અંતરિક્ષમાં શૂટ થનારી પહેલી ફિલ્મ બની ‘ચેલેન્જ’, 12 દિવસના શૂટિંગ બાદ ધરતી પર પરત ફરી ટિમ

આ ફિલ્મના શુટીંગ (Film Shooting) માટે ક્રુએ 12 દિવસ અંતરિક્ષમાં વિતાવ્યા હતા. નોંધનીય છે કે, અંતરિક્ષમાં શૂટ થનારી આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મની વાર્તા ISS પર આધારિત છે. આ રોકેટ આંતરરાષ્ટ્રીય સમય અંતર્ગત રવિવારે બપોરે 1:15 વાગ્યે આંતરરાષ્ટ્રીય અવકાશ કેન્દ્રથી રવાના થયું હતું.

અંતરિક્ષમાં શૂટ થનારી પહેલી ફિલ્મ બની 'ચેલેન્જ', 12 દિવસના શૂટિંગ બાદ ધરતી પર પરત ફરી ટિમ
challenge became the first film to be shot in space
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2021 | 7:23 AM

દેશને વિદેશમાં તો ફિલ્મનું શૂટિંગ (Film Shooting) થાય છે. પરંતુ શું તમે સાંભળ્યું છે કે, કયારે પણ અંતરિક્ષમાં ફિલ્મનું શૂટિંગ થયું હોય. હાલમાં જ ચેલેન્જ (challenge) નામની ફિલ્મનું શૂટિંગ સ્પેસમાં થયું છે. જો આ વિશેની વાત કરવામાં આવે તો એક અવકાશયાત્રી અને બે રશિયન ફિલ્મ નિર્માતાઓને લઈ જતું સૌઍઝ અંતરિક્ષ કેપ્સ્યુલ ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટરથી રવાના થયા બાદ સાડા ત્રણ કલાક પછી ધરતી પર સુરક્ષિત લેન્ડ થયું હતું.

વાયુમંડળમાં પ્રવેશ કર્યા બાદ કેપ્સ્યુલ રવિવારે સાંજે 4:35 વાગ્યે કઝાકિસ્તાનમાં લેન્ડ કર્યું હતું. ક્રૂએ ફિલ્મના શૂટિંગ માટે 12 દિવસ અવકાશમાં પસાર કર્યા હતા. અવકાશમાં શૂટ થનારી આ પહેલી ફિલ્મ છે. આ ફિલ્મનો થોડો ભાગ આઇએસએસમાં શૂટ કરવામાં આવ્યા છે. રોકેટ આંતરરાષ્ટ્રીય સમય અંતર્ગત રવિવારે બપોરે 1:15 વાગ્યે આંતરરાષ્ટ્રીય અવકાશ કેન્દ્રથી રવાના થયું હતું.

અવકાશયાત્રી ઓલેગ નોવિટસ્કી, યુલિયા પેરેસિલ્ડ અને ક્લિમ શિપેન્કો આ સ્પેસ કેપ્સ્યુલમાં સવાર હતા. અભિનેત્રી પેરેસિલ્ડ અને ફિલ્મ દિગ્દર્શક શિપેન્કો “ચેલેન્જ” નામની ફિલ્મના ભાગોને શૂટ કરવા માટે 5 ઓક્ટોબરે સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા હતા અને 12 દિવસ ત્યાં રોકાયા હતા.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ફિલ્મમાં સર્જનની ભૂમિકા ભજવતા પેરેસિલ્ડને ક્રૂ મેમ્બરને બચાવવા માટે સ્પેસ સ્ટેશન પર જવું પડે છે. ક્રૂ મેમ્બરનું તાત્કાલિક ઓપરેશન અવકાશ ભ્રમણકક્ષામાં જ જરૂરી છે. સ્પેસ સ્ટેશનમાં છ મહિનાથી વધુ સમય વિતાવનાર નોવિત્ઝકી ફિલ્મમાં બીમાર અવકાશયાત્રીની ભૂમિકા ભજવે છે.

આ ફિલ્મના અવકાશ શૂટિંગની વાત કરવામાં આવે તો પેરેસિલ્ડ જે આ ફિલ્મમાં સર્જનની ભૂમિકા ભજવે છે તેને ક્રૂ મેમ્બરને બચાવવા માટે સ્પેસ સેન્ટર પર જવું પડે છે. તેને અવકાશ ભ્રમણકક્ષામાં જ તાત્કાલિક કામગીરીની જરૂર છે. સ્પેસ સ્ટેશનમાં છ મહિનાથી વધુ સમય વિતાવનાર નોવિત્ઝકી ફિલ્મમાં બીમાર અવકાશયાત્રીની ભૂમિકા ભજવે છે. અવકાશયાન કઝાકિસ્તાનમાં ઉતરે તેવી ધારણા છે.

અવકાશમાં શૂટિંગના મામલે ચેલેન્જએ બાજી મારી લીધી છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે હોલીવુડ એક્ટર ટોમ ક્રૂઝ સૌ પ્રથમ તેમની ફિલ્મ ‘મિશન ઈમ્પોસિબલ’નું શૂટિંગ અવકાશમાં કરી શકે છે. ક્રૂઝ ફિલ્મના શૂટિંગ માટે સ્પેસ સેન્ટરની મુલાકાત પણ લઈ શકે છે. જો કે તેની ઘોષણા પછી તેમના તરફથી કોઈ અપડેટ આવ્યું નથી. પરંતુ હવે ‘ચેલેન્જ’ અવકાશમાં શૂટ થનારી પહેલી ફિલ્મ બની ગઈ છે.

આ પણ વાંચો : WI-FI on Moon : હવે ચંદ્ર ઉપર પણ માણી શકશો વાઇફાઇનો આનંદ, નેટવર્ક સ્થાપિતની તૈયારી કરી રહ્યું છે નાસા

આ પણ વાંચો : Health Tips: પલાળેલી અને છાલવાળી બદામ સ્વાસ્થ્ય માટે કેમ વધુ સારી? જાણો 4 આશ્ચર્યજનક ફાયદા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">