WI-FI on Moon : હવે ચંદ્ર ઉપર પણ માણી શકશો વાઇફાઇનો આનંદ, નેટવર્ક સ્થાપિતની તૈયારી કરી રહ્યું છે નાસા
થોડા સમય પહેલા ખબર આવી હતી કે, ચંદ્ર ઉપર પર વાઇફાઇનો (Wifi) આનંદ માણી શકશો. જેની માટેની તૈયારીઓ પણ શરૂ થઇ ગઈ છે. 2030માં વાઇફાઇનો ઉપયોગ મંગળ પરના પ્રથમ માનવ મિશનને ટેકો આપવા માટે થઈ શકે છે.
આજકાલ લોકોની જિંદગી શરૂ જ સોશિયલ મીડિયાથી થાય છે. જેના માટે કાં તો વાઇફાઇ જોઈશે અથવા તો ઇન્ટરનેટ. પરંતુ આપણને ઘણીવાર વિચાર આવતો હોય છે કે, વૈજ્ઞાનિકો (Scientist) ચંદ્ર પર જતા હશે ત્યારે વાઇફાઇ (Wifi) કે ઇન્ટરનેટ (Internet) તો નથી. પરંતુ હવે તમે ચંદ્ર ઉપર પણ વાઇફાઇનો આનંદ માણી શકશો.
જી હા. આ માટે અમેરિકી સ્પેસ એજન્સી (NASA) ચંદ્ર પર વાઇ-ફાઇ નેટવર્ક લગાવવાનો વિચાર કરી રહ્યું છે. તાજેતરમાં કરેલા અભ્યાસમાં આ વાત સામે આવી છે. તેનાથી અમેરિકાના કેટલાક ભાગોમાં ઈન્ટરનેટની અસુવિધા ઘટાડવાનો પ્રયત્ન કરશે અને ભવિષ્યના આર્ટેમિસ મિશનને ટેકો આપવાની કોશિશ કરવામાં આવશે.
નાસાના ગ્લેન રિસર્ચ સેન્ટરના ડિરેક્ટર મેરી લોબોએ એક અખબારી યાદીમાં જણાવ્યું હતું કે આર્ટેમિસ હેઠળ ચંદ્ર પર અવકાશયાત્રીઓને મોકલવાના પડકારો અને આપણા સમાજમાં વધતી સમસ્યાઓના ઉકેલ શોધવાનો આ એક સારો મોકો છે.
આર્ટેમિસ પ્રોગ્રામનું મિશન 1972 પછી પ્રથમ વખત મનુષ્યને ચંદ્ર પર મોકલવાનું છે. 2021માં ચંદ્ર પર માનવરહિત મિશન લોન્ચ કરવાની, 2023માં ચંદ્રની નજીક ક્રૂ મોકલવાની અને 2024માં એક માણસને ચંદ્ર પર ઉતારવાનું મિશન છે. નાસાની કંપાસ લેબ દ્વારા વાઇ-ફાઇ પ્રોગ્રામ પર તાજેતરમાં જ એક અભ્યાસ કરવામાં આવ્યો છે.
ઇનસાઇડર સાથે વાત કરતા કંપાસ લેબના સ્ટીવ ઓલસને જણાવ્યું હતું કે, આ અભ્યાસ મહત્વપૂર્ણ છે કારણ કે આર્ટેમિસ બેઝકેમ્પ સાથે જોડાયેલા ક્રૂ, રોવર્સ, સાયન્સ અને માઇનિંગ સાધનોને પૃથ્વી સાથે સંપર્કમાં રહેવા માટે વધુ સારા કનેક્શનની જરૂર પડશે.
તો બીજી તરફ વાઇફાઇ મામલે નાસાએ એક મીડિયા સાથેની વાતચીમાં જણાવ્યું હતું કે, ડિજિટલ અસમાનતા અને વધુ સારી ઈન્ટરનેટ સેવા સુધી પહોંચનો અભાવ એ સમગ્ર અમેરિકામાં ફૅલાયૅલી સામાજિક-આર્થિક ચિંતા છે. કોરોના મહામારી પછી સૌથી વધુ ખરાબ થઈ ગઈ છે.
નેશનલ ડિજિટલ ઇન્ક્લુઝન એલાયન્સના રિપોર્ટ અનુસાર, ક્લેવલેન્ડના લગભગ 31 ટકા ઘરોમાં બ્રોડબેન્ડની સુવિધા નથી. અગાઉ સમાચાર એવા પણ આવ્યા હતા કે, નાસા ચંદ્ર પર પોતાનું આગામી ‘મૂન મિશન’ શરૂ કરવા જઈ રહ્યું છે. આ મિશનનું લક્ષ્ય ચંદ્રની સપાટી પર કાયમી ક્રૂ સ્ટેશન બનાવવાનું છે.
આ માટે ચંદ્ર પર અવકાશયાત્રી મોકલતા પહેલા એજન્સી ચંદ્રના ઠંડા, છાંયાદાર દક્ષિણ ધ્રુવ પર ગોલ્ફ-કોર્ટ-કદના રોબોટ લોન્ચ કરી રહી છે. આ રોવરનું નામ VIPER હશે એટલે કે વોલેટાઇલ્સ ઇન્વેસ્ટિગેટિંગ પોલર એક્સપ્લોરેશન રોવર (Volatiles Investigating Polar Exploration Rover) હશે. આ રોવર ચંદ્રની સપાટી પર પાણીના સ્ત્રોતોની શોધમાં 100 દિવસ પસાર કરશે. કહેવામાં આવી રહ્યું છે કે, ચંદ્રના દક્ષિણ ધ્રુવને લગતો આ પહેલો સર્વે હશે.
આ પણ વાંચો : શું પૈસાની જરૂર છે? તો તમે આ બે નાની બચત યોજનાઓ પર લોન લઈ શકો છો, જાણો કેટલું ચુકવવું પડશે વ્યાજ
આ પણ વાંચો :The Big Picture: ગુલાબી ઓઢણી પહેરીને શહેરની છોકરી બન્યા રણવીર સિંહ, સ્પર્ધકને આપી ડેટિંગ ટિપ્સ – જુઓ Photos