AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: મુંબઈના જુહુમાં અભિનેતા ટાઈગર શ્રોફ પર અજાણ્યા શખ્સોએ 5-7 રાઉન્ડ અંધાધૂંધ ફાયરિંગ કરી, બે લોકો ઈજાગ્રસ્ત, લોરેન્સ ગેંગે લીધી જવાબદારી

બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ પર મુંબઈના જુહુ વિસ્તારમાં બાઈક સવાર ત્રણ અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. આ હુમલામાં અભિનેતાના ડ્રાઈવર સહિત બે લોકો ઈજાગ્રસ્ત થયા છે, હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

Breaking News: મુંબઈના જુહુમાં અભિનેતા ટાઈગર શ્રોફ પર અજાણ્યા શખ્સોએ 5-7 રાઉન્ડ અંધાધૂંધ ફાયરિંગ કરી, બે લોકો ઈજાગ્રસ્ત, લોરેન્સ ગેંગે લીધી જવાબદારી
| Updated on: Oct 18, 2026 | 9:53 PM
Share

બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ સાથે જોડાયેલા એક મોટા અને સનસનાટીપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. મુંબઈના જુહુ વિસ્તારમાં તેમની કાર પર અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો છે. મળતી માહિતી અનુસાર, ટાઈગર શ્રોફ ફૂટબોલ ગ્રાઉન્ડથી પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા તે દરમિયાન બાઈક પર સવાર થઈને આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ જુહુના JVPD ગ્રાઉન્ડ પાસે તેમની ગાડી પર ફાયરિંગ કર્યું હતું. પ્રાથમિક વિગતો મુજબ 5 થી 7 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ટાઈગર શ્રોફના ડ્રાઈવર અને ત્યાં હાજર એક નિર્દોષ રિક્ષાચાલક ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. મુંબઈ પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને સમગ્ર મામલે સઘન તપાસ શરૂ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.

હુમલો થયો તે સમયે ટાઈગર શ્રોફ કારમાં જ સવાર હતા, જોકે સદનસીબે તેઓ આ ઘટનામાં સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમને કોઈ ગોળી વાગી નથી. સમગ્ર મામલે મુંબઈ પોલીસનું સત્તાવાર નિવેદન પણ સામે આવ્યું છે, જેમાં જણાવાયું છે કે, “જુહુ પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્ર હેઠળ ગોળીબારની ઘટના બની છે. ટાઈગર શ્રોફ સુરક્ષિત છે, તેમને કોઈ ગોળી વાગી નથી. સમગ્ર મામલે આગળની કાયદેસરની તપાસ ચાલી રહી છે.” નોંધનીય છે કે આ ઘટનાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા સ્વીકારવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

પોસ્ટમાં લખવામાં આવી છે આ વાતો

અનિલ પંડિતની પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, “જય મહાકાલ…જય શ્રી રામ. રામ રામ જી બધા ભાઈઓને. આજે જે આ ટાઈગર શ્રોફનું કામ થયું છે, તેની જવાબદારી હું અનિલ પંડિત અને હરમન સંધૂ લઈએ છીએ. આને અમે કૉલ કરીને સમજાવ્યો હતો, પણ આને સમજ ન પડી, એટલે આજે આને સારી રીતે સમજાવી દીધો. અને જે પણ મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અમારી વાત નહીં સાંભળે અથવા સલમાન ખાન સાથે કામ કરશે, આગળનો નંબર તેનો હશે. વેટ એન્ડ વૉચ.”

પોસ્ટમાં આગળ લખવામાં આવ્યું છે કે, “નોંધ: અને બીજા કેટલાક ગ્રૂપના કુતરાઓ જે અમારા નામથી ફેમ મેળવવાનું વિચારે છે, આમને જલદી જ મારીને ફેમસ કરીશું. સલામ શહીદાં નૂ.”

ફૂટબોલ ગ્રાઉન્ડથી પરત ફરતી વખતે થયો હુમલો

ટાઈગર શ્રોફ ફૂટબોલ રમીને પોતાની કારમાં ઘરે પાછા ફરી રહ્યા હતા. જેવી તેમની ગાડી ગ્રાઉન્ડની બહાર નીકળી કે તરત જ બાઈક પર સવાર ત્રણ અજાણ્યા બદમાશો ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમણે અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો હતો. હુમલાખોરોએ અંદાજે 5 થી 7 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે ટાઈગર શ્રોફના કાર ડ્રાઈવર તેમજ ત્યાંથી પસાર થઈ રહેલા એક રિક્ષાચાલકને ઈજા પહોંચી હતી. હાલ બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે,

પોલીસની 15 ટીમો હુમલાખોરોની શોધખોળમાં લાગી

ટાઈગર શ્રોફ પર આ હુમલા બાદ મુંબઈ પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે. ઘટના પછી મુંબઈ પોલીસે 15 સ્પેશિયલ ટીમો બનાવી છે, જે મામલાની તપાસ અને હુમલાખોરોની શોધખોળમાં લાગી ગઈ છે.

Viral Baby Video: જન્મ થતાં જ નવજાત બાળકે બતાવ્યા રાજા જેવા ઠાઠ: એક પગ પર બીજો પગ રાખી સૂઈ રહેલા શિશુનો ક્યૂટ વીડિયો થયો વાયરલ!

Follow Us
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
Tv9 Impact: વ્યારાના 868 ખેડૂતો સભાસદોને સરકાર ચુકવશે બાકી નાણાં
Tv9 Impact: વ્યારાના 868 ખેડૂતો સભાસદોને સરકાર ચુકવશે બાકી નાણાં
g clip-path="url(#clip0_868_265)">