કામમાં સંપૂર્ણ રીતે સફળ જણાય છે.

અભિનય

કલાકારોનો અભિનય આ ફિલ્મને એક નવી ઉંચાઈ પર લઈ ગયો છે. જો કે અનુપમ ખેરે પોતાના અભિનયથી ઘણી વખત દર્શકોના દિલ જીતી લીધા છે, પરંતુ આ ફિલ્મમાં અનુપમ ખેરે પુષ્કરનાથ પંડિતનું પાત્ર એવી રીતે ભજવ્યું છે કે દર્શકો આશ્ચર્યચકિત થઈ જશે. તેણે ફરી એકવાર સાબિત કર્યું કે તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી તેજસ્વી વર્સેટાઈલ એક્ટર છે. સાથે જ મિથુન ચક્રવર્તીએ પણ પોતાના પાત્રને પૂરો ન્યાય આપ્યો છે. એક વિદ્યાર્થી નેતા તરીકે દર્શન કુમારે ખૂબ જ અસરકારક કામગીરી દર્શાવી.

તે જ સમયે, પલ્લવી જોશી વિશે વાત કરીએ તો, તેમને ‘ધ તાશ્કંદ ફાઇલ્સ’ માટે બેસ્ટ સપોર્ટીંગ એક્ટરનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો અને તેમણે ફરી એક વાર સાબિત કર્યું કે તેઓ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ માટે પણ એવોર્ડ માટે પ્રબળ દાવેદાર છે. અહીં પણ ચિન્મયના અભિનયના વખાણ કરવા પડે, જેણે ફારૂક અહેમદ તરીકે સ્ક્રીન પર અમીટ છાપ છોડી દીધી છે. આ સિવાય બાકીના કલાકારોએ પણ પોતાના પાત્રને પૂરો ન્યાય આપ્યો છે.

ફિલ્મમાં ક્યાં ખામી છે?

ફિલ્મમાં આપણે જે ખામી નોંધી છે તે છે તેનો રનિંગ ટાઈમ. આ ફિલ્મ 2 કલાક 50 મિનિટની છે. આ ફિલ્મમાં 30 મિનિટનો કટ સરળતાથી કરી શકાયો હોત. કેટલીક જગ્યાએ, ફિલ્મ બોજારૂપ લાગે છે. આ ઉપરાંત ફિલ્મનું મ્યુઝિક પણ એટલું ખાસ નથી. આ ફિલ્મ નબળા દિલના લોકો માટે નથી. એકદંરે ખૂબ જ સારી ફીલ્મ છે.  આ ફિલ્મ એક વાર જરૂર જોવી જોઈએ. આમાં નાખવામાં આવેલી સંવેદનાઓ મનને હચમચાવી નાખે છે.

આ પણ વાંચો :  Darshan Raval New Song : હોળી પહેલા દર્શન રાવલનું નવું ગીત ‘ગોરીયે’ ધૂમ મચાવી રહ્યું છે, જુઓ

Latest News Updates

મહુવાના આ ગામનો રોડ 5 વર્ષથી બિસ્માર છતા તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં
મહુવાના આ ગામનો રોડ 5 વર્ષથી બિસ્માર છતા તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં
બનાસકાંઠા: દાંતાના તળેટી ગામની દયનીય સ્થિતિ
બનાસકાંઠા: દાંતાના તળેટી ગામની દયનીય સ્થિતિ
સૌરાષ્ટ્રમાં માવઠાની સ્થિતિએ વધારી ચિંતા, ભરશિયાળે વરસાદની આગાહી
સૌરાષ્ટ્રમાં માવઠાની સ્થિતિએ વધારી ચિંતા, ભરશિયાળે વરસાદની આગાહી
રાજકોટ : મિનરલ પાણીની બોટલમાંથી નીકળી જીવાત
રાજકોટ : મિનરલ પાણીની બોટલમાંથી નીકળી જીવાત
જનતા-જનાર્દનને નમન, ત્રણ રાજ્યોમાં ભવ્ય જીત પર PM મોદીનું ટ્વીટ
જનતા-જનાર્દનને નમન, ત્રણ રાજ્યોમાં ભવ્ય જીત પર PM મોદીનું ટ્વીટ
વડોદરાના શિનોરમાં ગરનાળામાં વરસાદી પાણી ભરાયા
વડોદરાના શિનોરમાં ગરનાળામાં વરસાદી પાણી ભરાયા
ચૂંટણીમાં જીત બાદ CR પાટીલની પહેલી પ્રતિક્રિયા આવી સામે
ચૂંટણીમાં જીત બાદ CR પાટીલની પહેલી પ્રતિક્રિયા આવી સામે
સુરત: રૂરલ પોલીસે શંકાસ્પદ આયુર્વેદિક સિરપની બોટલો ઝડપી પાડી
સુરત: રૂરલ પોલીસે શંકાસ્પદ આયુર્વેદિક સિરપની બોટલો ઝડપી પાડી
ભરૂચ વિડીયો : મેરેજ સીઝનમાં માવઠાથી લગ્ન સમારંભના રંગમાં ભંગ પડ્યો
ભરૂચ વિડીયો : મેરેજ સીઝનમાં માવઠાથી લગ્ન સમારંભના રંગમાં ભંગ પડ્યો
આ ચાર રાશિના જાતકોને આજે સ્વાસ્થ્ય અંગે રાખવી કાળજી
આ ચાર રાશિના જાતકોને આજે સ્વાસ્થ્ય અંગે રાખવી કાળજી
g clip-path="url(#clip0_868_265)">