AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Baby Video: જન્મ થતાં જ નવજાત બાળકે બતાવ્યા રાજા જેવા ઠાઠ: એક પગ પર બીજો પગ રાખી સૂઈ રહેલા શિશુનો ક્યૂટ વીડિયો થયો વાયરલ!

ઇજિપ્તમાં જન્મેલા એક નવજાત શિશુનો અનોખો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. જન્મના ગણતરીના કલાકોમાં જ કોઈ પણ ચિંતા વગર એક પગ પર બીજો પગ ચડાવીને રાજાની અદામાં સૂઈ રહેલા બાળકની ક્યૂટ સ્ટાઈલ જોઈ નેટિઝન્સ ઓળઘોળ થઈ ગયા છે.

Viral Baby Video: જન્મ થતાં જ નવજાત બાળકે બતાવ્યા રાજા જેવા ઠાઠ: એક પગ પર બીજો પગ રાખી સૂઈ રહેલા શિશુનો ક્યૂટ વીડિયો થયો વાયરલ!
| Updated on: Oct 18, 2026 | 7:42 PM
Share

સોશિયલ મીડિયા પર અવારનવાર બાળકોના એવા મનમોહક વીડિયો સામે આવતા હોય છે જે જોતાં જ ચહેરા પર આપોઆપ સ્મિત આવી જાય. હાલના દિવસોમાં ઇજિપ્ત (મિસ્ર) માં જન્મેલા એક નવજાત શિશુનો વીડિયો સમગ્ર ઇન્ટરનેટ પર ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે, જેની પાછળનું મુખ્ય કારણ બાળકનો અનોખો અને શાહી અંદાજ છે. સામાન્ય રીતે જન્મ પછી નવજાત બાળકો નવી દુનિયાના વાતાવરણમાં ઢળવાનો પ્રયાસ કરતા હોય છે કે રડતા હોય છે, પરંતુ આ બાળક કંઈક અલગ જ અંદાજમાં જોવા મળ્યું હતું. તે એવી શાંતિથી સૂઈ રહ્યું હતું જાણે તેને દુનિયાની કોઈ ચિંતા જ ન હોય! તેની આ સ્ટાઈલ જોઈ સોશિયલ મીડિયા યુઝર્સ પોતાનું હાસ્ય રોકી શકતા નથી.

વાસ્તવમાં, કૈરો સ્થિત બાળરોગ અને નવજાત શિશુ નિષ્ણાત ડૉ. ઇસ્લામ એલ્દેહે પોતાના ફેસબુક એકાઉન્ટ પર આ બાળકનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો ડિલિવરી પછીની સામાન્ય તબીબી પ્રક્રિયા દરમિયાનનો હોવાનું કહેવાય છે. જેમાં નવજાત શિશુ અત્યંત આરામદાયક સ્થિતિમાં સૂતેલું દેખાય છે, તેના ચહેરા પર અદ્ભુત સુકૂન છે અને તેનો સમગ્ર અંદાજ કોઈ રાજા-મહારાજાથી કમ લાગતો નથી.

એક પગ પર બીજો પગ મૂકીને આરામ: ક્યૂટ અંદાજ જોઈ ડોક્ટર પણ હસી પડ્યા

આ વીડિયોમાં બાળકની સૌથી ખાસ બાબત તેના સૂવાની પોઝિશન છે. તે એક પગ ઉપર બીજો પગ ચડાવીને આરામ ફરમાવી રહ્યું છે. બાળકની આ બોડી લેંગ્વેજ જોઈને એવું લાગે છે કે તે દુનિયામાં આવતાંની સાથે જ પોતાના સંપૂર્ણ આરામનો બંદોબસ્ત કરીને બેઠું હોય! બાળકની આ રમુજી અદા જોઈ ખુદ ડોક્ટર પણ પોતાનું સ્મિત રોકી શક્યા નહોતા. વીડિયોમાં એક ક્ષણ એવી પણ આવે છે જ્યારે ડોક્ટર બાળકના ચહેરાને વહાલથી સ્પર્શીને તેને ઊંઘમાંથી જગાડવાનો પ્રયાસ કરે છે, તેમ છતાં બાળક પોતાની મસ્તીમાં સૂતું રહે છે. આ વીડિયો સાથે ડૉક્ટરે કેપ્શન લખ્યું હતું- ‘રાજાની જેમ સૂતેલું બાળક.’

સોશિયલ મીડિયા પર કમેન્ટ્સનો વરસાદ

આ વીડિયો વાયરલ થતાં જ નેટિઝન્સે બાળકની માસૂમિયત અને તેના અનોખા પોઝ પર ભરપૂર પ્રેમ વરસાવ્યો છે. અનેક યુઝર્સે રમુજી પ્રતિક્રિયાઓ આપતાં લખ્યું હતું:

  • એક યુઝરે કમેન્ટ કરી, “આ બાળકની જિંદગી તો જન્મતાં જ તેના પોઝ પરથી રોયલ દેખાઈ રહી છે.”
  • બીજા એક યુઝરે બાળકના પક્ષે મજાકમાં લખ્યું, “શું તમને દેખાતું નથી કે હું આરામ કરી રહ્યો છું? પ્લીઝ, મને એકલો છોડી દો.”
  • કેટલાક લોકોએ બાળકની આ સ્ટાઈલ જોઈ તેને ‘ભાવિ અબજોપતિ’ ગણાવ્યો હતો, જ્યારે એક યુઝરે લખ્યું કે, “આ નાનકડો રાજા અત્યારથી જ વિચારી રહ્યો છે કે મોટા થઈને શું કરવું!”

હાલ આ નાનકડા બાળકની અનોખી સ્લીપિંગ સ્ટાઇલ સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર લોકોનું દિલ જીતી રહી છે.

Viral Video: જર્મનીમાં રોબોટે 16 વર્ષીય સગીરાની કરી છેડતી – સોશિયલ મીડિયા પર લાઇવ-સ્ટ્રીમિંગ કર્યું, પોલીસે મશીન જપ્ત કરી તપાસ શરૂ કરી!

Follow Us
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
પાલનપુરની માવજત હોસ્પિટલમાં આગ: ICU દર્દીઓને બચાવાયા
g clip-path="url(#clip0_868_265)">